________________
પ્રબંધ પહેલો અધિકાર બીજો
* અધ્યાત્મસ્વરૂપ અધિકાર *
[૨૫] ભાવન્ ! ત્રિ તર્ધ્યાનું વિત્વમુપવëતે ।
श्रुणु वत्स ! यथाशास्त्रं वर्णयामि पुरस्तव ॥१॥
અનુવાદ : ‘હે ભગવન્ ! આપ જેનું આ પ્રમાણે વર્ણન કરો છો તે અધ્યાત્મ શું છે ?’ ‘હે વત્સ! હું તારી આગળ શાસ્ત્ર પ્રમાણે તેનું વર્ણન કરું છું તે સાંભળ.’
વિશેષાર્થ : આ બીજા અધિકારનો આરંભ ઉપાધ્યાયજી મહારાજ પ્રાચીન ભારતીય અધ્યયન-પદ્ધતિ અનુસાર ગુરુ અને શિષ્યના સંવાદથી કરે છે. ભારતીય તત્ત્વવિચારણાના કેટલાયે શાસ્રગ્રંથોમાં જોવા મળે છે તેમ શાસ્ત્રકાર ગુરુ પોતે પોતાના શિષ્ય પાસે શક્ય તેટલા બધા પ્રશ્નો કરાવે અને ગુરુ તે સર્વના સમાધાનકારક ઉત્તર આપે. ગુરુ-શિષ્ય વચ્ચે પ્રશ્નોત્તર રૂપે શંકા-સમાધાનની શૈલીનો એક લાભ એ છે કે સામાન્ય માણસના મનમાં ઊઠતા નાનામોટા સવાલોને એમાં સ્થાન મળે છે. એમાં એક જ વિષયની વિવિધ દૃષ્ટિકોણથી છણાવટ કરી શકાય છે તથા વાચકને એથી સંતોષ થાય છે. આ શ્લોકમાં તો શિષ્ય અત્યારે ફક્ત એટલો જ પ્રશ્ન કરે છે કે અધ્યાત્મ એટલે શું ? ગુરુ શિષ્યને શાસ્ત્રાનુસાર તેનો ઉત્તર આપવા ઇચ્છે છે. એટલે કે ગુરુ ભગવંત જે કંઈ કહેવા ઇચ્છે છે તે આધાર સહિત કહેવા ઇચ્છે છે કે જેથી વિષયની પ્રમાણભૂતતાની ખાતરી થાય. પોતાની મતિથી મન ફાવે તેવા અર્થ કરવામાં આવે તો પ્રશ્ન પૂછનારને વિશ્વાસ ન બેસે. એટલે જ ગુરુભગવંત શિષ્યને સાવધાન થઈને સાંભળવા કહે છે. તેઓ શિષ્યને ‘વત્સ’ કહી વાત્સલ્યપૂર્વક સંબોધે છે કે જેથી તે નિઃસંકોચ પૂછી શકે. ભારતીય પરંપરામાં તત્ત્વવિચારની નિર્ભયપણે પૂરી છણાવટ થતી અને એથી જ એનું ગૌરવ રહ્યું છે.
[૨૬] ગતમોહા ધારાળમાત્માનમધિત્વ યા ।
प्रवर्तते क्रिया शुद्धा तदध्यात्मं जगुर्जिनाः ॥२॥
અનુવાદ : જેમનો મોહનો અધિકાર નાશ પામ્યો છે, તેઓની આત્માને લક્ષીને જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે તેને જિનેશ્વર ભગવાનો ‘અધ્યાત્મ' કહે છે.
વિશેષાર્થ : ગ્રંથકારે અહીં અધ્યાત્મનું સ્વરૂપ સંક્ષેપમાં દર્શાવી દીધું છે. આત્માને લક્ષીને જે शुद्ध ક્રિયા પ્રવર્તે તેને અધ્યાત્મ કહેવામાં આવે છે. ક્રિયા શુદ્ધ હોવી જરૂરી છે. તે દેહભાવને અનુલક્ષીને નહિ, પણ આત્મસ્વરૂપને અનુલક્ષીને થવી જોઈએ. એવું ત્યારે જ થાય કે જ્યારે મોહનો અધિકાર ચાલ્યો ગયો હોય એટલે કે મોહનીય કર્મનું પ્રાબલ્ય ઓછું થઈ ગયું હોય. જીવ જ્યાં સુધી સંસારનાં સુખોની અભિલાષા રાખે છે અને મોહનીય કર્મને વશ વર્તીને જીવે છે ત્યાં સુધી તેનામાં રાગદ્વેષની પરિણિત ઘણી તીવ્ર રહે છે.
Jain Education International2010_05
૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org