________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
છે અને વળી મનુષ્યોમાં કાળા-ગોરા, ઊંચા-નીચા, બાળક-વૃદ્ધ, ડાહ્યા-ગાંડા વગેરે પણ કેટલા બધા ભેદો છે. પરંતુ આ બધા ભેદો ફક્ત બાહ્ય દૃષ્ટિએ દેખાય છે.
વસ્તુતઃ એ ભેદો કર્મને કારણે જ છે. પરંતુ એ બધા જીવોમાં રહેલો વિશુદ્ધ આત્મા તો એકસરખો જ છે. આ કર્મકૃત ભેદને અજ્ઞાની લોકો આત્માના ભેદ તરીકે જુએ છે, પણ હકીકતમાં તેમ નથી. અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે સ્ફટિકનો સ્વચ્છ પારદર્શક પથ્થર હોય, પરંતુ તેની પાસે લાલ, લીલા, પીળા રંગનાં ફૂલો અથવા એવા અન્ય કોઈ રંગીન પદાર્થ મૂકવામાં આવ્યા હોય તો રંગ પ્રમાણે જ અજ્ઞાની માણસ સ્ફટિકને રંગીન માની લે. પરંતુ પાસેનો રંગીન પદાર્થ ખસેડીને સ્ફટિક હાથમાં આપવામાં આવે તો એને ખાતરી થાય કે સ્ફટિક રંગીન નથી, પણ નિર્મળ છે. તેવી રીતે જેઓની પાસે વિશુદ્ધ આત્માને જોવાની તત્ત્વદષ્ટિ ન હોય તેઓને તો સંસારના જીવો જુદા જુદા ભાસવાના. વસ્તુતઃ એ અજ્ઞાન છે.
[૬૫] ૩પfધર્મનો નાતિ વ્યવહારર્વશર્મUT:
___इत्यागमवचो लुप्तमात्मवैरूप्यवादिना ॥१८॥ અનુવાદ : “ઉપાધિરૂપ કર્મથી ઉત્પન્ન થયેલો વ્યવહાર કર્મરહિત(આત્મા)ને હોતો નથી' એ આગમવચનનો લોપ આત્માની વિરૂપતામાં માનનારા કરે છે.
વિશેષાર્થ : શુદ્ધ નિશ્ચયનય અનુસાર અહીં કહેવામાં આવ્યું છે કે આત્મા અકર્મરૂપ છે. એટલે ઉપાધિરૂપ કર્મથી ઉત્પન્ન થતો વ્યવહાર આત્માને હોતો નથી. જ્ઞાનાવરણીયાદિ કર્મને લીધે ઉદ્ભવતો વ્યવહાર અથવા દેવ, મનુષ્ય, નારકી ઇત્યાદિનો વ્યવહાર અથવા બાહ્ય લક્ષણથી કરાતો વ્યવહાર જેમ કે આ તપસ્વી છે, આ મૂર્ખ છે, આ ચોર છે ઇત્યાદિ પ્રકારનો વ્યવહાર પણ આત્માને નથી, કારણ કે આત્મા કર્મનો કર્તા નથી અને ભોક્તા નથી. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તે માત્ર જ્ઞાતાદ્રષ્ટા છે. પુદ્ગલોમાં તે કોઈ ક્રિયા કરનાર નથી. કર્મપુદ્ગલોથી તે ભિન્ન છે. જેઓ આત્મા માટે માત્ર ઉપાધિરૂપ કર્મની દષ્ટિએ બોલે છે અર્થાત્ આત્મામાં કેવળ કર્યજનિત વ્યવહારની જ વાત કર્યા કરે છે અને એના શુદ્ધ સ્વરૂપને જોતા નથી તેઓ વિપરીતપણે બોલે છે. એથી આગમના વચનનો લોપ થાય છે, એમ શુદ્ધ નિશ્ચયનય કહે છે.
[૬૬] ક્ષેત્રસ્થિતોડબેતિ નાભી મૈTUન્દ્રિયમ્
तथाभव्यस्वभावत्वाच्छुद्धो धर्मास्तिकायवत् ॥१९॥ અનુવાદ : એક ક્ષેત્રમાં રહ્યા છતાં આત્મા ધર્માસ્તિકાયની જેમ શુદ્ધ રહેવાના તેના તથાભવ્યત્વ સ્વભાવને કારણે કર્મગુણો સાથે સંબંધવાળો થતો નથી.
વિશેષાર્થ : શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ અહીં વિચારણા કરવામાં આવી છે. આત્મા અને કર્મના પરમાણુઓ એક જ આકાશ પ્રદેશમાં રહેલા છે. કોઈપણ એક જીવનો વિચાર કરીએ તો એનો દેહ અને એનો આત્મા એક ક્ષેત્રાવગાહે રહ્યા હોવા છતાં જડ પુગલ પરમાણુઓનો બનેલો દેહ આત્મસ્વરૂપ
૪૦૧ For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org