________________
અધ્યાત્મસાર
પર વસ્ત્ર હોય ત્યાં સુધી કેવળજ્ઞાનનું આવરણ થાય છે એમ કહેવું પડે. પરંતુ એમ સ્વીકારીએ તો જ્ઞાનાવરણીય કર્મના પ્રકારોમાં વસ્ત્રાવરણીય એટલે વસ્ત્ર-જ્ઞાનાવરણીય કર્મ પણ સ્વીકારવું પડશે. પરંતુ શાસ્ત્રોમાં એવા કર્મની ક્યાંય વાત નથી. એટલે કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં વસ્ત્રત્યાગની અનિવાર્યતા નથી. કેવળજ્ઞાન ઉદ્ભવે ત્યારે નગ્નાવસ્થા હોય કે ન પણ હોય ! [૮૬૪] રૂલ્ય વત્નિનસ્તન ખૂઝ ક્ષિન વેચતા
__ केवलित्वं पलायतेत्यहो किमसमंजसम् ॥१८७॥ અનુવાદ : એ રીતે તો કેવળીના મસ્તક ઉપર તે (વસ્ત્ર) કોઈકના નાખવાથી કેવળીપણું (કેવળજ્ઞાન) ભાગી જાય. અરે, આ તે કેવી અસમંજસ વાત? ' વિશેષાર્થ : નગ્નાવસ્થા વિના મુનિપણું નથી, કેવળજ્ઞાન નથી અને મોક્ષ નથી એવી દિંગબર સંપ્રદાયની જે માન્યતા છે, તેમાં કેવળજ્ઞાન વિશે ઉપાધ્યાયજી મહારાજે અહીં એક તર્ક રજૂ કર્યો છે. જ્યાં સુધી વસ્ત્ર આવરણરૂપ રહેલું હોય ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટે નહિ, કારણ કે વસ્ત્ર આવરણરૂપ બને છે. શ્વેતામ્બર માન્યતા છે કે વસ્ત્ર કેવળજ્ઞાનમાં બાધક ન થઈ શકે.
આ શ્લોકમાં એવો તર્ક કરવામાં આવ્યો છે કે ધારો કે બધા જ કેવળજ્ઞાની નગ્નાવસ્થામાં જ હોય, પરંતુ કોઈક કેવળજ્ઞાની ધ્યાનમાં બેઠા હોય અને શિયાળાની કડકડતી ઠંડીમાં કોઈક શ્રાવક ભક્ત અથવા અન્ય કોઈ કરુણાભાવથી પ્રેરાઈને કેવળી ભગવંતના મસ્તક ઉપર વસ્ત્ર ઓઢાડે તો તેથી કેવળી ભગવંતનું કેવળજ્ઞાન તરત ચાલ્યું જવું જોઈએ. પણ એ તો હાસ્યાસ્પદ વાત લાગે છે. એમ કંઈ કેવળજ્ઞાન જાય નહિ. માટે વસ્ત્ર કેવળજ્ઞાનનું બાધક બની શકે નહિ. એ બાધક બને એમ કહેવું તે અસમંજસ એટલે કે અયોગ્ય અથવા અપ્રતીતિકાર લાગે છે. [૮૬૫ માવર્તિત્ તતો મોક્ષો મિન્નત્રિષ્ય યુવ:.
कदाग्रहं विमुच्यैतद्भावनीयं मनस्विना ॥१८८॥ અનુવાદ : એટલે ભિન્ન લિંગવાળાઓમાં પણ ભાવલિંગથી અવશ્ય મોક્ષ છે. મનસ્વી (બુદ્ધિમાન) પુરુષે કદાગ્રહ છોડીને આ વિશે ભાવપૂર્વક વિચાર કરવો જોઈએ. ' વિશેષાર્થ : જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રત્નત્રયીરૂપ આત્માના ગુણોનો આવિર્ભાવ એ ભાવલિંગની મોક્ષપ્રાપ્તિમાં અનિવાર્યતા છે. વ્યક્તિએ વેશ ગમે તે પ્રકારનો ધારણ કર્યો હોય, તે શ્વેતામ્બર પરંપરાનો હોય કે દિગંબર પરંપરાનો હોય, અરે અન્ય ધર્મનો હોય, પણ જો એનામાં ભાવલિંગ હશે તો જ એનાથી મુક્તિ છે. જૈન પરંપરાનો મુનિ હોય કે ગૃહસ્થ હોય, પણ એનામાં ભાવલિંગનો જો અભાવ હોય તો એને મોક્ષપ્રાપ્તિ થઈ શકે નહિ.
પરંતુ આવી સમજણ બધામાં હોતી નથી. દરેક સંપ્રદાયવાળા પોતાના સંપ્રદાયની સામાચારી પ્રમાણે જ સમ્યગદર્શન અને મોક્ષ છે એવું માને છે અને અભિનિવેશપૂર્વક કહેતા હોય છે. ક્યારેક તો એમાં કદાગ્રહ કે દુરાગ્રહ પણ જોવા મળે છે. માટે ઉપાધ્યાયજી મહારાજ ભલામણ કરે છે કે ડાહ્યા, મનસ્વી,
૪૯૨
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org