________________
પ્રબંધ ચોથો અધિકાર ચૌદમો
* અસદ્ગહત્યાગ અધિકાર *
[૪૭૩] મિથ્યાત્વવાવાનલનીરવાદमसद्ग्रहत्यागमुदाहरन्ति अतो रतिस्तत्र बुधैर्विधेया વિશુદ્ધભાવૈ: શ્રુતસારવિદ્ધિઃ ॥શા
I
અનુવાદ : મિથ્યાત્વરૂપી દાવાનળમાં અસઙ્ગહના ત્યાગને મેઘ સમાન કહેલો છે. એટલે વિશુદ્ધ ભાવવાળા અને શ્રુતના સારને જાણનારા પ્રાજ્ઞજનોએ તેમાં (અસદ્ગહના ત્યાગમાં) પ્રીતિ કરવી જોઈએ.
વિશેષાર્થ : જ્યાં સુધી પોતે પકડેલા ખોટા મતનો આગ્રહ છે ત્યાં સુધી મિથ્યાત્વ રહેવાનું. મિથ્યાત્વ જાય અને સમક્તિ આવે એને માટેની એક મહત્ત્વની શરત એ છે કે અસ ્ અર્થાત્ ખોટા મતને પકડી ન રાખવો જોઈએ. જ્યાં ખોટું ખોટા તરીકે સમજાય કે તરત એને છોડી દેવું જોઈએ. પરંતુ સામાન્ય મનુષ્યની પ્રકૃતિ એવી છે કે પોતાની ભૂલનો તે તરત સ્વીકાર નથી કરતો. પોતાની ભૂલનો બચાવ કરવો, પોતે જ સાચા અને બીજા બધા ખોટા છે એવું આગ્રહપૂર્વક પ્રતિપાદન કરવાનું વલણ ઘણામાં હોય છે. પોતાની ભૂલ હોય અને પોતે ખોટા છે એવી ખાતરી થઈ ગયા પછી પણ પોતાની વાતને પકડી રાખવી એ અસગ્રહ છે. માણસને એમાં પોતાનું સ્વમાન હણાતું લાગે છે. પોતાને નીચું જોવું પડે છે. માણસને પોતાની પ્રતિષ્ઠાનો ડર રહે છે. ચાર જણ વચ્ચે પોતાનો કાન પકડવાનો વખત આવે તો માણસ મૂંઝાય છે. તે હઠે ભરાય છે અને પોતે જ સાચો છે એમ ભારપૂર્વક રજૂઆત કરે છે. એ માટે જૂઠું બોલતાં પણ તે અચકાતો નથી. સામાન્ય વ્યવહારમાં જો આવું બનતું હોય તો તત્ત્વજ્ઞાનના વિષયમાં તો કેમ ન બને ? એમાં પણ જો પોતાને સમાજમાં પંડિત કે જ્ઞાની તરીકે સ્થાન મળ્યું હોય, પોતાની વિદ્વત્તાની ભારે પ્રશંસા થતી હોય, પોતાનો વિશાળ અનુયાયીવર્ગ હોય તો પોતાની ભૂલ સ્વીકારતાં માણસ ખચકાય છે. ક્યારેક પોતાને ભૂલનો સ્વીકાર કરવો હોય તો પણ એનો અનુયાયીવર્ગ તેમ થવા દેતો નથી. પરિણામે વખતોવખત કેટલાયે એવા કહેવાતા પંડિતો-જ્ઞાનીઓનું જીવન સાચી વસ્તુનો સ્વીકાર કર્યા વિના જ પૂરું થઈ જાય છે.
Jain Education International2010_05
આધ્યાત્મિક ક્ષેત્ર ઘણું ગહન છે. જગતમાં સમ્યજ્ઞાનના પ્રકાશ કરતાં મિથ્યાત્વનો અંધકાર વધુ છે. મિથ્યાત્વને અંધકાર ઉપરાંત દાવાનળ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. જ્ઞાનીની દૃષ્ટિએ તો આખો સંસાર મિથ્યાત્વથી સળગી રહ્યો હોય એવો છે. દાવાનળને ઓલવવા થોડા ઘડા પાણી આમતેમ નાખ્યાથી નહિ ચાલે. દાવાનળ તો ત્યારે ઓલવાય કે જ્યારે આકાશમાંથી ઘનઘોર વાદળાં વરસી પડે. થનઘોર
૨૬૩
For Private & Personal Use Only
www.jainelibrary.org