________________
પ્રબંધ પહેલો, અધિકા૨ બીજો : અધ્યાત્મસ્વરૂપ અધિકાર
દર્શનોને લક્ષમાં રાખી, વ્યવહાર દૃષ્ટિએ પ્રયોજ્યો છે. ‘આત્મ‘ શબ્દ પોતાની જાત માટે અથવા પોતાના સ્વરૂપ માટે અહીં વપરાયો છે. લોકષ્ટિએ પોતાની જાતને શુદ્ધ કરવા માટે યમ, નિયમ, આસન, પ્રાણાયામ વગેરેનો આશ્રય લેવામાં આવે છે. ક્યારેક દેહશુદ્ધિ માટે, આરોગ્ય કે ચિત્તસંયમ માટે તેનો ઉપયોગ થાય છે. અજ્ઞાનીઓ પણ યમનિયમના પ્રકારની ક્રિયા કરતા હોય છે. તો પણ વિષયશુદ્ધના પ્રકારની ક્રિયા કરતાં આ ક્રિયા વધુ શુદ્ધ છે, કારણ કે એમાં યમનિયમ ઉપયોગી અને શુદ્ધ છે અને ક્રિયાનું લક્ષ્ય પણ મુક્તિનું હોય છે.
ત્રીજી ક્રિયા તે અનુબંધશુદ્ધ ક્રિયા છે. તે શાન્તવૃત્તિથી તત્ત્વસંવેદનને અનુસરે છે. આ ક્રિયામાં મોક્ષનું લક્ષ્ય તો છે જ, સાથે સાથે તેને અનુરૂપ ચિત્ત અને ઇન્દ્રિયોના સંયમ સાથે વિષય અને કષાયોની મંદતાથી પ્રાપ્ત થયેલી પ્રશાન્તવાહિતા પણ હોય છે. શ્રી હરિભદ્રસૂરિએ ‘અષ્ટક પ્રકરણ'માં બતાવ્યું છે તેમ હેય તત્ત્વને હેય તરીકે જાણે અને ઉપાદેયને ઉપાદેય તરીકે જાણે એ પ્રકા૨ની તત્ત્વસંવેદના સર્વવિરતિધર સાધુઓને હોય છે. વળી આ ક્રિયાથી જે અનુબંધ થાય છે એટલે કે કર્મની જે પરંપરા થાય છે તે પણ શુદ્ધ હોય છે.
આમ, અગાઉ દર્શાવ્યું તેમ વિષયશુદ્ધ ક્રિયા કરતાં આત્મશુદ્ધ ક્રિયા વધુ શુદ્ધ હોય છે અને આત્મશુદ્ધ ક્રિયા કરતાં અનુબંધશુદ્ધ ક્રિયા વધુ શુદ્ધ હોય છે.
[૪૮] આદ્યાન્નાજ્ઞાનવાદુત્વામોક્ષવાધવાધનમ્ । सद्भावाशयलेशेनोचितं जन्म परे जगुः ॥२४॥
અનુવાદ : અજ્ઞાનની બહુલતાને કારણે પહેલી ક્રિયાથી મોક્ષનો બાધ કરનારનો બાધ થતો નથી. જો કે કેટલાક એમ કહે છે કે તેમાં સદ્ભાવવાળા આશયનો અંશ હોવાથી તે કરનારા તેને ઉચિત એવો જન્મ પામે છે.
વિશેષાર્થ : ભૈરવપાત, અગ્નિપ્રવેશ, જળસમાધિ, કાશીક૨વત વગેરે પ્રકારની પહેલી વિષયશુદ્ધ ક્રિયામાં મોક્ષનું લક્ષ્ય છે, પરંતુ જીવનમાં નિષ્ફળતા, અતિશય ઉગ્ર વાસનાઓ, ભારે વિયોગનું દુઃખ, જીવલેણ વ્યાધિ, કૌટુમ્બિક કલેશ કે સંઘર્ષ વગેરે તેનાં પ્રેરકબળ હોઈ શકે છે. એટલે તે ક્રિયામાં બહુ અજ્ઞાન રહેલું છે. આ અજ્ઞાનને કારણે, જીવને મોક્ષ મળતાં અટકાવનારાં રાગદ્વેષાદિ, વિષય-કાષાયાદિ જે તત્ત્વો છે તેનો નાશ થતો નથી. એટલે આ ક્રિયાને અધ્યાત્મસ્વરૂપની ક્રિયા કહી શકાય નહિ. આમ છતાં આ ક્રિયા સર્વથા નિરર્થક છે એમ નહિ કહી શકાય. એના ગુણપક્ષે વિચારીએ તો મોક્ષનો આશય હોવા ઉપરાંત તેવા જીવોમાં સંસારની અસારતા, ત્યાગ, વૈરાગ્ય, દેહની મમતાનો અભાવ ઇત્યાદિ શુભ અંશો રહેલા છે. એવા શુભ અંશોથી તેવા જીવોને ભવાન્તરમાં મોક્ષને અનુકૂળ કે ઉચિત એવો જન્મ, એવાં કુળ-જાતિ વગેરે મળવાનો સંભવ રહે છે.
[૪૯] દ્વિતીયાદોષજ્ઞાનિ: સ્થાòાવિન્મઙૂળપૂર્વાવત્ ।
आत्यंतिकी तृतीयात्तु गुरुलाघवचिंता ॥२५॥
અનુવાદ : બીજી ક્રિયાથી મંડૂકના ચૂર્ણની જેમ કંઈક દોષહાનિ થાય છે. ત્રીજીથી ગુરુલાઘવના ચિંતનની દૃષ્ટિએ દોષોની આત્યંતિક હાનિ થાય છે.
Jain Education International2010_05
૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org