________________
અધ્યાત્મસાર
રહે. દ્રવ્યલિંગ ઉપર વધારે પડતો ભાર દઈ શકાશે નહિ, કારણ કે એના અભાવમાં પણ મોક્ષપ્રાપ્તિનું કાર્ય થઈ શકે છે. ભાવલિંગ ઉપર અતિશય ભાર દેવા છતાં તે અયોગ્ય નહિ ઠરે, કારણ કે એના અભાવમાં મોક્ષપ્રાપ્તિનું કાર્ય ક્યારેય સિદ્ધ નહિ થઈ શકે. આત્યંતિકનો બીજો અર્થ એવો કરી શકાય કે અંત સુધી જેને વધારતા જઈ શકાય અથવા જેની ઉત્તરોત્તર થતી વૃદ્ધિ વચ્ચે ક્યાંય કાયમ માટે અટકી ન જાય, પણ અંત સુધી પહોંચાડે. આ અર્થમાં દ્રવ્યલિંગ આત્યંતિક ન થઈ શકે, પણ ભાવલિંગ આત્યંતિક થઈ શકે. ભાવલિંગ રત્નત્રયીની પરિપૂર્ણતા સુધી, કેવળજ્ઞાન અને સિદ્ધગતિ સુધી પહોંચાડી શકે, પહોંચાડે છે.
અહીં દ્રવ્યલિંગને “અકારણ’ કહ્યું છે તે નિશ્ચયનયની દૃષ્ટિએ, ઉપાદાનકારણ તરીકે સમજવાનું છે. દ્રવ્યલિંગ ભાવલિંગનું, મોક્ષપ્રાપ્તિનું નિમિત્ત કારણ થઈ શકે, ઉપાદાન કારણ નહિ. ભાવલિંગ ઉપાદાન કારણ છે. નિશ્ચયનયમાં નિમિત્ત કારણોનું મહત્ત્વ નથી. માટે દ્રવ્યલિંગને “અકારણ” કહ્યું છે. પરંતુ એનો અર્થ એવો નથી કે દ્રવ્યલિંગ સદા સર્વદા નિરર્થક છે. એની પણ અપેક્ષાએ ઉપયોગિતા છે.
[૮૬૧] યથાનીતિ શાર્તિામર્શાવ્યfમારિ ઘેત્ |
विपक्षबाधकाभावात् तद्धेतुत्वे तु का प्रमा ॥१८४॥ અનુવાદ : કેવી રીતે જન્મ થયો તેવી (યથા જાત-નગ્ન) દશારૂપ લિંગ (વેષ) અર્થથી અવ્યભિચારી કારણ છે, જો એમ હોય તો પણ વિપક્ષમાં બાધક પ્રમાણનો અભાવ હોવાથી તેના હેતુત્વમાં શું પ્રમાણ છે?
વિશેષાર્થ : દ્રવ્યલિંગ કરતાં ભાવલિંગની જ મહત્તા સવિશેષ છે. દ્રવ્યલિંગની અનિવાર્યતા નથી. હવે દિગંબર મતમાં માનવાવાળા મુનિઓ વિશે વિચાર કરીશું. દિગંબર મુનિઓએ સાધુનો કોઈ અમુક પ્રકારનો વેશ તો ધારણ કર્યો નથી હોતો. તેઓ તો યથાજાતદશામાં હોય છે. “યથા” એટલે જેવી રીતે અને “જાત” એટલે જન્મેલા. બાળક જન્મે ત્યારે નગ્નાવસ્થામાં હોય છે. એવી જ અવસ્થા દિગંબર મુનિઓની હોય છે. જો તેઓએ કોઈ વેશ ધારણ કર્યો ન હોય તો તેઓને દ્રવ્યલિંગી કહી શકાય ? હા, કારણ કે ભલે તેઓએ વેશ ધારણ ન કર્યો હોય તો પણ એમની નગ્નાવસ્થા એ એમના મુનિપણાનું બાહ્ય લક્ષણ અથવા ઓળખ બને છે, એટલે કે નગ્નપણું એ એમને માટે દ્રવ્યલિંગ છે. - હવે દિગંબર મત એમ કહે છે કે જ્યાં સુધી દીક્ષિત સાધુઓની નગ્નાવસ્થા નથી હોતી ત્યાં સુધી તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય. નગ્નાવસ્થારૂપી લિંગ યાને લક્ષણ મોક્ષપ્રાપ્તિ માટે આવ્યભિચારી કારણ છે. વ્યભિચારી એટલે ક્યારેક હોય અને ક્યારેક ન હોય. એકની પ્રત્યે કાયમ વફાદાર અને વળગેલું તે ન હોય. અવ્યભિચારી એટલે જે કાયમ સાથે ને સાથે જ હોય, વફાદાર હોય. નગ્નાવસ્થા કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને મોક્ષપ્રાપ્તિ સુધી સાથે ને સાથે જ હોય. ક્યારેય તે અળગી ન હોઈ શકે. એટલે યથાજાતદશા મોક્ષપ્રાપ્તિ માટે આવ્યભિચારી કારણ છે એમ દિગંબર મત કહે છે.
હવે આ વિશે અહીં તર્કની પરિભાષામાં જવાબ આપવામાં આવ્યો છે. કોઈપણ એક વિષયમાં શાસ્ત્રાર્થ કે વાદવિવાદ થતો હોય ત્યારે તેમાં સામા પક્ષે એટલે કે વિપક્ષે કરેલી દલીલનું ખંડન કરવાનું હોય છે. પોતાના પક્ષનું સમર્થન કરે એવી એટલે કે પોતાનો પક્ષ સાથે એવી સાધક દલીલો જેમ
૪૯૦
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org