________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
કરવા જતાં માણસ મૂંઝાઈ જશે. આ વૈવિધ્ય એ એક પ્રકારનો ઉપપ્લવ છે, ઉપદ્રવ છે, ગૂંચવાડારૂપ છે, એ અનિષ્ટ વિષમતારૂપ છે.
[૬૦] ચિતે વ્યવહારતું ભૂતપ્રામાવિમેવતઃ |
जन्मादेश्च व्यवस्थातो मिथो नानात्वमात्मनाम् ॥१३॥ અનુવાદ : વ્યવહારનય પ્રાણી(ભૂત)ના સમૂહ વગેરે(ગ્રામાદિ)ના ભેદથી તથા જન્માદિની વ્યવસ્થાથી આત્માનું પરસ્પર (મિથો) વિવિધપણું (નાનાત્વ) માને છે.
વિશેષાર્થ : નિશ્ચયનયથી, સિદ્ધાન્તની દષ્ટિએ જોઈએ તો સર્વ જીવોમાં એકસરખો આત્મા રહેલો છે, પરંતુ સંસારના સર્વ જીવોનું વાસ્તવિક પૂલ, અવલોકન કરીએ તો તેમાં મુખ્ય બે ભેદ જોવા મળે છે. (૧) ભૂતગ્રામમાં એટલે પ્રાણીઓના સમૂહમાં કેટલા બધા ભેદો દેખાય છે. વળી એક જ જીવમાં પણ જન્મથી મૃત્યુ પર્યત પણ કેટલા બધા ભેદો જોવા મળે છે ! ચાર ગતિના જીવો (૧) મનુષ્ય, (૨) તિર્યંચ, (૩) દેવતા અને (૪) નારકીના જીવો છે. વળી પૃથ્વીકાય, અપકાય, વાઉકાય, તેઉકાય, વનસ્પતિકાય એ સ્થાવર જીવો અને ત્રસ જીવો એમ મળીને છકાયના જીવો છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય એમ પાંચ પ્રકારના જીવો છે. સ્ત્રી, પુરુષ અને નપુસંક એમ ત્રણ વેદ અનુસાર જીવો છે. વળી એકના એક જીવમાં પણ જન્માવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરે પ્રકારો જોવા મળે છે. વળી, નામકર્મ અનુસાર કાળાગોરા, ઊંચાનીચા વગેરે પ્રકારનું અપાર વૈવિધ્ય જગતના જીવોમાં જોવા મળે છે. જવલ્લે જ બે જીવ એકસરખા જોવા મળશે. .
આમ વ્યવહારનય પ્રમાણે તો વિવિધ પ્રકારના જીવો સંસારમાં જોવા મળે છે.
[૬૯૧] ૨ વૈગ્નિશ યુ ભૂતપ્રામો તોડરિત્ન: I
નામકર્મપ્રકૃતિન: માવો નાત્મનઃ પુન: ૨૪ અનુવાદ : તે (જીવોનું વિવિધપણું) નિશ્ચયનયને વિશે યુક્ત નથી, કારણ કે સમગ્ર (અખિલ) પ્રાણીસમૂહ(ભૂતગ્રામ)ની ભિન્નતા નામકર્મની પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ છે. તે આત્માનો સ્વભાવ જ નથી. ' વિશેષાર્થ : વ્યવહારનય પ્રમાણે સંસારના જીવોમાં એકેન્દ્રિયપણું, બેઈન્દ્રિયપણું વગેરે તથા દેવ, મનુષ્ય, તિર્યંચ વગેરે તથા જન્મ, મરણ, બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરેની દૃષ્ટિએ ઘણા પ્રકારના ભેદો જોવા મળે છે. કોઈપણ સમયે જગતના ભૂતગ્રામમાં એટલે પ્રાણીસમૂહમાં આ ભેદો જોવા મળે છે. વળી અનંત કાળની દૃષ્ટિએ એકનો એક આત્મા પ્રત્યેક જન્મે નવાં નવાં રૂપ ધારણ કરતો ભમે છે. પરંતુ વ્યવહારનયે માનેલા આ બધા ભેદો નિશ્ચયનયને માન્ય નથી. તે કહે છે કે સંસારમાં જીવોમાં જે વૈવિધ્ય દેખાય છે તે નામકર્મને કારણે છે. એ આત્માને કારણે નથી. એ આત્માનો સ્વભાવ નથી. બધા આત્મા આત્મસ્વરૂપે એકસરખા જ છે. આત્મામાં કોઈ ભેદ પડી શકે એમ નથી. તે સ્વભાવથી જ શુદ્ધ છે.
૩૯૯
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org