________________
અધ્યાત્મસાર
આંજી નાખે એવો વાગ્વિલાસ ધરાવતા હોય છે. તેઓની સંમોહક વાણી લોકોને નચાવે છે. પરંતુ વાસ્તવિક રીતે તો આ એક પ્રકારની ખરજ અથવા ચળ જ હોય છે. જેને ખરજવું થયું હોય અને ખરજ ઊપડી હોય તેને ખણવામાં આનંદ આવે છે, મીઠાશ લાગે છે, પણ એને ખબર નથી હોતી કે વસ્તુતઃ આ ચળ તો એક પ્રકારનો રોગ છે. જેઓ સમજદાર હોય છે તેઓ તો સમજી જાય છે કે તાત્કાલિક મીઠાશનો અનુભવ કરાવનારી ખરજ અંતે તો પીડાકારક નીવડવાની છે. પરંતુ બહોળો સમુદાય ભોળા મુગ્ધ લોકોનો હોય છે. તેને આ વાત જલદી સમજાતી નથી. કદાગ્રહીઓ તેમની લાગણીઓ સાથે ૨મત ૨મી પોતાનું ધાર્યું કરાવી લે છે. આ રીતે જગતની હમેશાં ભારે વિડંબના થયા કરે છે.
[૪૭૭] વિધોવિવેક્ષ્ય ન યંત્ર ષ્ટિस्तमोघनं तत्त्वरविर्विलीनः । अशुक्लपक्षस्थितिरेषनूनम-સદ્ધઃ જોવિ ભૂવિનાસ:
અનુવાદ : જેમાં તત્ત્વરૂપી સૂર્ય વિલીન થઈ ગયો છે, વિવેકરૂપી ચન્દ્રનું દર્શન થતું નથી તથા ગાઢ અંધકાર છવાઈ ગયો છે એવી કૃષ્ણપક્ષની રાત્રિની સ્થિતિના વિલાસ જેવો આ અસદ્રહ છે.
વિશેષાર્થ : જ્યાં કદાગ્રહ હોય ત્યાં તત્ત્વનો અસ્વીકાર હોય છે. જ્ઞાન સૂર્ય જેવું પ્રકાશમાન છે. જ્યાં યથાર્થ તત્ત્વજ્ઞાનનો અસ્વીકાર હોય ત્યાં અંધકાર જ હોય. સૂર્ય અસ્ત થઈ જાય તો પણ શુકલ પક્ષમાં ચંદ્રના તેજથી થોડો ઉજાસ રહે છે. પરંતુ જ્યાં કદાગ્રહ હોય ત્યાં સારાસારરૂપ, અથવા કૃત્યાકૃત્યરૂપ વિવેક પણ ચાલ્યો જાય છે. વિવેકનું તત્ત્વ શુકલ પક્ષના ચન્દ્ર જેવું છે. એટલે સૂર્યાસ્ત થયો હોય અને ચન્દ્ર પણ ન હોય તો અંધકાર વ્યાપી જાય છે. આ અંધકાર તે અજ્ઞાનરૂપી છે. અંધકારમાં યથાર્થ દેખાતું નથી અને ગતિ થઈ શકતી નથી. જ્યારે અસગ્રહ બળવાન બની જાય ત્યારે ત્યાં કૃષ્ણ પક્ષની અમાવાસ્યાની રાત્રિનું સામ્રાજ્ય જાણે જામ્યું હોય એવું લાગે. અસગ્રહની શક્તિ પણ એટલી જ પ્રબળ હોય છે. એનાથી સાવધ રહેવાની જરૂર છે.
[૪૭૮] તાત્રેળ જુનાતિતત્ત્વवल्लीं रसात्सिंचति दोषवृक्षम् । क्षिपत्यधः स्वादुफलं शमाख्य-मसद्ग्रहच्छन्नमतिर्मनुष्यः ॥६॥
અનુવાદ : અસદ્બહથી આચ્છાદિત બુદ્ધિવાળો મનુષ્ય કુતર્કરૂપી દાતરડા વડે તત્ત્વરૂપી લતાને છેદે છે, દોષરૂપી વૃક્ષને રસથી સિંચે છે અને શમ નામના સ્વાદિષ્ટ ફળને નીચે ફેંકી દે છે. વિશેષાર્થ : કદાગ્રહી માણસની વિપરીત બૌદ્ધિક પ્રવૃત્તિ માટે અહીં વૃક્ષનું મુખ્ય રૂપક પ્રયોજવામાં આવ્યું
Jain Education International_2010_05
૨૬૬
For Private & Personal Use Only
www.jainelibrary.org