________________
અધ્યાત્મસાર
શુદ્ધ નિશ્ચયનય આત્માને પોતાના ચિદાનંદરૂપ સ્વરૂપનો અને અશુદ્ધ નિશ્ચયનય આત્માને સુખદુ:ખાદિનો ભોક્તા માને છે. પણ તે બંને નય આત્મા કર્મોનો ભોક્તા છે અથવા સ્થલ પદાર્થોનો ભોક્તા છે એમ માનતા નથી, કારણ કે આત્મદ્રવ્ય અને કર્મપુદ્ગલો બંને ભિન્ન દ્રવ્ય છે અને બંને દ્રવ્યો વચ્ચે તાદાસ્યભાવ નથી.
વ્યવહારનય વર્તમાન વાસ્તવિક પરિસ્થિતિનો અને સંયોગોનો સ્વીકાર કરે છે. જીવ કર્મ બાંધે છે અને કર્મયુગલોને કારણે તે સુખદુઃખનો અનુભવ કરે છે એમ તે સ્વીકારે છે. “હું કર્મો ભોગવું છું.' ઇત્યાદિ વચનો તે કહે છે. નિરુપચરિત અસભૂત વ્યવહારનય પ્રમાણે આત્મા કર્મોનો ભોક્તા છે અને ઉપચરિત અસદૂભૂત વ્યવહારનય પ્રમાણે આત્મા દેહ દ્વારા ભોગવાતા સ્થૂલ પદાર્થોનો પણ ભોક્તા છે એટલે આત્મા પુષ્પમાળાનો ભોક્તા છે એમ કહેવાય છે. “હું ખાઉં છું', “હું નાટક જોઉં છું', ‘હું સંગીત સાંભળું છું' વગેરે કથન આ નય પ્રમાણે થાય છે.
આ વ્યવહારનયથી જ નિગમ વગેરે અન્ય નયોની વ્યવસ્થા સમજી લેવાય છે. [૭૫૮] વર્તાપ શુદ્ધમાવાનામાત્મા શુદ્ધનાવિમુ.
प्रतीत्य वृत्तिं यच्छुद्धक्षणानामेष मन्यते ॥८१॥ અનુવાદ : શુદ્ધ નયથી વિભુ એવો આત્મા શુદ્ધ ભાવોનો કર્તા પણ છે, કારણ કે આ (શુદ્ધ નય) શુદ્ધ ક્ષણોની વૃત્તિ(સ્થિતિ)ને (આત્માના કારણે) થનારી માને છે. ' વિશેષાર્થ : આગળના શ્લોકમાં કહ્યું કે શુદ્ધ નિશ્ચયનયથી આત્મા પોતાના ચિદાનંદ ભાવોનો ભોક્તા છે અને અશુદ્ધ નિશ્ચયનયથી તે સુખદુઃખોનો ભોક્તા છે. આમ આત્માનું ભોખ્તત્વ બતાવ્યું. હવે આ શ્લોકમાં નિશ્ચયનયની દૃષ્ટિએ આત્માનું કર્તુત્વ પણ બતાવવામાં આવ્યું છે.
નિશ્ચયનય પ્રમાણે આત્મા વિભુ અથવા પ્રભુ છે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે ને કાયા ! એટલે કે આત્મા એક છે. એટલે આત્મદ્રવ્યની દૃષ્ટિએ બધા આત્મા સમાન છે, એકરૂપ છે. એટલે એક અપેક્ષાએ કહેવાય કે સમસ્ત વિશ્વમાં, ચૌદરાજ લોકમાં રહેલા આત્માઓ માત્ર એક જ આત્મા છે, સમાન આત્મસ્વરૂપ છે. એ આત્મા વિષ્ણુ અથવા પ્રભુ છે.
એક અપેક્ષાએ નિશ્ચયનય પર્યાયાર્થિક નય છે. તે પર્યાયને આશ્રયીને વિચાર કરે છે. પર્યાય પ્રતિક્ષણ ઉત્પાદ-વ્યયશીલ છે. શુદ્ધ આત્મદ્રવ્ય પ્રતિક્ષણ શુદ્ધ ભાવને ઉત્પન્ન કરે છે. પૂર્વેક્ષણ ઉત્તરક્ષણનું કારણ બને છે. આત્માની શદ્ધ પર્યાયોની પરંપરા ચાલે છે. એમાં સાતત્ય રહેલું છે. એટલે એને સંતાન પણ કહેવામાં આવે છે. પ્રત્યેક ક્ષણે શુદ્ધ ભાવો ઉત્પન્ન થતા હોવાથી એ અપેક્ષાએ આત્માને પોતાના શુદ્ધ ભાવોનો ઉત્પાદક એટલે કે કર્તા માનવામાં આવે છે. [૭૫૯] ૩નુપુર્નવસામ્રાચે વિમાનપરિક્ષ
आत्मा शुद्धस्वभावानां जननाय प्रवर्तते ॥८२॥ અનુવાદ : અનુ-ઉપપ્લવ(અબ્રાન્ત દશા)નું સામ્રાજ્ય થતાં અને વિભાગનો (વિભાવ દશાનો) સારી રીતે ક્ષય થતાં આત્મા શુદ્ધ સ્વભાવને ઉત્પન્ન કરવા પ્રવર્તે છે.
૪૩૬
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org