________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
કરવામાં આવે, તેમ વિપક્ષની દલીલોને બાધા પહોંચાડે એવી બાધક દલીલો પણ કરવી જોઈએ. આમ વાદવિવાદમાં મંડન અને ખંડન અથવા સાધક અને બાધક એમ બંને પ્રકારનાં પ્રમાણો રજૂ કરવાં જોઈએ. ફક્ત મંડન કે ફક્ત ખંડનની દલીલો અધૂરી ગણાય. ખંડન અને મંડન બંને હોય તો જ વાદવિવાદનો નિર્ણય થાય. હવે અહીં દિગંબર મતે પોતાની સાધક દલીલ કરી કે મોક્ષની સાધનામાં નગ્નાવસ્થા અનિવાર્ય છે. પરંતુ એથી અન્ય લિંગે મોક્ષ નથી એવું સિદ્ધ થતું નથી કારણ કે વિપક્ષની જે વાત કે ભાવલિંગ જ મોક્ષ અપાવે, દ્રવ્યલિંગની અનિવાર્યતા નથી એ દલીલના ખંડન માટે તેઓ કશું કહેતા નથી. વિપક્ષબાધકનો ત્યાં અભાવ છે. વિપક્ષનું ખંડન કરવા માટે તેમની પાસે કોઈ પ્રમાણ નથી. એટલે યથાજાતદશા એ અવ્યભિચારી કારણ છે એવો તેમનો મત સિદ્ધ થતો નથી.
[૮૬૨] વસ્ત્રાવિધારોછા ચેાધિજાતસ્ય તાં વિના ।
धृतस्य किमवस्थाने करादेरिव बाधकम् ॥१८५॥
અનુવાદ : જો વસ્ત્રાદિ ધારણ કરવાની ઇચ્છા (મોક્ષનો) બાધ કરનારી હોય, તો તે (ઇચ્છા) વિના હાથ વગેરેની જેમ ધારણ કરેલા (વસ્ત્રાદિના) હોવાપણામાં શો બાધ છે ?
વિશેષાર્થ : વિપક્ષના બાધકનો અભાવ હોવાથી તેના હેતુત્વમાં પ્રમાણ નથી એમ કહેવામાં આવ્યું ત્યારે દિગંબર મત વિપક્ષમાં બાધક તર્ક બતાવતાં કહે છે કે વસ્ત્રાદિ ધારણ કરવાની ઇચ્છા મોક્ષની પ્રાપ્તિમાં બાધા કરનારી થાય છે. જ્યાં ઇચ્છા હોય ત્યાં મોક્ષ ન હોય. કોઈ વ્યક્તિ મુનિપણું અંગીકાર કરે અને યથાજાત અવસ્થા (નગ્નાવસ્થા)માં ન રહે અને મુનિપણાના લક્ષણરૂપ અને સાધનરૂપ તરીકે વસ્ત્રાદિની અવસ્થામાં રહેવાની ઇચ્છા કરે તો તે ઇચ્છા મોક્ષનું કારણ બની શકે નહિ. માટે યથાજાતદશા જ મોક્ષપ્રાપ્તિમાં અવ્યભિચારી કારણ છે.
આના ઉત્તરમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે મનુષ્યના હાથપગ એનાં સાધન છે, ઉપકરણરૂપ છે. એ એણે ઇચ્છાથી ધારણ કર્યાં છે કે ઇચ્છા વગર ? જો નગ્ન મુનિના હાથપગ ધારણ કરવામાં કોઈ ઇચ્છા નથી હોતી, તો તેવી રીતે મુનિએ પોતાની અવસ્થા માટેનાં વસ્ત્રાદિ ઉપકરણો ધારણ કરેલાં હોય પણ ઇચ્છા વિના હોઈ શકે.
એટલે મોક્ષપ્રાપ્તિમાં યથાજાતલિંગ નહિ, પણ ભાવલિંગ જ અવ્યભિચારી કારણ ગણાય.
[૮૬૩] સ્વરૂપેણ ત્ર વસ્ત્ર ચેત્ વેવલજ્ઞાનવાધમ્ ।
तदा दिक्पटनीत्यैव तत्तदावरणं भवेत् ॥ १८६॥
અનુવાદ જો વજ્ર સ્વરૂપથી જ કેવળજ્ઞાનને બાધક હોય તો દિગંબર(દિક્પટ)ના ન્યાય વડે જ તે (વસ) તેનું (કેવળજ્ઞાનનું) આવરણ થશે.
વિશેષાર્થ : દિગંબરો મુનિપણામાં નગ્નાવસ્થા પર જે ભાર મૂકે છે તે વિશે વિચારણા કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે જો વસ્ર ન હોય ત્યાં સુધી મુનિપણું ન હોય અને મુનિપણું ન હોય ત્યાં સુધી કેવળજ્ઞાન ન હોય એમ કહેવામાં આવે છે, તો એનો અર્થ એ થયો કે વસ્ત્ર કેવળજ્ઞાનમાં બાધક છે. જ્યાં સુધી શરીર
Jain Education International2010_05
૪૯૧
For Private & Personal Use Only
www.jainelibrary.org