________________
અધ્યાત્મસાર,
સ્વીકારી છે. પ્રમાણ વસ્તુના સર્વ ધર્મને ગ્રહણ કરે છે અને નય, વસ્તુના બીજા ધર્મોની અપેક્ષા રાખવા સાથે, કોઈ પણ એક ધર્મને ગ્રહણ કરે છે, એટલે નયમાં આંશિક સત્ય હોય છે. દુર્નય પોતાની અપેક્ષાનું સમર્થન કરવા સાથે બીજી અપેક્ષાઓનું ખંડન કરે છે. જૈન દર્શનમાં નયના મુખ્ય સાત પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ અને
ભૂત. આ સાતેય નય એકબીજાના પૂરક અને પરસ્પર સમન્વયકારી છે. આ નયોનું મુખ્ય બે નયમાં વર્ગીકરણ કરવામાં આવે છે : (૧) નિશ્ચય નય અને (૨) વ્યવહાર નય. નિશ્ચય નય વસ્તુના મૂળ સૂક્ષ્મ સ્વરૂપને જણાવે છે અને વ્યવહાર નય વસ્તુના બાહ્ય સ્થૂળ સ્વરૂપને જણાવે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે જિનમતનો સ્વીકાર કરનારે બંને નયનો સ્વીકાર કરવો જોઈએ. કોઈ પણ એક નયનો સ્વીકાર કરી બીજાનો ત્યાગ કરવામાં પરમાર્થ ચૂકી જવાય છે. સંજોગાનુસાર, ઉપદેશ ગ્રહણ કરનાર વર્ગની કક્ષા અનુસાર તથા બીજાં ઘણાં કારણે એક નાની પ્રધાનતા અને અન્ય નયની ગૌણતા કરી શકાય, અને કરવી હિતાવહ છે. પણ કોઈપણ એક જ નયને પકડી બીજા નયનો સર્વ રીતે ત્યાગ કરવાથી તત્ત્વનું યથાર્થ દર્શન કે ગ્રહણ ન થઈ શકે.
અહીં સમજાવવામાં આવ્યું છે કે શબ્દાદિક નિશ્ચય નય તો દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાનકથી જ આરંભીને શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયારૂપી અધ્યાત્મભાવ હોય તેમ માને છે. પરંતુ નૈગમાદિ વ્યવહાર નય તો ઉપચારથી અવિરતિ સમ્યગ્ન-દૃષ્ટિ નામના ચોથા ગુણસ્થાનકે પણ અધ્યાત્મભાવ હોય એમ માને છે, કારણ કે શુદ્ધ દૃષ્ટિથી અશુદ્ધ જ્ઞાન-ક્રિયા કરનાર પણ જો કદાગ્રહરહિત હોય અને ધર્મપ્રિય હોય તો તેને અભ્યાસથી અધ્યાત્મભાવ પ્રાપ્ત થઈ શકે છે. અધ્યાત્મ માટે એ પાત્ર બની શકે છે.
[૩૮] ચતુર્થેડપિ પુસ્થાને શુશ્રુષાદ દિયોરિતા
अप्राप्तस्वर्णभूषाणां रजताभरणं यथा ॥१४॥ અનુવાદ ઃ ચોથા ગુણસ્થાનકે પણ ઉચિત એવી શુશ્રુષાદિ ક્રિયા રહેલી જ છે. જેને સુવર્ણનાં આભૂષણો ન મળ્યાં હોય તેને માટે ચાંદીનાં આભૂષણો પણ આભૂષણ જ છે..
વિશેષાર્થ : અવિરતિ સમ્યગ્દષ્ટિ નામના ચોથા ગુણસ્થાનકે દેવ-ગુરુની ભક્તિ, વિનય, વૈયાવચ્ચ, દાન, જિનપ્રતિમાની પૂજા, ધર્મશ્રવણની ઇચ્છા, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ વગેરે પ્રકારની ક્રિયાઓ રહેલી છે. ત્યાં વિરતિ અથવા પ્રત્યાખ્યાનની વધુ શુદ્ધ અને ઉચ્ચ ક્રિયાઓ ન હોવા છતાં વ્યવહાર નયથી અધ્યાત્મભાવ સિદ્ધ થાય છે. એ માટે દૃષ્ટાંત આપવામાં આવે છે કે જેમ કોઈ વ્યક્તિ પાસે સુવર્ણનાં આભૂષણો ન હોય તો પણ તેની પાસેનાં રૂપાનાં આભૂષણો પણ આભૂષણનું કામ આપે છે. આ રીતે વ્યવહારનય અને નિશ્ચયનય એ બંનેનું યથાર્થ સ્વરૂપ સમજવાની જરૂર છે. બંનેનો સમન્વય એ જ ઉત્તમ માર્ગ છે. એકાન્ત એક નયને પકડી બીજા નયનો છેદ ઉડાવી દેવામાં ગંભીર ભૂલ થવાનો સંભવ છે. કેટલાક એકાન્ત નિશ્ચયનયનો આશ્રય લઈ ચોથા ગુણસ્થાનકે રહેલા જીવોની જિનપ્રતિમાપૂજા, સામાયિક, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓને અધર્મ તરીકે ઓળખાવે છે અને હેય તરીકે ગણાવે છે. તેમાં કેવી ભૂલ રહેલી છે તે વિશે ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોકમાં નિર્દેશ કર્યો છે.
૨૦.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org