________________
અધ્યાત્મસાર
આ તો મોટી હિંસાની વાત થઈ. એનો આદર ન કરાય. પરંતુ જેમાં સૂક્ષ્મ હિંસા રહેલી હોય એવી સાવદ્ય ક્રિયાઓ પણ હોય છે. પૂર્વકર્મના ઉદયને કારણે અજાણતાં એવી કોઈ સાવદ્ય ક્રિયા થઈ જાય તો તેમાં તે કરવાનો સંકલ્પ કે ઇરાદો જો ન હોય તો અશુભ કર્મનો બંધ પડતો નથી. પિરદ વળાવતો સાસુષુ માવો ન હોય !
तत्र संकल्पजो बंधो गीयते यत्परैरपि ॥३२॥ અનુવાદ : કર્મને આચરતા હોવા છતાં જ્ઞાનીનો મુક્તિભાવ હણાતો નથી, કારણ કે તેમાં સંકલ્પથી જ બંધ ઉત્પન્ન થાય છે. બીજાઓએ પણ તે કહ્યું છે. વિશેષાર્થ : જ્ઞાનયોગી મુનિઓના સાવદ્ય કર્મ વિશે અહીં વધુ ખુલાસો ઉપાધ્યાયજી મહારાજ કરે છે. શું જ્ઞાનયોગી મુનિઓને સાવદ્ય કર્મ કરવાનું ક્યારેય આવે જ નહિ ?
ના, એમ તો કેમ કહેવાય ? પૂર્વ કર્મના ઉદયને કારણે મુનિથી પણ ક્યારેક વિકટ સંજોગોમાં સાવદ્ય કર્મ થઈ જાય, પરંતુ તેવે વખતે તેવું કર્મ કરવાનો તેમનો સંકલ્પ હોતો નથી. એટલે સંકલ્પને કારણે ઉત્પન્ન થતો અશુભ કર્મનો બંધ તેમને પડતો નથી. એટલે એમના મુક્તિભાવને હાનિ પહોંચતી નથી.
દ્રક્રિયા અને ભાવ એ બેની સૂક્ષ્મ વિચારણા જૈન દર્શનમાં કરવામાં આવેલી છે. હૃદયમાં અત્યંત નિર્મળ શુભ ભાવ હોય, પરંતુ કાર્યનું પરિણામ અશુભ આવે તો ત્યાં સંકલ્પ અશુભનો નથી માટે અશુભ કર્મનો બંધ થતો નથી.
જૈન દર્શનમાં જે આ વાત કહી છે તેવી જ અન્ય દર્શનમાં પણ કહી છે એ બતાવવા માટે ઉપાધ્યાયજી મહારાજ હવે અહીં શ્રીમદ્ભગવદ્ગીતામાંથી શ્લોક ટાંકે છે. [૫૨૭] વર્ષથે ય: પથે િ૨ ૧ યા
स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥३३॥ અનુવાદઃ જે કર્મને વિશે અકર્મને અને અકર્મને વિશે કર્મને જુએ છે તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે. તે સર્વ કર્મનો કરનારો છે અને તે યુક્ત (યોગવાળો) છે.
વિશેષાર્થઃ ઉપાધ્યાયજી મહારાજે પોતાના વક્તવ્યના સમર્થનમાં શ્રીમદ્ભગવદ્ગીતાના ચોથા અધ્યાયનો આ ૧૮મો શ્લોક ટાંક્યો છે.
શ્રીમદભગવદ્ગીતામાં કહ્યું છે કે જે કર્મને વિશે અકર્મને અને અકર્મને વિશે કર્મને જુએ છે તે પ્રાજ્ઞ પુરુષ છે. ગીતાના આ શબ્દો સૂક્ષ્મતાથી સમજવાના છે. કર્મમાં જે અકર્મને જુએ છે એટલે કે જે કાર્ય કરે છે છતાં એમાંથી પોતાનો કર્તુત્વભાવ કાઢી નાંખે છે તે. અનાસક્તભાવે અર્થાત્ રાગદ્વેષથી રહિત થઈને જે આંખ, નાક, કાન વગેરે ઇન્દ્રિયો દ્વારા કર્તવ્યરૂપે કરવામાં આવેલાં કર્મો કરે છે તે પ્રાજ્ઞ પુરુષ છે. તે બુદ્ધિમાન છે. પોતાનાં કર્મો (કાર્યો) ઉપરાંત અન્યનાં કર્મો (કાર્યો)ને પણ તે સાક્ષીભાવથી નિહાળે છે. તેમાં પોતાના આત્માને તે જોડતો નથી, કારણ કે તે અનાસક્ત, ઇચ્છારહિત હોય છે.
૨૯૮
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org