________________
અધ્યાત્મસાર
સમજાતાં અતિશય આનંદ આપે તેવી ઉત્તમ કાવ્યરચના કરી હોય તો એ ખલપુરુષો કહેશે કે : આ તે કંઈ કવિતા કહેવાય? માથું કૂટીએ તો ય અર્થ ન સમજાય.'
જ્યારે ખલપુરુષોની આવી રીત વિશે સાંભળીએ છીએ અને એમને સહેલી કવિતા પણ ન ગમે અને અઘરી પણ ન ગમે એવું જાણીએ છીએ ત્યારે પ્રશ્ન થાય કે કાવ્યગુણ કોને કહેવાય ? સુકવ કોને કહેવાય ? સારું કાવ્ય કોને કહેવાય ? આવા પ્રશ્નો જ્યારે ઉદ્ભવે છે ત્યારે જાણે એમ જ થાય કે આમ કરતાં કરતાં તો સમગ્ર કવિતાનો જ ઉચ્છેદ થઈ જશે. પરંતુ આ તો ખલમાણસોની, કુવિવેચકોની વાત થઈ. જગતમાં સજ્જનો પણ છે અને સારા વિવેચકો પણ છે. કવિતાનો સાચો માપદંડ તેઓએ આપ્યો છે. કાવ્યની યોગ્ય વ્યાખ્યા અને કાવ્યસાહિત્ય અને એના વિવેચનની ઉચિત વ્યવસ્થા અને પરંપરા પણ તેઓએ સ્થાપી છે. એનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે દુર્જનોની અમંગળ, ઉચ્છેદક મતિ હરાઈ જાય છે. પરિણામે કાવ્યજગતનો ક્યારેય ઉચ્છેદ થવાનો નથી એવી દૃઢ શ્રદ્ધા અને આશા જન્મે છે.
[૯૩૮] અધ્યાત્મામૃતષિળીપિ થામાપીય સન્ત: મુસ્તું।
गाहन्ते विषमुद्गिरन्ति तु खला वैषम्यमेतत्कुतः ॥ नेदं चाद्भुतमिन्दुदीधितिपिबाः प्रीताश्चकोरा भृशं । किं न स्युर्बत चक्रवाकतरुणास्त्वत्यन्तखेदातुराः ॥ ५ ॥
અનુવાદ : અધ્યાત્મરૂપી અમૃતની વર્ષા કરનારી કથાનું પાન કરીને સજ્જનો સુખ અનુભવે છે, જ્યારે દુર્જનો વિષનું વમન કરે છે. આવી વિષમતા ક્યાંથી થતી હશે ? પરંતુ એમાં કંઈ પણ આશ્ચર્ય પામવા જેવું નથી. ચંદ્રના કિરણોનું પાન કરવાથી ચકોર પક્ષીઓ અત્યંત આનંદ અનુભવે છે, પરંતુ કહો કે તરુણ ચક્રવાક અને ચક્રવાકી અત્યંત ખેદથી શું ભયભીત (આતુર) નથી થઈ જતાં ?
વિશેષાર્થ : ‘અધ્યાત્મસાર' જેવા ગ્રંથમાં આધ્યાત્મની જ ગહન વાતો આવે. એમાં ગહન પદાર્થોની ઊંડી મીમાંસા હોય. એ સમજવા માટે યોગ્યતા જોઈએ. વળી તે માટે વાચકની પ્રકૃતિ પણ અભિમુખ જોઈએ. કેટલાકનો સ્વભાવ જ એવો હોય છે કે સારું જોઈને તેઓ તરત પ્રસન્નતા અનુભવે છે. બીજી બાજુ કેટલાકની દૃષ્ટિ જ એવી દોષદર્શી હોય છે કે ગમે તેવી સારી વાતમાં કે સારી ચીજ-વસ્તુમાં તરત તે દોષો શોધવા બેસી જાય છે. સજ્જનો અને દુર્જનો વચ્ચે આ જ મોટો તફાવત હોય છે. અધ્યાત્મનું અમૃત વરસાવતી કથાનું પાન કરીને સજ્જનો અનહદ સુખ અનુભવે છે. કેવળ ભૌતિક ઇન્દ્રિયાર્થ સુખ માણવાને ટેવાયેલા દુર્જનો અધ્યાત્મની વાત સાંભળતાં જ જાણે વિષનું વમન કરતા હોય તેમ કટુ વચનો ઉચ્ચારવા લાગે છે. પણ સંસારમાં આમ ઉભય પ્રકારની ઘટના બને એ સંભવિત છે. એનું પ્રસિદ્ધ ઉદાહરણ જોવું હોય તો પૂર્ણિમાના ચંદ્રની ચાંદની વખતે અવલોકન કરો. સરસ ચાંદનીનાં અમૃતિકરણોનું પાન કરીને ચકોર પક્ષી કેવું મજાનું સુખ અનુભવે છે ! પણ એ જ વખતે ચક્રવાક્યુગલની દશા કેવી હોય છે ? તે તો સૂર્યપ્રકાશનું રાગી છે. સૂર્યાસ્ત થતાં વિરહને લીધે તે તો અત્યંત ખેદ અનુભવે છે. ચંદ્રની શીતળ ચાંદની એને શીતળતા નથી આપી શકતી. જો સંસારમાં આમ બનતું હોય તો અધ્યાત્મસભર ગ્રંથ માટે દુર્જનો નિંદાત્મક કટુવચન ઉચ્ચારે તેમાં નવાઈ શી !
Jain Education International2010_05
૫૪૨
For Private & Personal Use Only
www.jainelibrary.org