________________
અધ્યાત્મસાર
બની નથી જતો તથા આત્મા જડસ્વરૂપ બની જતો નથી. એવી જ રીતે સમસ્ત સંસારમાં, ચૌદ રાજલોકમાં અનંતાઅનંત જીવો છે અને એટલા જ કાર્મણ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓ છે. બંને એક જ ક્ષેત્રમાં, એક જ આકાશ પ્રદેશમાં અડોઅડ રહેલા છે, છતાં આત્મા કર્મના ગુણવાળો બનતો નથી, એટલે કે કર્મનાં રૂપ, રસ વગેરે ધારણ કરતો નથી. આત્મા ઉપર કર્મની કોઈ અસર થતી નથી.
અહીં ધર્માસ્તિકાયની સાથે સરખામણી કરવામાં આવી છે.
છ દ્રવ્યોમાં ગતિસહાયક દ્રવ્ય ધર્માસ્તિકાય ચૌદ રાજલોકમાં વ્યાપેલું છે. તે સૂક્ષ્મ છે, અરૂપી છે. તે નજરે જોઈ શકાય એવું નથી. તેવી જ રીતે આ ચૌદ રાજલોકમાં કાર્મણ વર્ગણારૂપી પગલાસ્તિકાય દ્રવ્ય . વ્યાપેલું છે. પરંતુ તેની અસર ધર્માસ્તિકાય દ્રવ્ય ઉપર થતી નથી. પુદગલાસ્તિકાયની અડોઅડ રહેવા છતાં ધર્માસ્તિકાય દ્રવ્ય અશ કે મલિન થતું નથી. એવી જ રીતે ચૌદ રાજલોકમાં જીવાસ્તિકાય અને ધર્માસ્તિકાય એ બે દ્રવ્યો એક ક્ષેત્રે અડોઅડ રહેવા છતાં ધર્માસ્તિકાય જે અચેતન છે તે ચેતન બની જતું નથી અને જીવાસ્તિકાય જડ બની જતું નથી. દરેક દ્રવ્ય પોતાનો શુદ્ધ સ્વભાવ છોડતું નથી. એક દ્રવ્યની બીજા દ્રવ્ય પર કોઈ અસર પડતી નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરી શકતું નથી. [૬૯૭] યથા તૈમિરિશ્ચમવેદં ચ દ્વિધા
अनिश्चयकृतोन्मादस्तथात्मानमनेकधा ॥२०॥ અનુવાદ : જેમ નેત્રરોગવાળો (નૈમિરિક) એક જ ચન્દ્રને બે પ્રકારે (તરીકે) જાણે છે, તેમ અનિશ્ચયે કરેલા ઉન્માદવાળો એક જ આત્માને અનેક પ્રકારનો માને છે. ' વિશેષાર્થ : કર્મકૃત અવસ્થા ભેદે, જુદા જુદા આત્માને માનવાવાળાને અહીં નેત્રરોગી સાથે સરખાવવામાં આવ્યો છે. તિમિર એટલે અંધારું. તૈમિરિક એટલે કે જે માણસને આંખનો રોગ થયો હોય, આંખે ઝાંખું દેખાતું હોય છે. તેવા માણસને આકાશમાં એક જ ચન્દ્ર હોવા છતાં બે ચન્દ્ર દેખાય છે. (સારું દેખતો માણસ પણ આંખને અમુક રીતે દબાવી વિકૃત કરે તો તેને પણ બે ચન્દ્ર દેખાય છે.) એવા ભ્રમનું કારણ એનો રોગ છે, વિકૃતિ છે. તેવી રીતે વ્યવહારમાં પણ જેઓ અનિશ્ચય છે એટલે કે નિશ્ચયના અજ્ઞાનવાળા છે તેઓ એથી ઉત્પન્ન થયેલા ઉન્માદને કારણે એક જ આત્મા હોવા છતાં તેને અનેક પ્રકારનો માને છે. [૬૯૮] યથાનુભૂયતે હૈ સ્વરૂપસ્તિત્વમથાત્ |
सादृश्यास्तित्वमप्येकमविरुद्धं तथात्मनाम् ॥२१॥ અનુવાદ : આત્માના સ્વરૂપનું અસ્તિત્વ જેમ અન્વયથી એક જ અનુભવાય છે, તેમ | સાદેશ્યથી પણ આત્માનું અસ્તિત્વ એક અને અવિરુદ્ધ છે.
વિશેષાર્થ : આત્માના અસ્તિત્વનો અનુભવ આપણને કઈ રીતે થાય છે ? બે રીતે, સ્વરૂપથી અને સાદેશ્યથી. આત્માનું અસ્તિત્વ સ્વરૂપથી એક જ અનુભવાય છે, તેમ આત્માનું અસ્તિત્વ સાદૃશ્ય અર્થાત્ સરખાપણાથી પણ એક જ અનુભવાય છે.
આત્માના અસ્તિત્વનો વિચાર પહેલાં એના સ્વરૂપથી કરીએ. એક જ જીવ જુદી જુદી ગતિમાં જન્મ
૪૦૨
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org