________________
પ્રબંધ પહેલો, અધિકાર ત્રીજો : દંભત્યાગ અધિકાર
[૫૫] સંમો જ્ઞાનાદ્રિવંમોનિમ: માનજો વિઃ |
व्यसनानां सुहृद् दंभो दंभश्चौरो व्रतश्रियः ॥२॥ અનુવાદ : દંભ જ્ઞાનરૂપી પર્વતને માટે વજ (દંભોલિ) સમાન છે; દંભ કામરૂપી અગ્નિને માટે હવિ (ઘી) સમાન છે; દંભ વ્યસનોનો મિત્ર છે અને દંભ વ્રતરૂપી લક્ષ્મીનો ચોર છે.
વિશેષાર્થ : પર્વતને તોડવો એ સહેલી વાત નથી. પર્વતને માટે “અચલ' શબ્દ વપરાય છે. પરંતુ વજમાં પર્વતને તોડવાની તાકાત હોય છે. જ્ઞાનમાં પર્વત જેવી દઢતા હોય છે. પરંતુ દંભ આવે ત્યાં જ્ઞાન પણ શિથિલ, ક્ષીણ થઈ જાય. કામવાસનાને અગ્નિનું રૂપક આપવામાં આવે છે, કારણ કે તે જલદી શાંત થતી નથી. અગ્નિને શાંત કરવા માટે જલની ધાર જોઈએ. પરંતુ તેને બદલે જો અગ્નિમાં ઘી હોમવામાં આવે તો અગ્નિ વધુ પ્રજવલિત થાય છે. તેવી રીતે દંભ એટલે માયાચારથી કામવાસના શાન્ત થતી નથી પણ વધુ તીવ્ર અને ઉગ્ર બને છે. વ્યસન એટલે દુઃખો, કષ્ટો. દંભ વ્યસનો સાથે મૈત્રી બાંધી લે છે. જ્યાં દંભ છે ત્યાં દુઃખો એકઠાં થયા વગર રહેતાં નથી. વ્રતની આરાધના આત્મા માટે લક્ષ્મી બરાબર છે. પણ લક્ષ્મી ઉપર ઘણાંની નજર રહે છે. ચોરો પણ બીજી વસ્તુઓ છોડીને લક્ષ્મીનું હરણ કરી જાય છે. વ્રતધારી વ્યક્તિના જીવનમાં જો દંભ આવે તો એની વ્રતરૂપી લક્ષ્મી ચલિત થઈ જાય છે. આમ, દંભી માણસના જીવનમાં સદ્વિચારરૂપે કે તત્ત્વ-વિચારરૂપે જે જ્ઞાન રહેલું હોય તે નાશ પામે છે. તેનામાં કામવિકારોની વૃદ્ધિ થાય છે, વ્રતોની આરાધનામાંથી તેનો રસ ઊડી જાય છે અને સમય જતાં તે ઘણાં દુઃખો અને સંકટોથી ઘોરાઈ જાય છે. એટલા માટે દંભને જીવનમાંથી તિલાંજલિ આપવાનો પુરુષાર્થ કરવો જોઈએ. [૫૬] સંમેન વ્રતમાચ્છાય યો વાચ્છતિ પર પમ્ |
लोहनावं समारुह्य सोऽब्धेः पारं यियासति ॥३॥ અનુવાદ : દંપૂર્વક વ્રત ગ્રહણ કરીને જે પરમ પદ(મોક્ષ)ને પામવાની ઇચ્છા કરે છે તે લોઢાની નાવમાં બેસી સમુદ્રનો પાર પામવાની ઇચ્છા કરે છે.
વિશેષાર્થ : કેટલાક લોકો પોતાના દોષોને ઢાંકવા માટે વ્રત ધારણ કરે છે અથવા વ્રત ધારણ કરીને વ્રતમય જીવનમાં દંભનું પોષણ કરે છે. વ્રતધારી શ્રાવકમાં કે સાધુપણામાં માયાચાર ન થઈ જાય એવું નથી. મોક્ષાભિલાષથી માણસ દીક્ષા અંગીકાર કરે, પણ પછી દંભને કારણે તેની મોક્ષલક્ષી આરાધના ખંડિત થઈ જાય છે. કેટલાક મુનિઓ લૌકિક પ્રલોભનોમાં પડીને પોતાના વ્રતને દૂષણ લગાડે છે. કેટલાકનો આરંભથી આશય જ ઉદરભરણનો હોય છે. તે માટે જ તેઓ વ્રત ધારણ કરે છે. પરંતુ આવી વ્યક્તિઓ પરમ પદને પામી શકતી નથી. લોઢાની નાવમાં બેસીને માણસ સમુદ્રના બીજા કિનારે જવા ઇચ્છે તો જઈ ન શકે. લોઢાની નાવ તો તરત ડૂબી જાય અને બેસનારને ડુબાડે. તેવી રીતે આવા દંભી વધારીઓ નીકળે છે ભવસમુદ્ર તરી જવા, પરંતુ તેને બદલે તેઓ ભવસમુદ્રમાં જ ડૂબી જાય છે અને બીજાને પણ ડુબાડે છે.
ર ૯ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org