________________
પ્રબંધ પહેલો, અધિકાર બીજો : અધ્યાત્મસ્વરૂપ અધિકાર
મોહ એટલે અજ્ઞાન એવો અર્થ પણ કરવામાં આવે છે. જ્યાં સુધી અજ્ઞાન અથવા મિથ્યાત્વ છે અને સમ્યક્ત્વ પ્રગટ્યું નથી ત્યાં સુધી આત્માને પામવા માટે શુદ્ધ ક્રિયા થતી નથી. વ્રત, તપ, દેવગુરુવંદન વગેરે જે ક્રિયા થાય તેમાં પણ ભ્રમ, સંશય, અસત્ય, ભૌતિક વાસનાઓ વગેરે રહેલાં હોય છે. તેથી તેમાં શુદ્ધિ આવતી નથી. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની પકડ મજબૂત હોય છે. જયાં સુધી મોહનું વર્ચસ્વ પ્રવર્તતું હોય ત્યાં સુધી જીવને આત્મસ્વરૂપનો વિચાર સ્ફરતો નથી. જેમનો મોહનો અધિકાર એટલે પ્રભાવ ચાલ્યો જાય છે એ જ વ્યક્તિ અધ્યાત્મની અધિકારી બને છે. “આ દેહ તે મારો નથી. હું તો શુદ્ધ આત્મા છું' એ ભાવની નિરંતર પ્રતીતિ તો મોહ નીકળી ગયા પછી કે મંદ પડી ગયા પછી આવે છે. એ સમયે સ્વરૂપની પ્રાપ્તિ માટે જે ક્રિયા થાય છે તે શુદ્ધ ક્રિયા હોય છે. એ ક્રિયા સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાને અનુસરીને હોય છે. એથી જ જિનેશ્વર ભગવંતો એને “અધ્યાત્મ' કહે છે. [૨૭] સામવં યથા સર્વાષ્યિનુવૃત્તિમ7 |
___अध्यात्म सर्वयोगेषु तथाऽनुगतमिष्यते ॥३॥
અનુવાદ : જેમ સર્વ ચારિત્રોમાં સામાયિક અનુવૃત્તિમાન છે, તેમ સર્વ યોગોમાં અધ્યાત્મ અનુગત છે.
વિશેષાર્થ : ચારિત્રના વિવિધ દૃષ્ટિએ વિવિધ પ્રકાર છે. તેમાં દ્રવ્યચારિત્ર અને ભાવચારિત્ર એવા તથા સર્વવિરતિમય અને દેશવિરતિમય એવા બે મુખ્ય પ્રકાર બતાવવામાં આવે છે. વળી ચારિત્રના સામાયિક, છેદોષસ્થાનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત એવા પ્રકારો પણ પાડવામાં આવે છે. પરંતુ એ દરેક પ્રકારના ચારિત્રમાં સમતાની સાધનારૂપી સામાયિક ચારિત્ર અનુવૃત્તિમાન છે એટલે કે એની સાથે અવશ્ય જોડાયેલું છે, અંતર્ગત રહેલું છે. સામાયિક વિના કોઈ ચારિત્ર સંભવી ન શકે. એવી જ રીતે સર્વ યોગો સાથે અધ્યાત્મ અનુગત છે એટલે કે સંયુક્ત છે. યોગ ત્રણ પ્રકારના છે – મનના, વચનના અને કાયાના. એ ત્રણે યોગ આત્મા વિના પ્રવર્તી ન શકે. એટલા માટે આત્માના સ્વરૂપના યથાર્થ જ્ઞાનથી એટલે કે અધ્યાત્મથી જ મન, વચન અને કાયાના યોગનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. આમ, ચારિત્ર અને યોગ સાથે અધ્યાત્મ અનિવાર્યપણે સંકળાયેલું છે. એનો અર્થ એ થયો કે મોક્ષપ્રાપ્તિ માટેની કોઈ પણ ક્રિયા અધ્યાત્મ વિના સંભવી ન શકે.
[૨૮] પુનર્વવ્યાયાવદ્ ગુણસ્થાને ચતુર્વણમ્ |
क्रमशुद्धिमती तावत् क्रियाऽध्यात्ममयी मता ॥४॥ અનુવાદ : અપુનબંધકથી ચૌદમા ગુણસ્થાનક સુધી અનુક્રમે જે શુદ્ધિવાળી ક્રિયા પ્રવર્તે છે તે આધ્યાત્મિક ક્રિયા જ મનાય છે.
વિશેષાર્થ : અપુનર્બધ એટલે ફરીથી બંધ ન થાય તે. અપુનબંધક એટલે એ જીવ કે જે ફરીથી તીવ્ર પાપકર્મ ન બાંધે. અપુનબંધકની વ્યાખ્યા આપતાં કહેવાયું છે કે જે જીવ પ્રાયઃ તીવ્ર પરિણામ ન કરે, ઘોર સંસારને બહુ ન માને અને સર્વત્ર ઉચિત સ્થિતિનું સેવન કરે તે અપુનર્ધધક કહેવાય.
૧૫ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org