________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
જે રાજસિંહાસન પર બેઠો હોય અને હાથમાં રાજદંડ હોય. અન્ય સમયે તે રાજા નહિ. ઇન્દ્ર, શક્ર અને | શચીપતિ એ ત્રણ શબ્દોનો આપણે વ્યવહારમાં એક જ અર્થ કરીએ છીએ, પરંતુ એવંભૂતનય કહે છે કે | જ્યારે તે શક્તિનો પ્રયોગ કરે ત્યારે “શક્ર' છે અને શચી ઇન્દ્રાણી સાથે હોય ત્યારે તે “શચીપતિ’
કહેવાય. વેપારી વેપાર કરતો હોય તે સમયે વેપારી, ઘરે નહિ. સરકારી અધિકારી પોતાની ઓફિસમાં | કામ કરતો હોય ત્યારે “અધિકારી, અન્ય સમયે નહિ. સેવક સેવા કરતો હોય ત્યારે જ સેવક, અન્ય સમયે નહિ. તદુપરાંત કોઈ ક્રિયા પરિપૂર્ણ થાય ત્યારે જ તે ક્રિયા થઈ કહેવાય.
આમ મુખ્ય મુખ્ય નયોનો અહીં સંક્ષેપમાં પરિચય આપ્યો છે. નયવાદ ગહન અને જટિલ છે, પણ અિધ્યાત્મશાસ્ત્રમાં એની સમજ આવશ્યક છે.
[૭૫૬] દિવાનંમત્રી મોવત્તાત્મા શુદ્ઘનિશ્ચયાત્
अशुद्धनिश्चयात्कर्मकृतयोः सुखदुःखयोः ॥७९॥ અનુવાદ : એટલે શુદ્ધ નિશ્ચયનયથી (આત્મા) ચિદાનંદ સ્વભાવનો ભોક્તા છે. અશુદ્ધ નિશ્ચયનયથી કર્મે કરેલાં સુખદુઃખનો (ભોક્તા) છે.
વિશેષાર્થ : દરેક નયની વસ્તુસ્થિતિ ઇત્યાદિને જોવાની એક અલગ દૃષ્ટિ હોય છે. શુદ્ધ નિશ્ચયનય વસ્તુના તદન સંપૂર્ણ શુદ્ધ નિર્ભેળ સ્વરૂપને નિહાળે છે. જ્યારે એ આત્માનો વિચાર કરે છે ત્યારે તે જ્ઞાનસ્વરૂપ, ચૈતન્યસ્વરૂપ, આનંદસ્વરૂપ એવા શુદ્ધાત્માને જુએ છે. શુદ્ધ નિશ્ચયનય આગળ દરેક પદાર્થના આદશ સ્વરૂપનો ખ્યાલ હોય છે. તે સોનાનો વિચાર કરે તો સો ટચનું શુદ્ધ સોનું જ એને દેખાય. એનો જ એ વિચાર કરે. એટલે શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે આત્મા પોતાના ચિદાનંદમય સ્વભાવનો ભોક્તા છે.
અશુદ્ધ નિશ્ચયનય આત્માના શુદ્ધ સ્વરૂપને જાણે છે, પણ વાસ્તવમાં સંસારમાં બાહ્ય પદાર્થોના નિમિત્તથી પોતે રાગાદિ ભાવો કરીને આત્મા અશુદ્ધ થાય છે અને અશુદ્ધિને પરિણામે, કર્મદ્રવ્યના નિમિત્તે તે સુખ અને દુ:ખ પણ અનુભવે છે. એટલે તે સુખદુ:ખનો પણ ભોક્તા છે.
આ રીતે શુદ્ધ નિશ્ચયનયથી અને અશુદ્ધ નિશ્ચયનયથી જોવાથી જીવને પોતાના યથાર્થ શુદ્ધ સ્વરૂપનો અને વર્તમાન દશાના અશુદ્ધ સ્વરૂપનો બોધ થાય છે અને તેથી પોતાનામાં રહેલી અશુદ્ધિ જે છે તે દૂર કરીને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાનો પુરુષાર્થ કરવાની એને પ્રેરણા મળે છે. [૭૫૭] શર્મોડ િર મોરાઈ ત્રર્વ્યવહાર:
नैगमादि व्यवस्थापि भावनीयाऽनयां दिशा ॥८०॥ અનુવાદ : જીવ કર્મોનો ભોક્તા છે તથા વ્યવહારનયથી માળા (ગ) વગેરેનો પણ ભોક્તા છે. આ દિશા વડે નૈગમનય વગેરેની પણ વ્યવસ્થા જાણી લેવી.
વિશેષાર્થ : નિશ્ચયનયના શુદ્ધ નિશ્ચયનય અને અશુદ્ધ નિશ્ચયનય એવા જેમ ભેદ છે, તેમ |વ્યવહારનયના નિરુપચરિત અસભૂત વ્યવહારનય અને ઉપચરિત અસભૂત વ્યવહારનય એવા ભેદો છે. તદુપરાંત બીજા પણ ભેદો છે.
૪૩૫ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org