________________
પ્રબંધ પહેલો, અધિકાર બીજો : અધ્યાત્મસ્વરૂપ અધિકાર
નિર્જરા કરનારા છે. ઉદાહરણ તરીકે ધર્મના સ્વરૂપને જાણવાની ઇચ્છાવાળા કરતાં તે માટે સાધુ પાસે જવાની ઇચ્છાવાળો અસંખ્યાતગુણી નિર્જરા પામે છે. આમ પ્રત્યેક પૂર્વ ગુણની અપેક્ષાએ પછીના ગુણવાળો અસંખ્યાતગુણી નિર્જરા પામે છે. એટલા માટે આત્મશુદ્ધિની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય તે હેતુથી તેમાં વારંવાર અભ્યાસ કરવાનો ઉદ્યમ કરવો જોઈએ, કારણ કે કર્મની ઉત્તરોત્તર વધુ અને વધુ નિર્જરા થવાથી કેવળજ્ઞાન અને મોક્ષ સુધીની સ્થિતિ પ્રાપ્ત થાય છે.
| [૩૬] જ્ઞાનં શુદ્ધ ક્રિયા શુદ્ધેયંશ કાવિદ સંયતિ |
चक्रे महारथस्येव पक्षाविव पतत्रिणः ॥१२॥ અનુવાદ : શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા એ બે અંશો મોટા રથના બે ચક્રની જેમ તથા પક્ષીની બે પાંખની જેમ સાથે રહેલા છે.
વિશેષાર્થ : મોક્ષપ્રાપ્તિ માટે ફક્ત જ્ઞાન જ બસ છે, ક્રિયાની કોઈ જરૂર નથી અથવા ફક્ત ક્રિયા જ ઉપયોગી છે, જ્ઞાનની કોઈ આવશ્યક્તા નથી એવું એકાંતે માની લેવાની ભૂલ ન થવી જોઈએ. જ્ઞાનજિગ્યાં મોહા ! એમ ભારપૂર્વક એટલા માટે જ કહેવાયું છે. એકલી ક્રિયા આંધળી છે અને એકલું જ્ઞાન પંગુ છે. આ બેમાંથી એક ન હોય તો બીજાનો અભાવ જ ગણાય છે. શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા એ બંને એકાત્મપણાને પામેલાં હોય તો જ તે અધ્યાત્મ કહેવાય છે. અહીં જ્ઞાન અને ક્રિયા એ બંનેના વિશેષણ તરીકે “શુદ્ધ' શબ્દ મૂકેલો છે. તે પણ એટલો જ મહત્ત્વનો છે, કારણ કે તે હોય તો જ તે બંને મોક્ષસાધક થઈ શકે. સંશય, વિપર્યાસ, કુતર્ક, ઉસૂત્ર પ્રરૂપણા વગેરેથી ભરેલું જ્ઞાન શુદ્ધ ન થઈ શકે. તેવી જ રીતે આશંસા, નિંદા, ક્રોધાદિ કષાયો, નિયાણ ઇત્યાદિથી ભરેલી ક્રિયા શુદ્ધ ક્રિયા ન સંભવી શકે. અધ્યાત્મમાર્ગમાં પૂર્વાપર અવિરુદ્ધ તથા યથાર્થ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા જ વૃદ્ધિ તરફ લઈ જાય. આવાં શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા માટે મોટા રથનાં બે ચક્રની અથવા પક્ષીની બે પાંખની ઉપમા આપવામાં આવે છે. રથને એક જ ચક્ર હોય તો તે ચાલી ન શકે, વળી રથનાં બે ચક્ર હોય પણ એક બહુ મોટું અને એક નાનું હોય તો પણ રથ સીધો ચાલી ન શકે. બંને પૈડાં સરખાં જોઈએ અને સાથે ચાલવા જોઈએ. તેવી જ રીતે પક્ષીની એક જ પાંખ હોય અથવા નાની મોટી પાંખ હોય તો તે પક્ષી સરખું ઊડી ન શકે અને લક્ષ્ય સ્થાન સુધી ન પહોંચી શકે. એટલા માટે જ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા એમ બંને સાથે જ હોવાં જોઈએ. મોક્ષપ્રાપ્તિ માટે તે અનિવાર્ય છે. [39] तत्पंचमगुणस्थानादारभ्यैवैतदिच्छति ।
निश्चयो व्यवहारस्तु पूर्वमप्युपचारतः ॥१३॥ અનુવાદ : નિશ્ચય નય પાંચમા ગુણસ્થાનકથી આરંભીને એને અધ્યાત્મને) ઇચ્છે છે (માને છે), પરંતુ વ્યવહાર નય તો તેથી પૂર્વે પણ ઉપચારથી (અધ્યાત્મને) માને છે. વિશેષાર્થ : કોઈ પણ વસ્તુ, પદાર્થ કે તત્ત્વને સમજવા માટે શાસ્ત્રકારોએ નય અને પ્રમાણની વ્યવસ્થા
For Private Eersonal Use Only
૧૯ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org