________________
પ્રબંધ ચોથો, અધિકાર બારમો : સમ્યકત્વ અધિકાર
(૭) વિસ્તારરુચિ – જેમણે છ દ્રવ્યના સર્વ ભાવો, સર્વ પ્રમાણો અને સર્વ નવો જાણીને સમક્તિ
પ્રાપ્ત કર્યું છે તે ‘વિસ્તારરુચિ'વાળા છે. (૮) ક્રિયારૂચિ – દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ, ગુમિ વગેરે શુદ્ધ ક્રિયાઓ
કરતાં જેઓ સમક્તિ પામે તે “ક્રિયારુચિ'વાળા છે. (૯) સંક્ષેપરુચિ – જેઓ જિન-પ્રવચનમાં નિપુણ નથી તથા બીજા કોઈ વાદમાં પણ માનતા નથી,
છતાં સ્વલ્પ જ્ઞાનથી જે સાચી શ્રદ્ધા પ્રાપ્ત કરે છે તેઓ “સંક્ષેપરુચિ'વાળા છે. (૧૦) ધર્મચિ – જેઓ જિનેશ્વર ભગવાને પ્રરૂપેલા અસ્તિકાય ધર્મ, મૃતધર્મ અને ચારિત્રધર્મમાં શ્રદ્ધા
રાખે છે તે ધર્મરુચિ'વાળા છે. આ દસ પ્રકારની રુચિને સમ્યક્ત્વના દસ પ્રકાર તરીકે ગણાવવામાં આવે છે. જેટલી રુચિ વિશુદ્ધ અને તીવ્ર તેટલું સમક્તિ વધુ નિર્મળ. [૩૩૩] ૩૫થવેટું યથા તત્ત્વમીજ્ઞવ તથાઈનિં |
नवानामपि तत्त्वानामिति श्रद्धोदितार्थतः ॥८॥ અનુવાદ : અથવા જેમ આ સમગ્ર તત્ત્વ આજ્ઞારૂપે છે તેમ નવ તત્ત્વોની શ્રદ્ધા એ પણ અર્થથી (સમ્યકત્વ) કહેવાય છે.
વિશેષાર્થ : “કોઈપણ જીવને હણવો નહિ' એ સૂત્રમાં શ્રદ્ધા હોવી જોઈએ, કારણ કે તેવી ભગવાનની આજ્ઞા છે. આજ્ઞા એ જ ધર્મ છે એવું જયાં શ્રદ્ધાન છે ત્યાં સમક્તિ છે. કોઈપણ જીવને હણવો નહિ એમાં ફક્ત જીવતત્ત્વની વાત આવે છે. પરંતુ ભગવાને તો જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વની વાત કહી છે અને એ પણ આજ્ઞારૂપ છે. એટલે માત્ર જીવતત્ત્વમાં જ નહિ, નવ તત્ત્વમાં શ્રદ્ધાન હોવું એ સમક્તિનું લક્ષણ છે. તેસ્વાર્થ શ્રદ્ધાનું સંખ્યqર્શનમ્ | એમ જે વાચક ઉમાસ્વાતિ (ઉમાસ્વામી) મહારાજે કહ્યું છે તેમાં તત્ત્વ એટલે જેમ દેવ, ગુરુ અને ધર્મ લઈ શકાય, તેમ તત્ત્વ એટલે નવ તત્ત્વો પણ લઈ શકાય. એનું શ્રદ્ધાન એ પણ સમ્યગદર્શનનું લક્ષણ છે એમ સમજવાનું છે. આમ ‘તત્ત્વ' શબ્દનો અહીં અર્થવિસ્તાર કરવામાં આવ્યો છે.
[33४] इहैव प्रोच्यते शुद्धाऽहिंसा वा तत्त्वमित्यतः ।
सम्यक्त्वं दर्शितं सूत्र प्रामाण्योपगमात्मकम् ॥९॥ અનુવાદ : વળી અહીં શુદ્ધ અહિંસા અથવા (શુદ્ધ) તત્ત્વને વિશે જ કહેલું છે. એ રીતે સૂત્રના પ્રમાણપણારૂપને જ સમ્યકત્વ તરીકે દર્શાવ્યું છે.
વિશેષાર્થ : આ જિનશાસનમાં, જિનાગમમાં શુદ્ધ અહિંસાનું એટલે કે દયાધર્મનું અસંભવ, અસંગતિ, અતાર્કિક ઇત્યાદિ દોષોથી રહિત શુદ્ધ નિર્દોષ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આ જ શુદ્ધ તત્ત્વ છે. કપિલ વગેરેના ગ્રંથોમાં, અન્ય ધર્મોમાં અહિંસાનું નિરૂપણ છે, પરંતુ તે શુદ્ધ નિરૂપણ નથી. એટલે જ
૧૮૩ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
cation Intermational 2010_05
www.jainelibrary.org