________________
અધ્યાત્મસાર
તો તેને મહાવ્રતો ઉચરાવીને દીક્ષા પણ આપે છે. મિથ્યાત્વી જીવોને મહાવ્રત ઉચરાવી, દીક્ષા આપીને મુનિ કેમ બનાવી શકાય ? આવા પ્રશ્નોનું સમાધાન આ શ્લોકમાં જોવા મળે છે. તેવા જીવોનું મિથ્યાત્વ પ્રાયઃ મંદ હોય છે અને ગુરુ ભગવંત એવા જીવોની પાત્રતા નિહાળીને તેમને દીક્ષા આપે છે. શ્રી આર્યરક્ષિતસૂરિએ પોતાના મિથ્યાદષ્ટિ પિતા સોમદેવને આ રીતે દીક્ષા આપી હતી. એવાં બીજાં ઉદાહરણો પણ જોવા મળશે.
[૪૨] યો વુધ્ધા મવનનુંëધી: સ્થાવ્રતપાતને ।
स योग्यो भावभेदस्तु दुर्लक्ष्यो नोपयुज्यते ॥ १८ ॥
અનુવાદ : જે જીવ ભવ (સંસાર)ની નિર્ગુણતા સમજીને વ્રતપાલન માટે ધીર થાય તેને યોગ્ય જાણવો. ભાવ (પરિણામ)નો ભેદ દુર્લક્ષ્ય હોય છે. તેથી અહીં તે ઉપયોગી નથી.
વિશેષાર્થ : કેટલાક જીવોને કુદરતી રીતે જ, પૂર્વના તેવા સંસ્કારોને લીધે અથવા સાધુ ભગવંતોનો ઉપદેશ સાંભળીને કે સંસારના વિપરીત અનુભવો જાતે અનુભવીને કે બીજા પાસેથી એ વિશે સાંભળીને સંસારની નિર્ગુણતા, અસારતા સમજાય છે. વળી આવા જીવો વ્રતના પાલનમાં દૃઢ હોય છે. જો તેઓની સંસારની અસારતા અને વ્રતપાલનની દૃઢતાની પ્રતીતિ થાય તો મહાત્માઓ તેઓને સ્કૂલ પ્રાણાતિપાતવિરમણ વગેરે પ્રકારનાં અણુવ્રતો ઉચ્ચરાવે છે તથા મહાવ્રતો ઉચ્ચરાવી દીક્ષા આપવાને યોગ્ય જાણે છે.
કોઈકને એ પ્રશ્ન થાય કે એ જીવોના હ્રદયમાં વિરતિનો, ત્યાગ વૈરાગ્યનો, સંસારની અસારતાનો ભાવ સાચો છે કે નહિ અથવા તે સમકિતી છે કે નહિ તે જાણ્યા વિના દીક્ષા કેવી રીતે આપી શકાય ? આ પ્રશ્નનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે કે બીજાના હૃદયના ભાવોને, તેના ચિત્તના અધ્યવસાયોને અને તેના ગુણસ્થાનકને યોગ્ય પરિણામના ભેદોને સમજવાનું સરળ નથી. તેની કોઈ પાકી કસોટી કરવાનું સાધન ન પણ મળે. વળી પોતાની છદ્મસ્થતાને કારણે પણ એવી પાકી કસોટી કરવાનું સરળ નથી. એટલે દીક્ષા માટેની તેની યોગ્યતા કેટલી છે તેનો નિર્ણય, સંસારની અસારતા તેને કેટલી લાગે છે અને વ્રતના પાલન માટે તેનું ધૈર્ય કેટલું છે તે ઉપરથી કરી શકાય.
[૪૩] નો ચેાવાડપરિજ્ઞાનાભિસિદ્ધિપરાતેઃ ।
दीक्षा दानेन भव्यानां मार्गोच्छेदः प्रसज्यते ॥१९॥
અનુવાદ : જો આ પ્રમાણે ન કરવામાં આવે તો, ભાવને ન જાણવાથી સિદ્ધિનો અને અસિદ્ધિનો નિરાસ થઈ જશે. પરંતુ એથી તો ભવ્ય જીવોને પણ દીક્ષા અપાશે નહિ અને તેથી માર્ગનો જ ઉચ્છેદ થઈ જશે.
વિશેષાર્થ : જો આવો જ આગ્રહ રાખવામાં આવે કે જ્યાં સુધી જીવનાં અંતરંગ પરિણામો જાણવા મળે નહિ ત્યાં સુધી તેને દીક્ષા આપી શકાય નહિ, તો પછી અંતરંગ ભાવો કે પરિણતિને નિશ્ચિતપણે જાણવાનું શક્ય ન હોવાથી દીક્ષાને યોગ્ય એવા ભવ્ય જીવને પણ દીક્ષા આપી શકાશે નહિ. આમ સિદ્ધિ
Jain Education International_2010_05
૨૨
For Private & Personal Use Only
www.jainelibrary.org