________________
પ્રબંધ ચોથો, અધિકાર ચૌદમો ઃ અસદ્મહત્યાગ અધિકાર
પંડિત માને છે તેઓ ભલે વાણીના મુખને સુખેથી ચુંબન કરે, પરંતુ તેની લીલાનું રહસ્ય તેઓ પામ્યા નથી.
| વિશેષાર્થ : બીજા લોકો કરતાં પોતાની પાસે સહેજ વધુ જાણકારી હોય તો માણસની પ્રશંસા થવા લાગે છે. એમાં પણ કાવ્યાલંકારશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, આયુર્વેદ, વાસ્તુવિદ્યા, શિલ્પ-સ્થાપત્યાદિ ભૌતિકશાસ્ત્રોમાં પોતાને કંઈક આવડે તો પણ માણસને ઝટ ઝટ મોટા પંડિત થઈ જવાનું મન થાય છે. એવી જ રીતે ધર્મશાસ્ત્ર કે અધ્યાત્મશાસ્ત્રમાં પણ થાય છે. થોડુંક આમતેમથી વાંચ્યું હોય કે થોડુંક સાંભળ્યું હોય એવા અર્ધદગ્ધ પંડિતોને જરાક માનપાન મળતાં દરેક વાતે પોતાને જ આવડે છે અને પોતે જ સાચા છે એવું બતાવવાનો ભાવ જાગે છે. જ્ઞાનની સાથે અહંકાર કુદરતી રીતે જોડાઈ જાય છે. એવો અહંકાર પોતાનામાં ન આવે એ માટે સાધકે જાગૃત રહેવું જોઈએ. તત્ત્વજ્ઞાનનો વિષય તો મહાસાગર જેવો અગાધ છે અને પોતે તો માત્ર એક બિંદુ જેટલું જ જાણે છે એવી પોતાનામાં લધુતા રહેવી જોઈએ. પરંતુ જેઓ આવા અલ્પ જ્ઞાનને જીરવી શકતા નથી, જેમની પાસે માત્ર પલ્લવગ્રાહી પાંડિત્ય છે એવા પંડિતો પણ પોતે જ્યારે ખોટા પડવાના હોય ત્યારે પોતાનો બચાવ કરવા નીકળી પડે છે. પરંતુ એ બિચારાઓને ખબર નથી કે પોતે માત્ર યત્કિંચિત જ જાણે છે. આવા અર્ધદગ્ધ અલ્પજ્ઞ પંડિતો માટે ગ્રંથકાર મહર્ષિએ અહીં કવિપરંપરાને અનુસરીને, શૃંગારરસનું રૂપક પ્રયોજયું છે. શૃંગારરસમાં કોઈને હજુ માત્ર મુખચુંબનનો જરાક જેટલો જ અનુભવ હોય અને એથી તે એટલો બધો ફુલાઈ જાય અને ઘેલો થઈ જાય અને માને કે પોતાને કામભોગનો બધો જ અનુભવ છે અને પોતે કામશાસ્ત્રનો જ્ઞાતા છે અને એમ સમજીને એ પ્રમાણે અભિમાનપૂર્વક કહેવા લાગે તો એની જેવી હાસ્યાસ્પદ દશા થાય તેવી દશા આ કદાગ્રહી પંડિતોની થાય છે. [૪૭૬] હોત્સર્પરતુચ્છ –
र्बोधांशतान्धीकृतमुग्धलोकैः । विडम्बिता हन्त जडैवितंडा
पांडित्यकंडूलतया त्रिलोकी ॥४॥ અનુવાદ : અસગ્રહથી જેમનો ભારે ગર્વ ઊછળી રહ્યો છે તથા જ્ઞાનના અંશમાત્રથી જેઓએ મુગ્ધ લોકોને અંધ કર્યા છે એવા જડ માણસોએ વિતંડાવાદી પાંડિત્યરૂપી ખુજલી વડે, અરેરે, ત્રણે લોકની વિડંબના કરી છે.
* વિશેષાર્થ : આ સંસારમાં સામાન્યજનો તો ભોળા જ રહેવાના. એવા ભોળા લોકોની સમજશક્તિ મર્યાદિત હોય છે અને અનુભવ પણ મર્યાદિત હોય છે. તેમની આગળ જે કંઈ રજૂ થાય તે એમને માટે નવું અને મુગ્ધ કરી દે એવું હોય છે. જગતમાં કદાગ્રહીઓ જો ફાવતા હોય અને એમના ખોટા મતનો બહોળો પ્રચાર થતો હોય તો તે આવા અજ્ઞાની, ભોળા, મુગ્ધ લોકોને કારણે જ. એવા અજ્ઞાનીઓ આંધળા બનીને કદાગ્રહીની પાછળ દોટ મૂકતા હોય છે, કારણ કે ભલે કદાગ્રહીઓનું જ્ઞાન અધકચરું હોય, પરંતુ તેઓ પોતાની રજૂઆત રૂઆબથી પાંડિત્યના દંભ સાથે કરતા હોય છે. તેઓ ભોળા લોકોને
૨૬૫ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org