________________
અધ્યાત્મસાર
પાડવા તેને ઉદ્યમશીલ બનાવશે. જો જીવ શકતારહિત, માયાચારરહિત હશે તો પોતાના દોષોનો તરત સ્વીકાર કરી લેશે. દોષોને તે છુપાવશે નહિ કે તેનો બચાવ કરશે નહિ. વળી જો તેનામાં શુદ્ધ માર્ગ માટે તીવ્ર અનુરાગ હશે એટલે કે પોતાની જાતને ઉત્તરોત્તર વધુ યોગ્ય કરવા માટે લગની હશે તો એથી એક બાજુ એનામાં રહેલી અશુદ્ધિ ઓછી થતી જશે અને બીજી બાજુ પોતાનામાં જે શુદ્ધિ હશે તે ઓછી નહિ થાય.
અહીં કહેવામાં આવ્યું છે કે આવી શુદ્ધતા ક્યાંય પણ હણાતી નથી અને ક્યારેય પણ હણાતી નથી. એવી શુદ્ધતા ગુરુમાં હોય, શિષ્યમાં હોય કે દીક્ષાર્થીમાં હોય, તે જૈન દર્શનમાં હોય કે અન્ય દર્શનમાં હોય, પરંતુ તે હણાતી નથી. [૪૬] વિષયાત્માનુવંર્દિ ત્રિધા શુદ્ધ યથોત્તરમ્ |
ब्रुवते कर्म तत्राद्यं मुक्त्यर्थं पतनाद्यपि ॥२२॥ અનુવાદઃ વિષય, આત્મા અને અનુબંધ એમ ત્રણ પ્રકારનાં કર્મ છે. તે એકએકથી ઉત્તરોત્તર શુદ્ધ છે. તેમાં મુક્તિ મેળવવાના આશયથી ઝંપાપાત વગેરે કરવો તે પ્રથમ વિષયશુદ્ધ કર્મ કહેવાય છે. | વિશેષાર્થ : અહીં ત્રણ પ્રકારનાં કર્મ એટલે કે કાર્ય અથવા ક્રિયા બતાવવામાં આવ્યાં છે. ગ્રંથકારે અહીં કર્મ શબ્દ અન્ય દર્શનોને લક્ષમાં રાખીને સામાન્ય લોકપ્રચલિત અર્થમાં પ્રયોજયો છે. કર્મ શબ્દ જૈન દર્શનમાં પારિભાષિક અર્થમાં વપરાયો છે. તે અર્થ અહીં લેવાનો નથી.
ક્રિયા ત્રણ પ્રકારની બતાવવામાં આવી છે. (૧) વિષયશુદ્ધ ક્રિયા, (૨) આત્મશુદ્ધ ક્રિયા અને (૩) અનુબંધ શુદ્ધ ક્રિયા. આ ત્રણે ક્રિયાઓ ઉત્તરોત્તર વધુ શુદ્ધ છે. વિષયશુદ્ધ ક્રિયા કરતાં આત્મશુદ્ધ ક્રિયા વધુ શુદ્ધ છે અને આત્મશુદ્ધ ક્રિયા કરતાં અનુબંધ શુદ્ધ ક્રિયા વધુ શુદ્ધ છે.
આ શ્લોકમાં અને તે પછીના શ્લોકમાં આ ત્રણે પ્રકારની ક્રિયાનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે.
આ ત્રણમાંથી પ્રથમ વિષયશુદ્ધ ક્રિયાનું ઉદાહરણ અહીં આ શ્લોકમાં આપવામાં આવ્યું છે. કેટલાક માણસો પોતાના ધર્મની માન્યતા અનુસાર મોક્ષ મેળવવાની ઇચ્છાથી ગિરનારની ભૈરવ શિલા ઉપરથી પડતું મૂકી પોતાના જીવનનો અંત આણે છે. જૂના વખતમાં કેટલાક કાશીએ કરવત મુકાવતા હતા. કેટલાક જળસમાધિ લે છે. કેટલાક અગ્નિપ્રવેશ કરે છે. આવી દરેક ક્રિયામાં તેમનું લક્ષ્ય, પ્રયોજન કે ધ્યેય મુક્તિ મેળવવાનું છે. મુક્તિ મેળવવાનું પ્રયોજન પોતે અશુદ્ધ નથી. તે તો શુદ્ધ છે. મોક્ષ મેળવવો યોગ્ય નથી અથવા મોક્ષ મેળવવા જેવો નથી એમ નહિ કહેવાય. એટલે અહીં લક્ષ્યની એટલે કે વિષયની શુદ્ધિ છે. પણ ક્રિયાની એટલી શુદ્ધિ નથી. એટલે આવી ક્રિયાને વિષયશુદ્ધ ક્રિયા કહેવામાં આવે છે. [४७] अज्ञानिनां द्वितीयं तु लोकदृष्ट्या यमादिकम् ।
तृतीयं शांतवृत्त्या तत् तत्त्वसंवेदनानुगम् ॥२३॥ અનુવાદ : બીજી ક્રિયા લોકદષ્ટિએ યમનિયમાદિ પ્રકારની છે. તે અજ્ઞાનીઓને હોય છે. ત્રીજી ક્રિયા શાન્ત વૃત્તિ વડે તત્ત્વસંવેદનને અનુસરે છે.
વિશેષાર્થ : બીજી ક્રિયા તે આત્મશુદ્ધિ ક્રિયા છે. અહીં “આત્મ અથવા “આત્મકર્મ' શબ્દ અન્ય
- ૨૪
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org