________________
અધ્યાત્મસાર
[૬૨] ગોડપિ નિયત: પરિમો દિ વર્માન્
न च कर्मकृतो भेदः स्यादात्मन्यविकारिणि ॥१५॥ અનુવાદ : જન્મ વગેરેના ભેદ નિશ્ચયથી તો કર્મનું જ પરિણામ છે. તથા કર્મકૃત ભેદ અવિકારી આત્માને હોઈ શકે નહિ.
વિશેષાર્થ : જીવોનાં જન્મ, જીવન અને મરણની ઘટના સંસારમાં પ્રતિક્ષણ ચાલ્યા જ કરે છે. જન્મમરણની ઘટના વસ્તુતઃ આયુષ્ય નામના કર્મ પ્રમાણે થાય છે. તેવી રીતે અન્ય કર્મોને કારણે સંસારમાં વિવિધતા દેખાય છે. પરંતુ કર્મને કારણે જણાતા આ બધા ભેદો તે આત્માના નથી. શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે આત્મા તો નિર્વિકાર છે. આત્માનો સ્વભાવ જ ત્રિકાળી ધ્રુવ છે. તે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. કર્મની સાથે આત્માની અભિન્નતા નથી. કર્મ આત્મામાં વિકાર કરાવી શકે નહિ. એટલે શુદ્ધ નિશ્ચયનયથી આત્મા એક છે, વિશુદ્ધ છે, અવિકારી છે. [૬૩] મારો વેવ« વર્મવૃત્તાં વિકૃતિમાત્મા
भ्रमन्ति भ्रष्टविज्ञाना भीमे संसारसागरे ॥१६॥ અનુવાદ : કેવળ કર્મકત વિકૃતિને આત્મા વિશે આરોપણ કરીને જ્ઞાનથી ભ્રષ્ટ થયેલાઓ ભયંકર (ભીમ) સંસારસાગરમાં ભ્રમણ કરે છે.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં બતાવ્યા પ્રમાણે વ્યવહારમાં ઇન્દ્રિયો, ગતિ, નામકર્મ તથા અન્ય કર્મોને કારણે જીવોના ભેદો જોવા મળે છે અને વ્યવહારનય આ બધા ભેદોને માટે કારણરૂપે આત્મામાં થતી કર્મકૃત વિકૃતિને માને છે. પરંતુ નિશ્ચયનય કહે છે કે કર્મકૃત વિકૃતિનું આત્મામાં આરોપણ કરવાનું યથાર્થ નથી. આત્મા તો વિશુદ્ધ છે. એટલે પુણ્યના ઉદયે ભૌતિક સુખસંપત્તિથી આત્માને આનંદ થાય છે અને પાપના ઉદયે આત્માને વેદના અને દુઃખ થાય છે એમ માનવું તે પણ યોગ્ય નથી. આ બધા કર્મકૃત વિકારો છે. આત્માનો સ્વભાવ તો ત્રિકાળ જ્ઞાનાનંદમય છે. પરંતુ અજ્ઞાનને કારણે, ભ્રષ્ટ જ્ઞાનને કારણે કર્મકૃત વિકૃતિનું આરોપણ આત્મામાં થાય છે. બધો દોષ કર્મને માથે નાખી દઈ આત્મવિશુદ્ધિ માટે પુરુષાર્થ ન કરનારા આવા અજ્ઞાનીઓ ભયંકર સંસારમાં ભમ્યા કરે છે. [૬૯] ઉપાધિમેણં મેટું વેજ્યજ્ઞ: ટિ યથા!
तथा कर्मकृतं भेदमात्मन्येवाभिमन्यते ॥१७॥ અનુવાદ : જેમ અજ્ઞાની માણસ ઉપાધિના ભેદથી ઉત્પન્ન થયેલા ભેદને સ્ફટિકને વિશે જાણે છે, તેમ કર્મકૃત ભેદને આત્માને વિશે માને છે.
વિશેષાર્થ : સંસારમાં જીવોનું અપાર વૈવિધ્ય જોવા મળે છે. દેવગતિ અને નરકગતિના જીવો નજરે જોવા મળતા નથી, પણ જે નજરે જોવા મળે છે તે તિર્યંચગતિના જીવોમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવોમાં ફળ, ફૂલ, માખી, મચ્છર, કૂતરાં, બિલાડાં, વાઘસિંહ, હાથીઘોડાં વગેરે કેટકેટલા ભેદો
૪૦૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org