________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો ઃ યોગ – અધિકાર
વિશેષાર્થ : જૈન ધર્મમાં સાધનાના ક્રમમાં પહેલાં દેશિવરતિ આવે છે ને પછી સર્વવિરતિ આવે છે. દેશવિરતિ એ સુશ્રાદ્ધ અર્થાત્ સાચા શ્રાવકનો આચારધર્મ છે ને સર્વવિરતિ એ સાધુનો આચારધર્મ છે. દેશિવરિત એટલે અમુક અંશે સાવદ્ય એટલે દોષમય પ્રવૃત્તિઓથી અટકી જવું ને સર્વવિરતિ એટલે સાવઘ પ્રવૃત્તિઓથી સર્વથા વિરમવું. જ્યાં સુધી દેશવિરતિમાં નિપુણતા ન આવી હોય ત્યાં સુધી સર્વવિરતિ તરફ કેવી રીતે જઈ શકાય ? કારણ કે સર્વવિરતિવાળું સાધુપણું તો ઘણા કષ્ટથી પાળી શકાય છે. શ્રાવકનાં અણુવ્રત છે અને સાધુનાં મહાવ્રત છે. જે અણુવ્રત બરાબર પાળી ન શકતા હોય તેઓ સીધા મહાવ્રતના પાલનનો બોજો કેવી રીતે ઉપાડી શકે ? એટલે એક અપેક્ષાએ શ્રાવકનું દેશવિરતપણું એ કર્મયોગ છે અને સાધુનું સર્વવિરતિપણું એ જ્ઞાનયોગ છે. એટલા માટે જેઓને જ્ઞાનયોગ સિદ્ધ કરવો છે તેઓએ પહેલાં કર્મયોગ સિદ્ધ કરવો પડશે. જિનેશ્વર ભગવાને જ કહ્યું છે કે જ્યાં સુધી સાચું દેશિવરતિપણું આવ્યું નથી એટલે કે તેનો સ્પર્શ થયો નથી, ત્યાં સુધી સર્વવિરતિપણાની યોગ્યતા આવી શકે નહિ.
[૫૨૧] ોદ્દેશેન સંવૃત્ત ર્મ યૌર્વભૂમિમ્ ।
दोषोच्छेदकरं तत्स्याद् ज्ञानयोगप्रवृद्धये ॥२७॥
અનુવાદ : પૂર્વભૂમિકારૂપે જે કર્મ એકસમાન ઉદ્દેશથી થયું હોય, તે (કર્મ) દોષનો નાશ કરનાર તથા જ્ઞાનયોગની વૃદ્ધિ કરનાર થાય છે.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં દેશવિરતિ ધર્મ અને સર્વવિરતિ ધર્મની વાત કરવામાં આવી છે. દેશિવરિત ધર્મ બહુધા કર્મયોગપ્રધાન હોય છે અને સર્વવિરતિ ધર્મ જ્ઞાનયોગપ્રધાન હોય છે. સાધકનું લક્ષ્ય કર્મયોગમાંથી જ્ઞાનયોગ તરફ જવાનું હોવું જોઈએ.
જ્ઞાનયોગ કરતાં કર્મયોગ ઊતરતો છે માટે તે નિરર્થક એમ માનવું નહિ. એની પણ ઉપયોગિતા છે. ‘પૂર્વભૂમિકારૂપે જે કર્મ થયું હોય’- એમ જે અહીં કહેવામાં આવ્યું છે તેમાં ‘કર્મ' શબ્દ કર્મયોગના અર્થમાં લેવાનો છે. પૂર્વ ભૂમિકારૂપે જે કર્મ થયું તે હવે દોષના નિવારણ માટે થાય છે. દેશિવરિત વ્રતમાં સ્થૂલ પ્રાણાતિપાત-વિરમણ કે .સ્થૂલ મૃષાવાદ-વિરમણ વગેરે હોય તો તેમાંથી હવે સૂક્ષ્મ પ્રાણાતિપાતવિરમણ કે સૂક્ષ્મ મૃષાવાદવિરમણ વગેરે પ્રત્યે જવાનું છે. આમ દેશવિરતિ વ્રત પૂર્વ ભૂમિકાનું કામ કરે છે. સાધક કર્મયોગમાંથી જ્ઞાનયોગ તરફ ગતિ કરે છે ત્યારે તેના ક્રોધાદિ કષાયો પાતળા પડતા જાય છે. તેના દોષો ઘટતા જાય છે. આત્મસાધના તરફ એની રુચિ વધતી જાય છે.
આમ, દેશવિરતિ વ્રતરૂપી કર્મયોગ દોષોના નિવારણ માટે અને જ્ઞાનયોગની વૃદ્ધિને માટે સુંદર ભૂમિકા પૂરી પાડે છે.
[૫૨૨] અજ્ઞાનિનાં તુ યર્મ ન તશ્ચિત્તશોધનમ્ ।
यागादेरतथाभावाद् म्लेच्छादिकृतकर्मवत् ॥२८॥
અનુવાદ : અજ્ઞાનીઓનું જે કર્મ છે તેથી ચિત્તની શુદ્ધિ થતી નથી. મ્લેચ્છ વગેરેએ કરેલા કર્મની જેમ યજ્ઞાદિમાં તેવો ભાવ હોતો નથી.
Jain Education International_2017_05
૨૯૫
For Private & Personal Use Only
www.jainelibrary.org