________________
અધ્યાત્મસાર
શકે તેટલું કરવું અને ન થાય, ન થઈ શકે તે કરવાની નિષ્ઠાપૂર્વક સતત ભાવના-અભિલાષા રાખવી એમાં ચિત્તની પ્રામાણિકતા, સરળતા અને નિર્મળતા રહેલી છે.
[૯૨૨] મિત્તે શુભાનુબંધ: જ્યારમી શુદ્ધપક્ષÆ ।
अहितो विपर्ययः पुनरित्यनुभवसंगतः पन्थाः ॥३४॥
અનુવાદ : શક્યનો આરંભ અને શુદ્ધનો પક્ષ એ બે અહીં શુભાનુબંધરૂપ છે તથા એનાથી વિપરીત તે અહિતકર છે. આ અનુભવસંગત પંથ છે.
વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં ગ્રંથકર્તા મહર્ષિ આ શ્લોકમાં કહે છે કે મોક્ષમાર્ગમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહેવું હોય તો પહેલાં તો એ માટેનું ધ્યેય ચૂકવું ન જોઈએ અને યથાશક્તિ તે માટે આરંભ કરી દેવો જોઈએ. જેમ સાંસારિક પ્રવૃત્તિઓમાં ધ્યેય હાંસલ કરવું હોય તો એને લક્ષમાં રાખી, પ્રમાદ છોડી, શક્તિ હોય તે પ્રમાણે પ્રયાસ કરતા રહેવું જોઈએ, તેમ જિશાસનમાં, માક્ષમાર્ગમાં પણ આગળ વધવા માટે આરંભ દશામાં બે વાત શુભાનુબંધરૂપ એટલે કે શુભ કર્મના અનુબંધરૂપ છે. જીવે પોતાની શક્તિ અનુસાર જે યોગ્ય અને શક્ય હોય તેનો આરંભ કરી દેવો જોઈએ અને હાલ જે અશક્ય જણાય તેમાં શુદ્ધ પક્ષનો, સાચા સિદ્ધાન્તનો, નિશ્ચય માર્ગનો સ્વીકાર કરી લેવો જોઈએ. એમ કરવાથી જીવ અવળા માર્ગે ચાલ્યો જતો અટકે છે. જેઓ ઉપદેશક હોય અને અંતિમ લક્ષ્ય સુધી પહોંચ્યા ન હોય તેઓએ પણ ઉપદેશ તો એ શુદ્ધ પક્ષનો જ આપવો જોઈએ. જેઓ આનાથી વિપરીત માર્ગ અપનાવે છે તેઓ પોતાની જાતનું અહિત કરે છે. જો તેઓ ઉપદેશક હોય તો બીજાનું પણ અહિત કરે છે.
મોક્ષમાર્ગમાં આગળ વધવા માટેની આ ચાવી છે. શ્રદ્ધા અને અનુભવ વડે આ માર્ગ પ્રાપ્ત થાય છે. સાધકને માટે અહીં જે ભલામણ કરવામાં આવી છે તે અનુભવસિદ્ધ છે.
[૯૨૩] યે ત્વનુમવાવિનિશ્ચિતમ શ્ચારિત્રપરિગતિષ્ઠા: । बाह्याक्रियया चरणाभिमानिनो ज्ञानिनोऽपि न ते ॥ ३५ ॥
અનુવાદ : જેઓ અનુભવથી માર્ગનો વિનિશ્ચય ન કરી શક્યા હોવાને કારણે ચારિત્રના પરિણામથી ભ્રષ્ટ થયા છે અને બાહ્ય ક્રિયા વડે ચારિત્રના અભિમાનવાળા છે તેઓ જ્ઞાની પણ નથી.
વિશેષાર્થ : અહીં આત્માના અનુભવની મુખ્યતા દર્શાવવામાં આવી છે. જેઓએ સ્વાનુભવ વડે અધ્યાત્મમાર્ગનો, મોક્ષમાર્ગનો સુનિશ્ચય કર્યો નથી એટલે કે ભવસાગર તરવાના સાચા ઉપાયોની આરાધના કરી નથી, એવા માણસો ચારિત્રના પરિણામથી પણ ભ્રષ્ટ થયા હોય છે. તેઓ કેટલીક ધાર્મિક ક્રિયાઓ માત્ર બાહ્ય દૃષ્ટિથી જ, એનો મર્મ સમજ્યા વગર ચુસ્તપણે કરતા હોય છે અને પોતે માટા સંયમી છે એવું અભિમાન ધરાવતા હોય છે, પરંતુ વસ્તુતઃ તેઓ સ્વાનુભવના અભાવને કારણે સાચા સંયમી નથી અને સાચા જ્ઞાની પણ નથી. આત્માનુભવ વિના સાચા જ્ઞાની થઈ શકાતું નથી.
Jain Education International2010_05
૫૨૮
For Private & Personal Use Only
www.jainelibrary.org