________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : બીજી આત્મશુદ્ધ ક્રિયાથી દેડકાના ચૂર્ણની જેમ રાગાદિ દોષની કંઈક હાનિ થાય છે. અહીં દેડકાના ચૂર્ણની ઉપમા આપવામાં આવી છે. ઉનાળામાં દેડકાઓ સુકાઈને માટીમાં માટી જેવા થઈને ભળી જાય છે, મૃત્યુ પામતા નથી. પરંતુ જેવો વરસાદ પડે કે તરત દેડકાઓ ચેતનવંતા થઈ જાય છે. એટલે આ પ્રકારની ક્રિયાથી તાત્કાલિક દોષહાનિ કદાચ દેખાય તો પણ નિમિત્ત મળતાં ઘણા દોષોની વૃદ્ધિ થાય છે.
ત્રીજી અનુબંધશુદ્ધ ક્રિયામાં દોષોની આત્યંતિક હાનિ અથવા તેનો ક્ષય થાય છે, કારણ કે તેમાં ગુરુલાઘવનું ચિંતન હોય છે. ગુરુલાઘવનું ચિંતન એટલે ‘જે પ્રકારે ગુણની વૃદ્ધિરૂપ ગૌરવ થાય અને દોષની હાનિરૂપ લાઘવ થાય તે પ્રકારે હું ક્રિયા કરું.’– એવા વિચારે અનુષ્ઠાન કરવાથી દોષો ઉત્તરોત્તર નાશ પામતા જાય છે.
શ્રી હરિભદ્રસૂરિ વગેરે આપણા શાસ્ત્રકારોએ ‘મંડૂકચૂર્ણ’ અને ‘મંડૂકભસ્મ’ની ઉપમા આપી છે. મંડૂકચૂર્ણમાંથી વરસાદ પડતાં પાછા ઘણા બધા દેડકાઓ ઉત્પન્ન થાય છે, પરંતુ મંડૂકભસ્મમાંથી વરસાદ પડતાં દેડકાઓ ઉત્પન્ન થતા નથી. આત્મશુદ્ધ ક્રિયા મંડૂકચૂર્ણ જેવી છે અને અનુબંધશુદ્ધ ક્રિયા મંડૂકભસ્મ જેવી છે.
[૫૦] અપિ સ્વરૂપત: શુદ્ધા યિા તસ્માદ્વિશુદ્ધિમ્ ।
मौनीन्द्र व्यवहारेण मार्गबीजं दृढादरात् ॥२६॥
અનુવાદ : એટલા માટે સ્વરૂપથી શુદ્ધ એવી ક્રિયા પણ વિશુદ્ધિ કરનારી હોય છે. તેથી મુનીન્દ્ર (જિનેન્દ્ર) બતાવેલા વ્યવહાર વડે દૃઢ આદરને લીધે માર્ગબીજ (સમ્યક્ત્વ) પ્રાપ્ત થાય છે.
વિશેષાર્થ : જે ક્રિયા સ્વરૂપથી શુદ્ધ હોય તે ક્રિયા આત્માની વિશુદ્ધિ કરનારી હોય છે એટલે એ ક્રિયાને અધ્યાત્મસ્વરૂપની ક્રિયા તરીકે જ ગણવી જોઈએ. એટલા માટે જિનેશ્વર ભગવાને જે વ્યવહાર બતાવ્યો છે તે પ્રમાણે આદર અને બહુમાનપૂર્વક ક્રિયા કરવામાં આવે તો તે રત્નત્રયરૂપ માર્ગના બીજનો લાભ એટલે કે સમ્યક્ત્વનો લાભ કરાવનારી છે.
[૫૧] પુર્વાસાવારસંધ્યેળ દ્રવ્યીક્ષાપ્રજ્ઞાવપિ वीर्योल्लासक्रमात्प्राप्ता बहवः परमं पदम् ॥२७॥
અનુવાદ : ગુરુની આજ્ઞાને આધીન રહેવાથી, દ્રવ્યદીક્ષા લીધી હોય તો પણ, ઘણા જીવ વીર્યોલ્લાસની અનુક્રમે વૃદ્ધિ કરીને પરમ પદ (મોક્ષ) પામ્યા છે.
વિશેષાર્થ : જે જીવોએ માત્ર દ્રવ્યદીક્ષા લીધી હોય, એટલે કે રજોહરણ વગેરે સાથે માત્ર સાધુવેશ ધારણ કર્યો હોય એવા જીવો જે ક્રિયા કરે તેમાં ઘણી અશુદ્ધિ રહેવાનો સંભવ રહે છે. તેમ છતાં એવા જીવો જો ગુરુની આજ્ઞાને આધીન રહે તો તેમના અંતઃકરણમાં વીર્યોલ્લાસની રુચિ પ્રવર્તે છે અને તેથી ઉત્તરોત્તર શુદ્ધિ થતી રહે છે અને એમ કરતાં કરતાં, આરંભમાં દ્રવ્યદીક્ષાવાળા જીવો પણ પછીથી સાધના કરીને પરમ પદ મોક્ષ પામ્યાનાં ઘણાં ઉદાહરણો છે. આમ ગુરુપારતંત્ર્ય, દ્રવ્યદીક્ષા અને વીર્યોલ્લાસ
Jain Education International_2010_05
૨૬
For Private & Personal Use Only
www.jainelibrary.org