________________
પ્રબંધ સાતમો, અધિકાર વીસમો અનુભવ અધિકાર
વિશેષાર્થ : યોગી મહાત્માઓ જગતમાં કાઈની નિંદા કરે જ નહિ; કરવી પણ ન જોઈએ. વસ્તુતઃ સાચા જ્ઞાનીઓનો નિંદા કરવાનો સ્વભાવ જ નથી હોતો. આ જગતના જીવો ગુણદોષોથી ભરેલા છે. દરેકમાં કોઈક ને કોઈક દોષ જણાવાનો સંભવ છે. બીજાના દોષો જોવા અને તે માટે તેઓની ટીકા-નિંદા કરવી એ સામાન્ય માણસનું લક્ષણ છે. માણસમાં પોતાનામાં દોષો રહેલા છે. એટલે બીજામાં પણ તેવા દોષો જો એને જોવા મળે તો પોતે બહુ ઊતરતી કક્ષાનો નથી એમ સમજી તે રાજી થાય છે. બીજાના દોષો કહેવા તરફ કે છતા કરવા તરફ એનું લક્ષ રહે છે. આમ સમાજમાં ગુણપ્રશંસાની જેટલી પ્રવૃત્તિ થાય છે એના કરતાં દોષકથનની એટલે કે નિંદાની પ્રવૃત્તિ વિશેષ થાય છે. નિંદારસ કેટલાકને બહુ પ્રિય રસ થઈ પડે છે. પરંતુ જે જ્ઞાની પુરુષો છે, જે સાધકો છે તેઓને નિંદાની પ્રવૃત્તિમાં રસ પડતો નથી. રસ પડવો પણ ન જોઈએ. તોષવારે મૌન એ એમની સ્વાભાવિક પ્રકૃતિ બની રહેવી જોઈએ.
આ સંસારમાં પાપાચરણ કરનારા લોકો અનેક રહેવાના. ખૂન, ચોરી, છેતરપિંડી, લૂંટફાટ, બળાત્કાર, વ્યભિચાર, જુગાર, મદ્યપાન, શિકાર ઇત્યાદિ અનેક પ્રકારનાં પાપો થતાં રહે છે. દેખીતું છે કે સામાન્ય માણસોને એવા પાપી લોકો પ્રત્યે ધિક્કાર થાય. પરંતુ જેઓ તત્ત્વચિંતક છે, જ્ઞાની છે, સંસારના સ્વરૂપને સમજવાવાળા છે તેઓએ તો એમાં કર્મવિપાકનો, ભવસ્થિતિનો જ વિચાર કરી એવા પાપી લોકો પ્રત્યે તિરસ્કાર કે ધિક્કારનો ભાવ ન ધરાવતાં મધ્યસ્થ દષ્ટિ રાખવી જોઈએ. દરેક જીવે મોડું કે વહેલું, આ ભવમાં કે અન્ય ભવમાં પોતાનાં દુષ્કૃત્યોનું, પાપકર્મોનું ફળ ભોગવવાનું જ છે એવી શ્રદ્ધામાં દઢતા રહેવી જોઈએ. સંસારમાં જે કંઈ બને છે તે એના નિયમ અને ક્રમ અનુસાર જ બને છે એવી આંતરપ્રતીતિ હોવી જોઈએ.
જગતમાં સામાન્ય લોકોમાં ગુણપ્રશંસા જોવા મળે છે, તેમ ગુણષ પણ જોવા મળે છે. સ્વાર્થ, અભિમાન, સરસાઈ, ઈર્ષા, વૈરબુદ્ધિ વગેરેને લીધે કેટલાક માણસોમાં બીજાના ગુણનો સ્વીકાર કરવાનો જ્યાં ભાવ નથી આવતો, ત્યાં ગુણોની અનુમોદનાની તો વાત જ ક્યાંથી થાય ? પણ જ્ઞાનીનું એ લક્ષણ છે કે તે ગુણોની અનુમોદના કરે છે અને ગુણવાન વ્યક્તિ પ્રત્યે આદરભાવ ધરાવે છે. જે ગુણ પોતાનામાં ન હોય, ન આવી શકતો હોય એ ગુણ અન્યમાં હોય તો એવી વ્યક્તિઓ પ્રત્યે પૂજયભાવ થવો જોઈએ, કારણ કે પોતાના કરતાં તેઓ ઘણા બધા આગળ નીકળી ગયા છે. ગુણવાન પ્રત્યે પૂજ્યભાવ એ તત્ત્વવેત્તાનું લક્ષણ છે, એટલું જ નહિ, આભૂષણ પણ છે.
ગુણસંપન્ન વ્યક્તિ પ્રત્યે અહોભાવ, આદરભાવ થાય એ સમજી શકાય એવી વાત છે. પરંતુ ઘણા દોષવાળી વ્યક્તિમાં એકાદ નાનો સરખો ગુણ કે ગુણનો અંશ દેખાય તો તેનો પણ સ્વીકાર કરવો ઘટે. એટલા અલ્પાંશ ગુણ માટે પણ પ્રીતિ જન્મવી જોઈએ. એવી પ્રીતિથી અને પ્રમોદભાવથી એ વ્યક્તિના એ ગુણથી વૃદ્ધિ થવા સંભવ છે. વળી એથી એના દોષો પ્રત્યેની માધ્યસ્થ દષ્ટિ પણ સ્થિર થાય છે અને તિરસ્કારનો ભાવ ઘટે છે. મરેલી કૂતરીના શબની દુર્ગધનો વિચાર ન કરતાં એના શ્વેત દાંતની પ્રશંસા શ્રીકૃષ્ણ કરી હતી એ ગુણાનુરાગના પ્રસંગનું સ્મરણ કરવું જોઈએ. [૯૨૮] પ્રદિાં હિતમપિ વીતાવાત્કાઠુિર્બનસ્થ ન હૈધ્યમ્
त्यक्त्तव्या च पराशा पाशा इव संगमा ज्ञेयाः ॥४०॥ અનુવાદ : બાળક પાસેથી પણ હિતવચન ગ્રહણ કરવું, દુર્જનના પ્રલાપથી દ્વેષ ન કરવો, પારકી આશાનો ત્યાગ કરવો અને સંયોગો પાશ (બંધન) જેવા જાણવા.
૫૩૧ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org