________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
લે છે છતાં તે એક જ છે. તેવી રીતે એક જ દેહમાં જુદી જુદી અવસ્થા ધારણ કરે છે છતાં પણ આત્મા એક જ છે, બદલાતો નથી. એક જ જીવ મનુષ્યપણામાં ક્યારેક રાજા બને, ક્યારેક ભિખારી બને. એનો એ જ જીવ દેવગતિમાં એક વખત વ્યંતર દેવ બને. અને ફરી કોઈ વખત વૈમાનિક દેવ બને. એ જ જીવ નરક ગતિમાં જાય અને તિર્યંચ ગતિમાં પણ જાય. એ જીવ જુદી જુદી ગતિમાં જતો હોવા છતાં એનો આત્મા સ્વરૂપથી એનો એ જ છે. એવી જ રીતે મનુષ્ય ગતિમાં એ જીવ બાળક તરીકે જન્મે છે, પછી યૌવનમાં આવે છે અને ત્યાર પછી વૃદ્ધાવસ્થામાં આવે છે, તો પણ સ્વરૂપથી એ આત્મા એનો એ જ છે.
આમ જીવ સંસારના પરિભ્રમણમાં વિવિધ પ્રકારના દેહ ધારણ કરતો હોવા છતાં અને એના દેહમાં ફેરફારો થતા હોવા છતાં સ્વરૂપથી આત્માનું અસ્તિત્વ એક જ છે.
હવે સાદયથી એટલે સરખાપણાથી આત્માના અસ્તિત્વનો વિચાર કરીએ. ઉદાહરણ તરીકે પિતાના દેહમાં રહેલો આત્મા અને પુત્રના દેહમાં રહેલો આત્મા બંને આત્મદ્રવ્યની દષ્ટિએ એકસરખા જ છે. બંનેના બાહ્ય આકાર, બાહ્ય જીવન જુદાં જુદાં હોવા છતાં બંનેના આત્મા એક જ સરખા છે. તેવી રીતે એક જીવ મનુષ્ય હોય, એક નરકગતિનો, દેવગતિનો કે તિર્યંચગતિનો હોય, સંસારના બધા જીવોમાં રહેલો આત્મા એકસરખો જ છે. એમાં સાદૃશ્ય રહેલું છે. આત્મદ્રવ્યની દૃષ્ટિએ કીડી અને કુંજરમાં રહેલા આત્મામાં કશું જ ન્યૂનાધિક નથી. આ વાત યથાર્થ અને અવિરુદ્ધ છે અર્થાતુ બધા આત્માઓ પણ એક જ છે. આ વાતનું કોઈપણ રીતે ખંડન થઈ શકે એમ નથી.
[૬૯] સદાપિશુનાત્ સંશોથ વ્યવહારતઃ |
दर्शयत्येकतारत्नं सतां शुद्धनयः सुहृत् ॥२२॥ અનુવાદ : સતુ-અસતુ રૂપી વાદને જણાવતા ચાડિયા(પિશુન)રૂપી વ્યવહારનયથી રક્ષણ કરીને શુદ્ધ નયરૂપી મિત્ર સત્પરષોને એકતારૂપી રત્ન બતાવે છે.
વિશેષાર્થ : શુદ્ધ નિશ્ચયનય અને વ્યવહારનય વચ્ચેનો ફરક અહીં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. એ તો સ્પષ્ટ છે કે જીવે છેવટે વ્યવહારનય છોડીને શુદ્ધ નિશ્ચયનયનો જ આશ્રય લેવો પડશે. શુદ્ધ નિશ્ચયનય માટે અહીં મિત્રનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે અને વ્યવહારનય માટે અમુક અપેક્ષાએ પિશુન અથવા દુષ્ટ ચાડિયાનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. મિત્ર હમેશાં સાચી સલાહ આપે અને ચાડિયો ઘડીકમાં એક પ્રકારનું બોલે અને ઘડીકમાં બીજા પ્રકારનું. તે મોઢે વખાણ કરે અને પાછળથી નિંદા કરે. શુદ્ધ નિશ્ચયનય આત્માના, કર્મકૃત ભેદરહિત, વિશુદ્ધ સ્વરૂપનું દર્શન કરાવે છે. વ્યવહારનય સંસારમાં જોવા મળતા કર્મકૃત ભેદોનું દર્શન કરાવે છે. તે નિત્ય અને અનિત્યની, એક અને અનેકની, સૂક્ષ્મ અને બાદરની, કથંચિત્ સત્ અને કથંચિત્ અસતની વાતો કરે છે. શુદ્ધ નિશ્ચયનય આવા ભેદભેદમાં, સદ્અસના કથનમાં પડતો નથી. તે સર્વ જીવોની એકતા બતાવે છે. વ્યવહારનય પ્રમાણે જીવને રાગદ્વેષની પરિણતિ થાય છે. શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે જીવને રાગદ્વેષની પરિણતિ થતી નથી. નિશ્ચયનય સર્વ આત્માઓની એકતારૂપી મૂલ્યવાન રત્ન સત્પુરુષોને આપે છે. તેથી તે સાચો મિત્ર છે.
૪૦૩ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org