SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ ચોથો, અધિકાર ચૌદમો ઃ અસદ્મહત્યાગ અધિકાર છે. વૃક્ષનાં ત્રણ અંગો માટે ત્રણ પેટારૂપકો પ્રયોજવામાં આવ્યાં છે. અધ્યાત્મના ક્ષેત્રે તત્ત્વરૂપી વેલને સદ્ગુણો વડે સિંચન કરવામાં આવે તો તે શમરૂપી ફળ આપે છે. પરંતુ કદાગ્રહી તો ઊલટી ક્રિયા કરે છે. તે મૂળને દોષોના રસ વડે સિંચે છે. વિકાસ પામતી વેલડીને તે કુતર્કરૂપી દાતરડા વડે કાપી નાખે છે અને શમરૂપી જે ફળ આવ્યું છે તે હળવેથી ઉતારી ન લેતાં જમીન પર પટકી પાડે છે કે જેથી તે છુંદાઈ જાય છે અને કશા કામમાં આવતું નથી. જો તે પોતાનો કદાગ્રહ છોડી દે અને મુક્ત મનનો બની પોતાના આધ્યાત્મિક વિકાસ માટે અભિમુખ બને, સદ્ગુણોરૂપી જળથી મૂળમાં સિંચન કરે તો તત્ત્વજ્ઞાનરૂપી એની વેલ વિકાસ પામે અને એના ઉપર શમરૂપી સુંદર સ્વાદિષ્ટ, આરોગ્યવર્ધક ફળ પ્રાપ્ત થાય. અસંગ્રહ અથવા કદાગ્રહ અધ્યાત્મમાર્ગમાં કેટલો હાનિકારક છે તે સચોટ રૂપકો દ્વારા અહીં સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. [૪૭૯] મદિગ્રીવમ દિ ચિત્તે न क्वाऽपि सद्भावरसप्रवेशः। इहांकुरश्चेन्न विशुद्धबोधः सिद्धांतवाचां बत कोऽपराधः ॥७॥ અનુવાદ : અસદ્ગહરૂપી પાષાણમય ચિત્તમાં ક્યારેય પણ સભાવરૂપી રસનો જો પ્રવેશ ન થતો હોય, તો એમાં વિશુદ્ધ બોધરૂપ અંકુર તો ફૂટે જ નહિ. તો પછી કહો એમાં સિદ્ધાન્તની વાણીનો શો અપરાધ ? વિશેષાર્થ : જયાં કદાગ્રહ હોય ત્યાં જડતા આવે જ. જ્યાં જડતા હોય ત્યાં મૃદુતા ન હોય, રસિકતા ન હોય અને સદ્ભાવના ન હોય. આવા હૃદયને પાષાણ એટલે કે પથ્થર જેવું જ કહી શકાય. પથ્થર નક્કર હોય છે. એમાં પાણી પ્રવેશી ન શકે. માટી મૃદુ હોય છે. એમાં પાણી ઊતરી જાય, જ્યાં પાણી અને માટીનો સંયોગ થાય ત્યાં અંકુર ફટે. પરંતુ નક્કર પથ્થરમાં પાણી ન ઊતરે એટલે એમાં અંકુર ન ફૂટે. કદાગ્રહી વ્યક્તિનું ચિત્ત આવું પથ્થર જેવું નિષ્ફર હોય છે. એટલે એ ચિત્તમાં શાસ્ત્રવચન માટે સદ્ભાવરૂપી રસ પ્રવેશી શકતો નથી. તો પછી એમાં વિશુદ્ધ બોધરૂપી અંકુર તો ક્યાંથી ફૂટી શકે ? આવી વ્યક્તિને શાસ્ત્રવચન બોધરૂપે ન પરિણમે એ દેખીતું છે. એટલે કદાચ બુદ્ધિથી એને આગમવાણી સમજાઈ હોય, તો પણ તે પરિણમતી નથી. આવું થાય તો એમાં દોષ કોનો ? એમાં સિદ્ધાન્તનો દોષ નથી, શાસ્ત્રવચનનો વાંક નથી. એને માટે તો જવાબદાર છે કદાગ્રહીને જડ ચિત્તો [४८०] व्रतानि चीर्णानि तपोऽपि तप्तं कृता प्रयत्नेन च पिंडशुद्धिः । अभूत्फलं यत्तु न निह्नवाना मसद्ग्रहस्यैव हि सोऽपराधः ॥८॥ અનુવાદ : વ્રતો કર્યા, તપશ્ચર્યા કરી અને પ્રયત્નપૂર્વક પિંડવિશુદ્ધિ પણ કરી, તો પણ નિહનવોને તેનું ફળ મળ્યું નહિ. એમાં ખરેખર તો અસગ્ગહનો જ અપરાધ છે. ૨૬૭ Jain Education Interational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy