________________
પ્રબંધ પહેલો, અધિકાર બીજો ઃ અધ્યાત્મસ્વરૂપ અધિકાર
એ ત્રણ હોય તોપણ મોક્ષપ્રાપ્તિ શક્ય છે. તો પછી દ્રવ્યદીક્ષા સાથે ભાવદીક્ષા પણ હોય તો શું સંભવી શકે ?
[૫૨] અધ્યાત્માભ્યાસાનેપ યિા ાવ્યેવસ્તિ દિ।
शुभौघसंज्ञानुगतं ज्ञानमप्यस्ति किंचन ॥२८॥
અનુવાદ : અધ્યાત્મના અભ્યાસકાળમાં પણ કાંઈક ક્રિયા રહેલી છે. વળી શુભ એવી ઓઘસંજ્ઞાને અનુસરતું કંઈક જ્ઞાન પણ રહેલું છે.
વિશેષાર્થ : સંસારમાં પરિભ્રમણ કરતો અજ્ઞાની જીવ અનેક પુદ્ગલ પરાવર્તન કરતો રહે છે. જે જીવોનો એક પુદ્ગલ પરાવર્તન જેટલો કાળ જ્યારે બાકી રહે છે ત્યારે તે જીવ ધર્મની અભિલાષાવાળો થાય છે. તે આત્મચેતનાની સન્મુખ બને છે. સુદેવ, સુગુરુને વંદન કરવાં, દયા, દાન, વિનય, વૈયાવૃત્ય જેવી ક્રિયાઓ તેનામાં આવવા લાગે છે. તે જન્મ-મૃત્યુનું ચિંતન કરે છે. આ રીતે જ્યારે કોઈક જીવ અધ્યાત્મનો અભ્યાસ શરૂ કરે છે ત્યારે એના અરંભના કાળમાં પણ કોઈક શુદ્ધ ક્રિયા રહેલી હોય છે તથા શુભ ઓધસંજ્ઞાવાળું જ્ઞાન રહેલું હોય છે.
વસ્તુતત્ત્વનું સામાન્ય જ્ઞાન તે ઓધજ્ઞાન કહેવાય છે. વસ્તુતત્ત્વનું વિપર્યાસ વિનાનું જ્ઞાન તે શુભજ્ઞાન કહેવાય છે.
[૫૩] વં જ્ઞાનક્રિયારૂપમધ્યાત્મ વ્યવતિતે ।
एतत्प्रवर्धमानं स्यान्निर्दम्भाचारशालिनाम् ॥२९॥
અનુવાદ : આ રીતે જ્ઞાન અને ક્રિયા એ બંને રૂપે અધ્યાત્મ રહેલું છે. આ અધ્યાત્મ નિર્દભ આચાર વડે શોભતા મનુષ્યોમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જાય છે.
વિશેષાર્થ : આમ, જ્ઞાન અને ક્રિયા એ બંને રૂપે અધ્યાત્મ રહેલું છે, એટલે કે અધ્યાત્મ જ્ઞાનક્રિયારૂપ છે. આ પ્રકારનું અધ્યાત્મ અપુનર્બંધક જીવોમાં પણ હોઈ શકે છે. અલબત્ત, જેઓના આચારમાં દંભ કે માયાકપટ નથી તેવા જીવોમાં એ અધ્યાત્મની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે. અધ્યાત્મવિદ્યા આવી ઉજ્જવળ છે.
Jain Education International_2010_05
इति अध्यात्मस्वरूपाधिकारः । અધ્યાત્મસ્વરૂપ અધિકાર સંપૂર્ણ.
૨૭
For Private Personal Use Only
www.jainelibrary.org