________________
પ્રબંધ પહેલો, અધિકાર બીજો : અધ્યાત્મસ્વરૂપ અધિકાર
[૩૯] પુનર્વશ્વવસ્થાપિ યા દિયે શમસંયુતા !
__ चित्रा दर्शनभेदेन धर्मविघ्नक्षयाय सा ॥१५॥ અનુવાદ : અપુનબંધકની પણ જે શમયુક્ત ક્રિયા હોય છે તે દર્શનભેદથી વિવિધ પ્રકારની જોવામાં આવે છે અને તે પણ ધર્મના વિગ્નનો ક્ષય કરનારી છે. ' વિશેષાર્થ : જે ફરીથી તીવ્ર અધ્યવસાયપૂર્વક પાપકર્મ ન બાંધે તેને અપુનબંધક કહેવામાં આવે છે. એવા જીવો સમ્યગૃષ્ટિ ન હોય તો પણ માર્ગાનુસારી હોઈ શકે છે. એવા જીવો શમયુક્ત જે ક્રિયાઓ કરે તે દર્શનભેદને લીધે અનેક પ્રકારની હોઈ શકે. આવી ક્રિયાઓ પણ ધર્મમાં વિઘ્ન કરનાર એવા રાગાદિકનો ક્ષય કરનારી હોઈ શકે છે. એટલે આવી ક્રિયાઓ પણ સમય જતાં અધ્યાત્મનું કારણ થાય છે. [४०] अशुद्धापि हि शुद्धायाः क्रिया हेतुः सदाशयात् ।
तानं रसानुवेधेन स्वर्णत्वमधिगच्छति ॥१६॥ અનુવાદ : અશુદ્ધ ક્રિયા પણ સારા આશયથી શુદ્ધ ક્રિયાનો હેતુ થાય છે. તાંબુ પણ રસના અનુવેધથી સુવર્ણ બની જાય છે. વિશેષાર્થ : અપુનબંધક આત્માએ સમ્યગૂજ્ઞાન વિના કરેલી ક્રિયા અશુદ્ધ હોય, પરંતુ મોક્ષની
1ષાથી અને શુભ અધ્યવસાયથી જો તે ક્રિયા કરી હોય તો પરિણામે તે શુદ્ધ કરવાની પ્રાપ્તિનું કારણ બની શકે છે. એ માટે દષ્ટાન્ત આપવામાં આવે છે કે જેમ ‘ધાતવાદ’ નામના શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે તાંબાને પારાના રસના અનુવેધથી સિદ્ધ કરવામાં આવે તો તે સુવર્ણ બને છે. તે જ પ્રમાણે શુભ આશય અને અધ્યવસાયરૂપી રસથી સિંચિત થયેલી અશુદ્ધ ક્રિયા સમયાન્તરે શુદ્ધ ક્રિયાનો હેતુ થાય છે. [૪૧] મતો માઈપ્રવેશાય વ્રતં મિથ્યાશામપિ |
द्रव्यसम्यक्त्वमारोप्य ददते धीरबुद्धयः ॥१७॥ અનુવાદ : એ જ કારણથી માર્ગમાં પ્રવેશ કરાવવાને માટે ધીર બુદ્ધિવાળાઓ મિથ્યાદષ્ટિવાળા જીવોને પણ દ્રવ્ય સમક્તિનું આરોપણ કરીને વ્રત (ચારિત્ર) આપે છે.
વિશેષાર્થ : મોક્ષપ્રાપ્તિના શુદ્ધ આશયથી પ્રેરાઈને કરાતી ક્રિયા અશુદ્ધ હોય તો પણ તે અનુક્રમે શુદ્ધ બને છે. એ વાતને લક્ષમાં રાખીને ધીર બુદ્ધિવાળા મહાત્માઓ મિથ્યા દષ્ટિવાળા જીવોને પણ દ્રવ્ય સમ્યક્તનું આરોપણ કરીને, અણુવ્રતો કે મહાવ્રતો લેવડાવીને, સમ્યગૂ દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપી રતત્રયના મોક્ષમાર્ગમાં પ્રવેશ કરાવે છે. કેટલાક જીવો મિથ્યાત્વી હોય છે, છતાં સમક્તિી જીવોની શુદ્ધ ક્રિયા નિહાળીને તેમના હૃદયમાં તે માટે રુચિ ઉત્પન્ન થાય છે. તેમનું મિથ્યાત્વ એટલું ગાઢ હોતું નથી. મુનિઓની દિનચર્યા જોઈને તે પ્રત્યે તેમનામાં અનુરાગ જન્મે છે. આવા જીવોને જોઈને ધીર બુદ્ધિવાળા સમર્થ મહાત્માઓને લાગે છે કે પોતે તેઓને રતત્રયના માર્ગમાં સારી રીતે પ્રવેશ કરાવી શકશે. એથી તેઓ તેમનામાં સુદેવ, સુગુરુ અને સુધર્મની શ્રદ્ધા જગાવવા માટે વ્રત ગ્રહણ કરાવે છે. યોગ્ય જીવ હોય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org