________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
બુદ્ધિમાન પુરુષે કદાગ્રહ છોડી સત્ય સ્વીકારવું જોઈએ. [૮૬૬] શુદ્ધનયત ઈંભા વો મુ રૂતિ રિતિકા.
न शुद्धनयतस्त्वेष बध्यते नापि मुच्यते ॥१८९॥ અનુવાદ : અશુદ્ધ નયથી તો આત્મા બદ્ધ છે અને મુક્ત પણ છે એવી સ્થિતિ છે, પરંતુ શુદ્ધ નયથી તો એ (આત્મા) બંધાતો નથી અને મુક્ત પણ થતો નથી.
વિશેષાર્થ : આ બધી ચર્ચાવિચારણાનો ઉપસંહાર કરતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે અશુદ્ધ નિશ્ચયનયથી જોઈએ તો આત્મા ભાવકર્મનો કર્તા છે અને ભોક્તા છે તથા આત્મા ભાવકર્મથી બંધાય છે અને ભાવકર્મથી મુક્ત થાય છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનયથી જોઈએ તો આત્મા કર્મનો કર્તા નથી અને ભોક્તા પણ નથી. આત્મા કર્મથી બંધાતો નથી અને કર્મથી મુકાતો પણ નથી. માટે સાચા મુમુક્ષુએ કોઈ ઐકાંતિક વિચારણાના પ્રવાહમાં ન ઘસડાઈ જતાં શાન્ત ચિત્તે, સમભાવ અને ઉદારતાપૂર્વક વિભિન્ન પક્ષોને, નયોને સમજીને એમાંથી તારણ કાઢવું જોઈએ.
[૮૬૭ અન્વયેવ્યતિરેગામાત્મતત્ત્વવિનિશ્ચયમ્ |
नवभ्योऽपि हि तत्त्वेभ्यः कुर्यादेवं विचक्षणः ॥१९०॥ અનુવાદ : આ રીતે વિચક્ષણ વ્યક્તિએ નવ તત્ત્વથી પણ અન્વય અને વ્યતિરેક દ્વારા આત્મતત્ત્વનો નિશ્ચય કરવો.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં કહ્યું કે અશુદ્ધ નિશ્ચયનયથી જોતાં આત્માની બદ્ધ અને મુક્ત એવી સ્થિતિ છે એટલે કે આત્મા કર્મથી બંધાય છે અને કર્મથી મુક્ત થાય છે. પરંતુ શુદ્ધ નિશ્ચયનયથી જોતાં આત્મા જો કર્મથી બંધાતો નથી, તો કર્મથી મુક્ત થવાની વાત પણ રહેતી નથી. હવે આ શ્લોકમાં નવ તત્ત્વોના સંદર્ભમાં આત્માની એટલે જીવતત્ત્વની વાત કરી છે. નવ તત્ત્વો છે : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. એ તત્ત્વો સાથેના અન્વય અને વ્યતિરેકની વાત કરવામાં આવી છે. “અન્વય' શબ્દનો અર્થ છે જોડવું, અનુક્રમે લેવું, એકત્ર કરવું, એકરૂપ થવું, “વ્યતિરેક એટલે છૂટા પડવું, જુદા રહેવું, પોતાની જુદી ખાસ લાક્ષણિકતા પ્રગટ કરવી. અહીં અન્વય એટલે અભેદ અને વ્યતિરેક એટલે ભેદ. વ્યવહારનયની દષ્ટિએ આત્માને અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ બધાં તત્ત્વોની સાથે સંબંધ છે. તેવી જ રીતે જીવ દ્રવ્યને પુદ્ગલાસ્તિકાયાદિ પાંચે દ્રવ્યો સાથે સંબંધ છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનયથી જોઈએ તો દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, તેમ જીવ દ્રવ્ય પણ સ્વતંત્ર છે. આત્મા કર્મનો કર્તા નથી અને કર્મનો ભોક્તા પણ નથી. વિચક્ષણ વ્યક્તિએ નવ તત્ત્વનો સાપેક્ષ વિચાર કરીને તથા ભેદ-અભેદનું તારતમ્ય કાઢીને આત્મહત્ત્વનો વિચાર કરવો જોઈએ અને સ્વસ્વરૂપને પામવાનો પુરુષાર્થ કરવો જોઈએ.
૪૯૩ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org