________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
વિશેષાર્થ : ઉપપ્લવ એટલે આપત્તિ, દુર્દશા, ભ્રાન્તિ. અનુપમ્પ્લવ એટલે અભ્રાન્ત દશા, એટલે કે તત્ત્વનું રાગાદિરહિત યથાર્થ દર્શન. સંતતિ એટલે સાતત્ય અથવા ધારા. સભાગ સંતતિ એટલે આત્માના શુદ્ધ સ્વભાવની ધારા. વિભાગ સંતતિ એટલે વિભાવદશાની ધારા, એટલે કે સાંસારિક પદાર્થો માટેની આસક્તિની ધારા અથવા ક્રોધાદિ કષાયોની ધારા.
આત્માના શુદ્ધ સ્વભાવના જનન એટલે ઉત્પાદન અથવા પ્રગટીકરણ માટે બે મુખ્ય વસ્તુઓની આવશ્યકતા અહીં બતાવવામાં આવી છે. એક તે બ્રાન્ત દશા દૂર થવી અને અબ્રાન્ત દશાનું સામ્રાજય ચારે બાજુ પ્રસરી જવું. બીજું તે આત્માની વિભાવ દશાની ધારાનો, રાગદ્વેષની ધારાનો સારી રીતે ક્ષય થવો. આમ જયારે થાય ત્યારે આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રકાશિત થાય છે. રાગદ્વેષની ધારાનો ઉત્તરોત્તર જેમ જેમ ક્ષય થતો જાય તેમ તેમ ચિત્તની વિશુદ્ધિ થતી જાય છે અને શુદ્ધ સ્વભાવ પ્રગટવા લાગે છે.
[૭૬૦] ચિત્તમેવ દિ સંસારને રાત્રિ વર્તેશવાસિતમ્ |
तदेव तैर्विनिर्मुक्तं भवान्त इति कथ्यते ॥८३॥ અનુવાદ : રાગાદિ કલેશથી વાસિત ચિત્ત જ સંસાર છે. તેનાથી વિમુક્ત થયેલું તે (ચિત્ત) જ ભવાન્ત (અર્થા-મોક્ષ) કહેવાય છે.
વિશેષાર્થ : આત્માને સંસારમાં જકડી રાખનાર તે રાગ અને દ્વેષરૂપી ક્લેશ છે. રાગદ્વેષ રૂપી ફ્લેશથી વાસિત થયેલા ચિત્તથી આત્માનો શુદ્ધ સ્વભાવ આવરાય છે. એટલે જ્યાં સુધી રાગદ્વેષ છે ત્યાં સુધી સંસારમાં ભવભ્રમણ ચાલ્યા જ કરવાનું. જીવ જેમ જેમ પુરુષાર્થ કરીને પોતાના ચિત્તમાંથી રાગદ્વેષને દૂર કરે તેમ તેમ આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ થતો જાય અને એમ કરતાં આત્મા જયારે રાગદ્વેષથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય ત્યારે એના ભવનો અંત આવે, એટલે કે મોક્ષગતિ પ્રાપ્ત થાય. [૭૬૧] યશ ચિત્તક્ષ: વિનો નાસીવીત્મા વિશેષતઃ |
अनन्य विकृतं रूपमित्यन्वर्थं ह्यदः पदम् ॥८४॥ અનુવાદ : જે ચિત્તક્ષણ ક્લિષ્ટ છે તે વિરોધને લીધે આત્મા નથી, કારણ કે અન્યથી વિકૃત ન થયેલું રૂપ એવા અન્વર્થવાળું આ પદ (“આત્મા' પદ) છે.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું કે જે રાગાદિ ક્લેશથી વાસિત થયેલું ચિત્ત તે સંસાર અને ક્લેશમુક્ત ચિત્ત તે મોક્ષ. એ વિશે વધુ સ્પષ્ટતા કરતાં શબ્દનય એમ કહે છે કે ક્લિષ્ટ ચિત્તક્ષણ તે આત્મા નથી. અન્યથી વિકૃત થયેલું નહિ એવું જે શુદ્ધ, ક્લેશમુક્ત ચિત્ત તે જ આત્મા. બીજાને માટે અમે “આત્મા’ શબ્દ પ્રયોજવા જ તૈયાર નથી, કારણ કે શુદ્ધાત્મામાં કોઈ વિકૃતિ હોતી નથી. જે દેહધારી ક્લિષ્ટ ચિત્તવાળા છે એને અમે “આત્મા’ કહેવા જ તૈયાર નથી. આત્મા શબ્દનો અન્વર્થ જ એ પ્રમાણે છે. “આત્મા’ અને તે પણ ક્લેશવાળો હોય એમ કહેવું એ તો એ શબ્દમાં જ વિરોધ છે. આત્મા અને કલેશ એ બે શબ્દો પરસ્પર જ વિરોધી છે. “અશુદ્ધ' એવું વિશેષણ આત્મા શબ્દને માટે યોગ્ય જ નથી.
૪૩૭ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org