________________
અધ્યાત્મસાર
જીવના આધ્યાત્મિક ગુણવિકાસના ક્રમના મુખ્ય ચૌદ તબક્કા અથવા પગથિયાં બતાવવામાં આવ્યાં છે. તે અનુક્રમે આ પ્રમાણે છે : (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) મિશ્ર, (૪) અવિરતિ સમ્યગુ દષ્ટિ, (૫) દેશવિરતિ સમ્યગૃષ્ટિ, (૬) પ્રમતસંયત, (૭) અપ્રમત્તસંયત, (૮) અપૂર્વકરણ, (૯) અનિવૃત્તિ બાદર, (૧૦) સૂક્ષ્મ સંપરાય, (૧૧) ઉપશાંતમોહ, (૧૨) ક્ષીણમોહ, (૧૩) સયોગી કેવળી અને (૧૪) અયોગી કેવળી. જ્યારે ગાઢ મિથ્યાત્વના ઉદયનો અને અનંતાનુબંધી કષાયના ઉદયનો અભાવ થાય છે ત્યારે તીવ્ર પાપકર્મનાં પરિણામ ન હોવાથી શુદ્ધિવાળી આધ્યાત્મિક ક્રિયાનો આરંભ થાય છે. જીવની એવી અપુનબંધક દશા આ પહેલા ગુણસ્થાનકે ચાલુ થાય છે અને ચોથા ગુણસ્થાનકે એ દશાનો સવિશેષ ઉઘાડ થાય છે.
આમ પહેલા ગુણસ્થાનકથી ચૌદમાં ગુણસ્થાનક સુધી જીવ દ્વારા ઉત્તરોત્તર વિશુદ્ધ પરિણામવાળી જે ક્રિયા થાય તે આધ્યાત્મરૂપ મનાય છે. [૨૯] મદિર પfધપૂદ્ધિ – નૌરવપ્રતિબં થતઃ |
भवाभिनंदी यां कुर्यात् क्रियां साध्यात्मवैरिणी ॥५॥ અનુવાદ : આહાર, ઉપધિ, પૂજા-સત્કાર, ઋદ્ધિ તથા ગૌરવ પામવાની આસક્તિથી બંધાઈને ભવાભિનંદી જીવ જે ક્રિયા કરે છે તે અધ્યાત્મની વૈરિણી છે.
વિશેષાર્થ : ભવ એટલે સંસાર. સંસારમાં જ આનંદ માનનારો, સંસારની જ પ્રશંસા કરનારો, સંસારને જ અભિનંદનારો જીવ તે ભવાભિનંદી. એવા જીવોને સાંસારિક ભોગવિલાસ, સુખ, યશ, સત્તા, મહત્તા ઇત્યાદિ પ્રાપ્ત કરવાં અને ભોગવવાં ગમે છે. આહાર એટલે રસવાળાં મિષ્ટ ભોજનો, ઉપધિ એટલે સારાં સારાં વસ્ત્ર, પાત્ર ઇત્યાદિ ઉપકરણો કે સાધનો, પૂજા એટલે માનપાન, સત્કાર, બહુમાન, યશકીર્તિ મેળવવાની વાંછના, ઋદ્ધિ એટલે વૈભવ, પરિવાર, વૈક્રિયાદિ પ્રકારની લબ્ધિઓની પ્રાપ્તિની આકાંક્ષા અને તે પ્રાપ્ત થયે ગૌરવ-અભિમાન ધારણ કરવાં (અથવા ગારવ એટલે ઋદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવ એ ત્રણ પ્રકારની આસક્તિ)–આ બધું પામવાના ધ્યેયથી ભવાભિનંદી જીવ તપ, ત્યાગ, વ્રતપાલનાદિ જે ક્રિયા કે અનુષ્ઠાન કરે તે ક્રિયા અધ્યાત્મની વૈરિણી છે. એવી ક્રિયા સંસારની વૃદ્ધિ કરનાર છે. [૩૦] ક્ષો નોકતિર્લીનો મત્સરી મયવાન : ..
अज्ञो भवाभिनन्दी स्यान्निष्फलारंभसंगतः ॥६॥ અનુવાદ : સુદ્ર, લોભમાં (પાઠાન્તર-લાભમાં) પ્રીતિવાળો, દીન, મત્સરી, ભયવાન, શઠ, અજ્ઞાની અને નિષ્ફળ આરંભમાં પ્રવૃત્ત થયેલો જીવ ભવાભિનંદી કહેવાય છે.
વિશેષાર્થ : ઉપાય શ્રી યશોવિજયજી મહારાજ શ્રી હરિભદ્રસૂરિનો આ શ્લોક ટાંકીને ભવાભિનંદી જીવનાં લક્ષણો દર્શાવે છે. ભવાભિનંદી એટલે કે સંસારમાં જ રહેવાનું જેને ગમે છે એવો. તે જીવ ક્ષુદ્ર, તુચ્છ, કૃપણ સ્વભાવવાળો, થોડા લાભ માટે વધુ હાનિ કરનારો, લોભમાં રચ્યોપચ્યો રહેનારો, મફતનું
૧૬ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org