________________
પ્રબંધ પહેલો, અધિકાર બીજો : અધ્યાત્મસ્વરૂપ અધિકાર
મેળવવાની લાલસાવાળો. પરધનનું હરણ કરનારો, દીન એટલે લાચાર, બીજાનું સુખ જોઈને પ્લાન વદનવાળો થઈ જનાર, પોતાનાં દુઃખનાં ગીતડાં ગાનાર, ઈર્ષાભાવ ધારણ કરનાર, બીકણ, કષ્ટો આવી પડતાં ડરપોક બની ભાગનાર, લુચ્ચો, કપટભાવવાળો, અજ્ઞાની, મૂર્ખ, તત્ત્વને નહિ જાણનારો તથા નિપ્રયોજન, અયોગ્ય અને અંતે નિષ્ફળ નીવડે એવાં કાર્યમાં પ્રવૃત્ત થનાર હોય છે. આવા ભવાભિનંદીએ કરેલી ક્રિયા અશુદ્ધ ગણાય છે અને તે અધ્યાત્મનો નાશ કરનારી હોય છે.
[૩૧] શાન્તો રાતઃ સવા ગુણો મોક્ષાર્થી વિશ્વવત્સત્નઃ |
निर्दम्भां यां क्रियां कुर्यात् साऽध्यात्मगुणवृद्धये ॥७॥ અનુવાદ : શાન્ત, દાન્ત, સદા ગુપ્ત, મોક્ષાર્થી અને વિશ્વવત્સલ જીવ નિર્દભપણે જે ક્રિયા કરે છે તે અધ્યાત્મગુણની વૃદ્ધિ અર્થે હોય છે. ' વિશેષાર્થ : અધ્યાત્મના વૈરી એવા ભવાભિનંદી જીવનાં લક્ષણો દર્શાવ્યા પછી ગ્રંથકાર આ શ્લોકમાં અધ્યાત્મ-ગુણમાં વૃદ્ધિ કરનારા જીવનમાં કેટલાંક લક્ષણો દર્શાવે છે. તેવો જીવ કષાયોના ઉદયને શાંત કરવાવાળો, ઇન્દ્રિયો તથા ચિત્તનું દમન કરવાવાળો, મન,વચન અને કાયાના યોગોની ગુપ્તિ કરનાર એટલે કે તે દ્વારા થતી અશુભ પ્રવૃત્તિનું નિવારણ કરનાર, સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષ મેળવવાની ઉત્કટ અભિલાષાવાળો, જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી અને વાત્સલ્યભાવ ધરાવનાર, તેઓનું હિત ઇચ્છનાર, તેઓને પ્રિય બનનાર તથા દંભ કે માયાકપટ વગર શુભ ક્રિયા કરનાર હોવો જોઈએ. આવી શુદ્ધ ક્રિયાથી અધ્યાત્મગુણની વૃદ્ધિ થાય છે.
[૩૨] મત વ નન: પૃચ્છોત્પન્ન સંજ્ઞ: પવૃછિg: .
साधुपार्श्वे जिगमिषुर्धर्मं पृच्छन् क्रियास्थितः ॥८॥ [૩૩] પ્રતિપત્યુઃ મૃગ પૂર્વ-પ્રતિપન્નશ વર્ણનમ્ |
श्राद्धो यतिश्च त्रिविधोऽनन्तांशक्षपकस्तथा ॥९॥ [૩૪] ખોદક્ષપો મોદશમ શાનામો: I
क्षपकः क्षीणमोहश्च जिनोऽयोगी च केवली ॥१०॥ અનુવાદ : એટલા માટે જ એવો જીવ પ્રશ્ન પૂછવાની સંજ્ઞા ઉત્પન્ન થવાવાળો, પ્રશ્ન પૂછવા સન્મુખ થનાર, તે માટે સાધુ પાસે જવાની ઇચ્છાવાળો, જઈને ધર્મતત્ત્વ વિશે પૂછનાર, ક્રિયામાં સ્થિર રહેનાર, ધર્મ પામવાને ઇચ્છનાર, પૂર્વે સમ્યગુદર્શનને પામેલો, શ્રાવક, યતિ તથા ત્રણ પ્રકારનો અનંતાંશક્ષપક, દર્શન મોહનીયનો ક્ષપક, મોહશમક, શાન્તમોહ, લપક, ક્ષણમોહ, જિન (સયોગી કેવલી) અને અયોગી કેવલી થાય છે.
Jain Education International 2010_05
Interational 2010_05
for pr90
For Private & Personal Use Only
www.jainelibrary.org