________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજ આ ત્રણ શ્લોકમાં આત્મગુણની વૃદ્ધિ કેવા ક્રમે થતી જાય છે તે બતાવે છે. મોક્ષાર્થી જીવની નિર્દભ અને શુદ્ધ ક્રિયા કેવી કેવી રીતે વૃદ્ધિ પામે છે તે અનુક્રમે નીચે પ્રમાણે છે :
૧. તેને ધર્મ વિશે પૂછવાની સંજ્ઞા ઉત્પન્ન થાય છે. ૨. તેને ધર્મનું સ્વરૂપ જાણવાની ઇચ્છા થાય છે. ૩. તેને ધર્મ વિશે પૂછવા માટે સાધુ પાસે જવાની ઇચ્છા થાય છે. ૪. તે ધર્મનું સ્વરૂપ, તેના ભેદો અને લક્ષણો વગેરે વિશે જાણીને વિનય વગેરેમાં તથા ધર્મનો - નિશ્ચય કરવારૂપ ક્રિયામાં સ્થિર થાય છે. ૫. પૂર્વે જે સમ્યક્ત પામ્યો હતો તે સમ્યક્તને ફરીથી પામવાની ઇચ્છા થાય છે. ૬. તે સમ્યગદર્શનને પામે છે. ૭. તે શ્રાદ્ધ એટલે દેશવિરતિ શ્રાવક થાય છે. ૮. તે યતિ એટલે સર્વવિરતિ સાધુ થાય છે. ૯. તે અનંતાનુબંધી કષાયોનો ક્ષપક થાય છે. ૧૦. તે દૃષ્ટિમોહનો શપક થાય છે. મોહનીય કર્મના ત્રણ પ્રકારનો શપક એટલે મિથ્યાત્વ મોહનીય,
મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીયનો ક્ષપક થાય છે. ૧૧. તે મોહશમક એટલે બાર કષાય અને નવ નોકષાયરૂપ ચારિત્ર મોહનીયનો ઉપશમ કરનાર
થાય છે. ૧૨. તે શાંતમોહ થાય છે એટલે કે સમગ્ર ચારિત્ર મોહનીય કર્મને શાંત કરનાર થાય છે. ૧૩. તે ક્ષેપક થાય છે એટલે કે ચારિત્ર મોહનીય કર્મની સત્તાનો ક્ષય કરનાર થાય છે. ૧૪. તે ક્ષીણમોહ થાય છે એટલે કે મોહનીય કર્મનો સત્તામાંથી જ ક્ષય કરનાર થાય છે. ૧૫. તે જિન એટલે કે સર્વ ઘાતિ કર્મોનો ક્ષય કરનાર, રાગાદિને જીતનાર, સયોગી કેવળી થાય છે. ૧૬. તે અયોગી કેવળી એટલે મન, વચન અને કાયાના સકલ વ્યાપારોનો વિરોધ કરનાર થાય છે. [૩૫] યથાક્રમમની પ્રોવ સંપુનર્નર:
यतितव्यमतोऽध्यात्मवृद्धये कलयाऽपि हि ॥११॥ અનુવાદ : આ જે ગુણો કહ્યા છે તે અનુક્રમે અસંખ્યગુણ નિર્જરા કરનારા છે. તેથી આધ્યાત્મની અંશે અંશે પણ વૃદ્ધિ માટે અવશ્ય પ્રયત્ન કરવો.
વિશેષાર્થ : અધ્યાત્મની વૃદ્ધિ માટે અહીં જે ગુણો બતાવ્યા તે અનુક્રમે એક એકથી અસંખ્યાતગુણી
૧૮ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org