________________
પ્રબંધ પહેલો, અધિકાર બીજો : અધ્યાત્મસ્વરૂપ અધિકાર
અને અસિદ્ધિ બંનેનો નિરાસ અર્થાત્ નાશ થઈ જતાં એટલે કે યોગ્ય પાત્ર કે અયોગ્ય પાત્ર એમ કોઈને પણ દીક્ષા આપવાનું શક્ય જ ન બને તો માર્ગનો જ ઉચ્છેદ થઈ જશે. મન, વચન અને કાયાના યોગોમાંથી બીજાના કાયાના અને વચનના યોગો નિહાળી શકાય છે. જો કે એ યોગોની પાછળ રહેલા મનના યોગો તો અત્યંત સૂક્ષ્મ છે અને નિરંતર ચાલ્યા કરે છે. બીજાના મનના ભાવો અને સૂક્ષ્મ અધ્યવસાયોની સાચી પરીક્ષા કરવાનું શક્ય નથી. મનના ભાવ જાણ્યા વગર દીક્ષા ન આપવાનું જો નક્કી કરવામાં આવે તો દીક્ષાને યોગ્ય એવી વ્યક્તિ પણ દીક્ષાથી વંચિત રહી જાય. એમ યોગ્ય કે અયોગ્ય એવી કોઈ વ્યક્તિને જો દીક્ષા ન અપાય તો મોક્ષમાર્ગ વિછિન્ન થઈ જાય. માટે આ બાબતનો વ્યવહાર દૃષ્ટિથી પણ વિચાર કરવો ઘટે. [૪૪] શબ્દાનગી સાયોન્નો વાદપિ .
सिध्यनिसर्गजं मुक्त्वा तदप्याभ्यासिकं यतः ॥२०॥ અનુવાદ : અશુદ્ધનો અનાદર કરવામાં આવે અને અભ્યાસનો યોગ પ્રાપ્ત ન થાય તો નિસર્ગ-સમક્તિ સિવાય બીજાં દર્શનાદિ સિદ્ધ થશે નહિ, કારણ કે તે દર્શનાદિ અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે.
વિશેષાર્થ : જો અશુદ્ધ ક્રિયાનો અનાદર કે અસ્વીકાર કરવામાં આવે એટલે કે તેવી વ્યક્તિઓને વ્રત આપવામાં ન આવે તો પછી બાળજીવોનો ક્રિયાનો અભ્યાસ અસિદ્ધ થઈ જશે એટલે કે ખોટો ઠરશે, કારણ કે અભ્યાસકાળ દરમિયાન ક્રિયા તો અશુદ્ધ જ રહેવાની. પરંતુ સમ્યક્ત્વ તો કોઈક જીવોને નિસર્ગથી (પૂર્વ જન્મની તેવી આરાધનાથી) અને કોઈક જીવોને અધિગમથી એટલે કે ગુરુ પાસે અભ્યાસ કરવાથી પ્રાપ્ત થાય છે. ઉમાસ્વાતિ મહારાજે “તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહ્યું છે : સિધિમર્ વી. | એટલે જો અશુદ્ધ ક્રિયાનો અનાદર કરવામાં આવે તો નિસર્ગ સમક્તિ સિવાયનું અધિગમ સમક્તિ અસિદ્ધ થઈ જશે, કારણ કે અધિગમ સમ્યક્ત્વ તો ગુરુ પાસેના અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે અને અભ્યાસકાળ દરમિયાન અશુદ્ધિ તો રહેવાની જ. માટે અશુદ્ધ ક્રિયાનો અનાદર કરી શકાય નહિ. [૪૫] સુદ્ધમાનુરાપાડાનાં વા તુ શુદ્ધતા !
गुणवत्परतन्त्राणां सा न क्वापि विहन्यते ॥२१॥ અનુવાદ : શઠતારહિત એવા તથા ગુણવાનને આધીન રહેલા એવા જીવોની શુદ્ધતા શુદ્ધ માર્ગના અનુરાગને કારણે ક્યારેય હણાતી નથી.
વિશેષાર્થ : અહીં ગ્રંથકાર મહર્ષિ બતાવે છે કે એવાં કેટલાંક કારણો છે કે જેનાથી જીવની શુદ્ધતા હણાતી નથી. એ કારણો આ પ્રમાણે છે : (૧) જીવનો માર્ગ માટે તીવ્ર અનુરાગ, (૨) જીવમાં દંભ, કપટ, શઠતા વગેરેનો અભાવ અને (૩) જીવનું ગુણવાનને આધીન રહેવું.
જો જીવ બહુશ્રુત ગુણવાન ગુરુની આજ્ઞાને અનુસરતો હોય તો ગુણવાન ગુરુ એવા જીવોમાં રહેલા ગુણોની વૃદ્ધિ થાય તે તરફ લક્ષ આપશે અને એનામાં કષાયાદિ જે દોષો કે અશુદ્ધિ હશે તો તે દૂર કરવા કે મંદ
૨૩
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org