________________
પ્રબંધ સાતમો, અધિકાર વીસમો : અનુભવ અધિકાર
[૯૨૪] . લોણુ વહિવ્રુદ્ધિયુ વિશોપાનાં વદિયિામુ રતિઃ ।
श्रद्धां विना न चैताः सतां प्रमाणं यतोऽभिहितम् ॥३६॥
અનુવાદ : બાહ્ય બુદ્ધિવાળા લોકોમાં વિદૂષકોની (દાંભિકોની) બાહ્ય ક્રિયામાં રતિ હોય છે. સત્પુરુષોને એ (બાહ્ય ક્રિયાઓ) શ્રદ્ધા વિના પ્રમાણરૂપ નથી, કારણ કે (શાસ્ત્રમાં) એ વિશે (નીચે પ્રમાણે) કહ્યું છે.
વિશેષાર્થ : સંસારમાં કેટલાયે લોકો બાહ્યબુદ્ધિવાળા, બાળક જેવા હોય છે. તેઓને કેટલીક આકર્ષક બાહ્ય ચેષ્ટાઓ જોઈને તેમાં રસ પડે છે અને તેના તરફ તે પ્રીતિ ધરાવવા લાગે છે. નાટકમાં જેમ વિદૂષકો કે ભવાઈ કરનાર (વિગોપક) લોકોની અતિશયોક્તિભરેલી, હસાવનારી કે ચમત્કારિક ઘટનાઓ બતાવનારી ક્રિયાઓમાં સામાન્ય લોકોને તરત રસ પડે છે, એવી રીતે ધર્મના ક્ષેત્રે પણ એવી ક્રિયાઓ થાય છે. પરંતુ એ ક્રિયા કરનારાઓને ધર્મમાં સાચી શ્રદ્ધા નથી હોતી. આવી શ્રદ્ધાવિહીન ક્રિયાઓને મહાત્માઓએ પ્રમાણભૂત માની નથી. એટલે તે મોક્ષના સાધનરૂપ બનતી નથી. એ વિશે શ્રી હરિભદ્રસૂરિએ ષોડશક પ્રકરણમાં પ્રકાશ પાડ્યો છે. એ વિશેનો એમનો શ્લોક હવે અહીં ગ્રંથકારશ્રીએ ટાંક્યો છે.
[૯૨૫] વાત: પતિ નિાં મધ્યમવુદ્ધિવિદ્યાયતિ વૃત્તમ્।
आगमतत्त्वं तु बुधः परीक्षते सर्वयत्नेन ॥३७॥
અનુવાદ : બાળક લિંગ(લક્ષણ)ને જુએ છે, મધ્યમ બુદ્ધિવાળો આચરણ(વૃત્ત)નો વિચાર કરે છે, પરંતુ જ્ઞાની તો સર્વ પ્રયત્ન વડે આગમતત્ત્વની પરીક્ષા કરે છે.
વિશેષાર્થ : આ શ્લોક શ્રી હરિભદ્રસૂરિનો છે. સાધુ સંન્યાસીઓ, સત્પુરુષો વગેરેના વિષયમાં બધાનો અનુભવ એકસરખો હોતો નથી. બીજા માણસની પરીક્ષા બધા એકસરખી રીતે કરી શકતા નથી અને તેથી જ દરેકનો અભિપ્રાય જુદો જુદો હોઈ શકે છે. કેટલાક વિચક્ષણ માણસો સામી વ્યક્તિને જોતાંની સાથે જ પારખી લે છે અને કેટલાકને પારખતાં ઘણી વાર લાગે છે. કેટલાક તેમાં ભૂલથાપ ખાઈ જાય છે. જેમ ચહેરાના હાવભાવ અને બાહ્ય વર્તન છેતરામણાં હોય છે તેમ વેષ પણ છેતરામણો હોય છે. જૂના વખતમાં લોકોને નવાઈ પમાડવા માટે રોજ જુદો જુદો વેશ ધારણ કરી ગામમાં નીકળવાનો વ્યવસાય કરીને નજીવી કમાણી કરનાર માણસો ‘બહુરૂપી’ તરીકે ઓળખાતા. બહુરૂપી રાજાનો કે ભિખારીનો, શિકારી કે મદારીનો વેશ ધારણ કરીને નીકળે તો એ વેશ અને હાવભાવ એવાં આબેહૂબ હોય કે બાળકો એને સાચાં માની લેતાં, પણ મોટાં સ્રીપુરુષો સમજી જતાં કે એ બહુરૂપી છે. આ તો નાટકીય રીતે ધારણ કરેલા વેશની વાત છે. એને બાળકો સાચો માની લે છે. પરંતુ જે ખરેખર દીક્ષા લઈને સાધુનો વેષ ધારણ કરનારા છે એની બાબતમાં શું સમજવું ? બાળકો સાધુનો વેષ ધારણ કર્યો છે એટલે એ સાધુ છે એમ જ માની લેવાના. પણ જેમણે સાધુનો વેશ ધારણ કર્યો હોય એ બધાંની સાધુતા એકસરખી હોવાની ? કદી નહિ. બાળક અથવા બાળબુદ્ધિવાળા માત્ર બાહ્ય વેશથી જ પરીક્ષા કરવાની પરિમિત શક્તિ ધરાવે છે. પરંતુ જેઓ બાળક નથી એવા મધ્યમ કક્ષાના માણસો તો સાથે સાથે એ પણ જોવાના કે સાધુના વેશ સાથે એમનો આચાર પણ કેવો છે. સાધુ હોય અને તે પોતાના વ્રતનિયમ તથા ખાનપાન અને અન્ય આચારોનું પાલન કેવી રીતે કરે છે તેને આધારે
Jain Education International2010_05
૫૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org