________________
અધ્યાત્મસાર
તે સાધુનું મૂલ્ય આંકે છે. સાધુ હોય છતાં વ્રતોનું પાલન ન કરતા હોય, પ્રમાદ અને શિથિલતા એમના જીવનમાં દેખાતાં હોય તો કહેશે કે ‘આ સાધુ છે, પણ માત્ર વેશધારી સાધુ છે.’ અથવા સારા સાધુને જોઈને કહેશે કે ‘આ સાધુ છે અને તે પોતાના આચારોનું બરાબર પાલન કરે છે,' પરંતુ જેઓ પ્રાજ્ઞ છે તેઓ તો સાધુના વેશ અને આચારોના પાલન ઉપરાંત એની આંતરપરિણતિ કેવી છે તેનો પણ વિચાર કરશે. સાધુ હોય અને બાહ્ય આચારનું પાલન બરાબર હોય છતાં એમને આગમતત્ત્વનો બોધ કેવો પરિણમ્યો છે તેનો પણ તેઓ વિચાર કરશે. કેટલાક મિથ્યાત્વી સાધુ-સંન્યાસીઓ વેશધારી હોય, યમનિયમનું પાલન બરાબર કરતા હોય, લોકોમાં પૂજનીય ગણાતા હોય, પરંતુ સત્ શાસ્ત્રનો બોધ તેઓ પામ્યા ન હોય તો એ વાતની પ્રતીતિ પ્રાજ્ઞ પુરુષોને થઈ જાય છે. જેમ સુવર્ણની કસોટી બાળકો કરી શકતાં નથી, પણ જાણકાર સોનીઓ કસ, છેદ અને તાપ વડે સુવર્ણની પરીક્ષા કરી લે છે તેમ પ્રાજ્ઞ પુરુષો પણ વેશ ધારણ કરેલા સાધુઓ આગમતત્ત્વની જાણકારી અને આત્માની અનુભૂતિ કેવી ધરાવે છે તે વિવિધ કસોટી દ્વારા તરત જ સમજી લે છે. એવી પરીક્ષામાંથી પસાર થનાર સાધુ જ પોતાના બાહ્ય વેશને શોભાવે છે એમ તેઓ સમજે છે.
[૯૨૬] નિશ્ચિત્યાામતત્ત્વ તસ્માપુસ્પૃષ્ય તોસંજ્ઞાં ચ।
श्रद्धाविवेकसारं यतितव्यं योगिना नित्यम् ॥३८॥
અનુવાદ : એટલા માટે આગમતત્ત્વનો નિશ્ચય કરીને તથા લોક્સંજ્ઞાનો ત્યાગ કરીને યોગીઓએ હમેશાં શ્રદ્ધા અને વિવેકપૂર્ણ યત્ન કરવો જોઈએ.
વિશેષાર્થ : સાધક યોગીઓને અહીં એક યોગ્ય ભલામણ કરવામાં આવી છે. સાધનાના માર્ગમાં આગમતત્ત્વની દૃષ્ટિએ, મોક્ષમાર્ગની દૃષ્ટિએ અને લોકજીવનની દૃષ્ટિએ કેટલીક વાર મૂંઝવનારા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. લોકો એકંદરે બહિર્મુખ હોય છે. કેટલાક લોકોની ધર્મક્રિયામાં, સાંસારિક ધ્યેય અને ધર્મનિષ્ઠાની સેળભેળ હોય છે. ગૃહજીવનનો ત્યાગ કરી, વ્રતો સ્વીકારી આરાધના કરનારા યોગીઓનું એક ધ્યેય હોય છે અને વેપાર વગેરેમાં પાડેલા, આજીવિકા અને સામાજિક પ્રતિષ્ઠા પાછળ દોડનારા ઘણાખરા સામાન્ય ગૃહસ્થોના જીવનમાં રહેલી ધર્મક્રિયાનું ધ્યેય જુદા પ્રકારનું હોય છે. એકંદરે સાધક યોગીઓ કરતાં ગૃહસ્થો બહુમતીમાં હોય છે. એટલે ધર્મક્રિયાની બાબતમાં મહાત્માઓ ક્યારેક અપવાદરૂપ સંજોગોમાં ગૃહસ્થ નેતાઓની દોરવણીથી દોરવાઈ જાય એવું જોખમ રહલું હોય છે. સાધક યોગીઓએ હમેશાં લોકસંજ્ઞાનો ત્યાગ કરવો જોઈએ. તેઓએ લોકોની ટીકાનિંદાની પરવા ન કરતાં પોતાને જે યોગ્ય લાગે તે જ અભિપ્રાયમાં કે નિર્ણયમાં મક્કમ રહેવું જોઈએ. પોતાનો અભિપ્રાય સાચો છે કે નહિ તે ચકાસવા માટે તેઓએ આગમગ્રંથોનો આધાર લેવો જોઈએ અને તેના તત્ત્વોનો બરાબર નિશ્વય કરવો જોઈએ. તેઓએ હમેશાં તેમાં જ પૂરેપૂરી શ્રદ્ધા રાખવી જોઈએ અને વિવેકપૂર્વક નિર્ણય લેવો જોઈએ.
[૯૨૭] નિંદ્યો ન જોવ તો પાપિøપિ મસ્થિતિશ્ચિન્ત્યા ।
पूज्या गुणगरिमाढ्या धार्यो रागो गुणलवेऽपि ॥३९॥
અનુવાદ : લોકમાં કોઈની નિંદા ન કરવી, પાપી વિશે પણ ભવસ્થિતિ ચિંતવવી, ગુણોના ગૌરવથી ભરેલાને પૂજનીય માનવા, ગુણોની અલ્પતાવાળા પ્રત્યે પણ રાગ (પ્રેમ) ધારણ કરવો.
Jain Education International2010_05
૫૩૦
For Private & Personal Use Only
www.jainelibrary.org