________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ–અધિકાર
વળી આવા જ્ઞાની મહાત્માઓ અકર્મમાં કર્મને જુએ છે. એનો અર્થ એ થયો કે જે લોકો માત્ર દેહભાવમાં રહેલા હોય તેઓ કોઈવાર બાહ્ય દૃષ્ટિએ કશું જ ન કરતા હોવા છતાં મનથી અહંકાર, ઈષ્ય, ક્રોધાદિ ઘણું કરતા હોય છે. એટલે અજ્ઞાની લોકોના અકર્મમાં પણ તેઓને કર્મ (અર્થાત જૈન પરિભાષા વાપરીએ તો કર્મબંધ) કરતા દેખાય છે. વળી “અકર્મમાં કર્મનો એવો પણ અર્થ ઘટાવવામાં આવે છે કે જ્ઞાની મહાત્માઓ બાહ્ય દૃષ્ટિએ કશું જ ન કરતા હોવા છતાં પોતાના આત્મસ્વરૂપના કર્તાભોક્તા હોય છે. આવા યોગારૂઢ મહાત્માઓ પોતાની સર્વ ક્રિયાઓ યોગપૂર્વક કરતા હોવાથી તેઓ સર્વ કર્મના કરનારા ગણાય
શ્રીમદ્ભગવદ્ગીતાનાં આ વચનો યથાર્થરૂપે સમજવાની આવશ્યકતા છે. તો જ જૈન ધર્મના જ્ઞાનયોગના સ્વરૂપ સાથે એની સુસંગતતા સમજાશે.
[૨૮] વર્મવેર્ન વી ઍ સૂક્ષ્મ મિઝુમે પિતા
नोभे वा भंगवैचित्र्यादकर्मण्यपि नो मते ॥३४॥ અનુવાદ : (જ્ઞાનયોગીને) કર્મને વિશે અકર્મ અથવા કર્મ એમ તે બંને ભાંગા માનેલા છે અથવા તે બંને નથી માનેલો; ભંગ(ભેદ)ની વિચિત્રતાને કારણે તેવી રીતે અકર્મને વિશે પણ માનેલાં નથી. ' વિશેષાર્થ : કર્મ (ક્રિયા) કરવા છતાં જે કર્મ કરતો નથી અને કર્મ ન કરવા (અકર્મ) છતાં જે કર્મ કરે છે તેના હજુ પણ વધુ સૂક્ષ્મ ભેદો પાડી શકાય. એક વખત ભંગ (ભેદો) પાડવાનું શરૂ કર્યું એટલે ભેદો પડતા જ જાય છે. વૈચિત્ર્ય એ ભેદનું એટલે ભંગનું લક્ષણ છે. અધ્યવસાયોની તરતમતાનો વિચાર કરવાથી ભંગની વધતી જતી સંખ્યાનો ખ્યાલ આવશે.
મન, વચન, અને કાયાના યોગો જૈન ધર્મ પ્રમાણે અસંખ્ય છે. એટલે સ્કૂલ-સૂક્ષ્મતાને કારણે કર્મયોગનું રહસ્ય પણ ઘણું ગહન છે. કાર્ય કરવા છતાં માણસ કાર્ય ન કરતો કહેવાય અને કાર્ય ન કરતો હોવા છતાં તે કાર્ય કરતો ગણાય એવી સૂક્ષ્મ સ્થિતિ કે દશા એમાં પ્રવર્તતી હોય છે. કર્મને વિશે, કર્મ અને અકર્મ-છે” અને “નથી' તથા અકર્મને વિશે, કર્મ અને અકર્મ-છે અને “નથી' એવા ભેદો પાડવામાં આવે છે. આમ કર્મયોગના નીચે પ્રમાણે ચાર ચાર એમ કુલ આઠ પ્રકારો બતાવી શકાય ?
(૧) કર્મમાં કર્મરૂપી કર્મયોગ (૨) કર્મમાં અકર્મરૂપી કર્મયોગ (૩) કર્મમાં કર્મ – અકર્મરૂપી કર્મયોગ (૪) કર્મમાં ન કર્મ – ન અકર્મરૂપી કર્મયોગ આવી જ રીતે અકર્મ વિશે પણ આ પ્રમાણે પ્રકારો પાડી શકાય (૧) અકર્મમાં કર્મરૂપી કર્મયોગ (૨) અકર્મમાં અકર્મરૂપી કર્મયોગ
૨૯૯
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org