________________
અધ્યાત્મસાર
યશોવિજયજી અહીં મહાન દાર્શનિક પૂર્વાચાર્ય શ્રીમદ્ સિદ્ધસેન દિવાકરનું વચન ટાંકે છે. ‘સન્મતિતર્ક’ નામના પોતાના ગ્રંથના પ્રથમ કાંડમાં શ્રીમદ્ સિદ્ધસેન દિવાકરે કહ્યું છે કે :
दव्वंट्ठियनयपयडी सुद्धा संगहपरूवणाविसओ । पडिरूवे पुण वयणत्थनिच्छओ तस्स ववहारो ॥
(દ્રવ્યાસ્તિક નયની શુદ્ધ પ્રકૃતિ એ સંગ્રહનયની પ્રરૂપણાનો વિષય છે તથા વસ્તુદીઠ થનાર શબ્દાર્થનિશ્ચય એ તો સંગ્રહનયનો વ્યવહાર છે.)
દ્રવ્યાસ્તિકનયની (દ્રવ્યાર્થિકનયની) શુદ્ધ પ્રકૃતિ તે સંગ્રહનય છે. અને સંગ્રહનય પ્રમાણે આત્મા પોતાના શુદ્ધ સ્વભાવવાળો, જૈકાલિક ધ્રુવ છે. તે હમેશાં શુદ્ધ સ્વભાવમાં જ રહે છે. તે પોતાના સ્વરૂપનું પરાવર્તન ક્યારેય પામતો નથી. એટલે શુદ્ર દ્રવ્યાર્થિકનય પ્રમાણે આત્મા પોતાના સ્વરૂપનો કર્તા નથી.
[૭૬૬] તમતે ત્ર ન તૃત્યું માવાનાં સર્વવાન્વયાત્ । कूटस्थः केवलं तिष्ठत्यात्मा साक्षित्वमाश्रितः ॥८९॥
અનુવાદ : તે(નય)ના મત પ્રમાણે ભાવોનો સદા અન્વય હોવાથી (આત્માનું) કર્તૃત્વ નથી. સાક્ષીપણાનો આશ્રય કરવાવાળો આત્મા કેવળ ફૂટસ્થ રહેલો છે.
વિશેષાર્થ : સંગ્રહનય પ્રમાણે ભાવોનો સર્વદા અન્વય હોય છે. એટલે એટલે આત્માનો શુદ્ધ સ્વભાવ સતત, નિરંતર એ જ પ્રમાણે રહે છે. સ્વભાવનું કર્તૃત્વ સંભવી શકે નહિ.
સંગ્રહનય કહે છે કે આત્માનું કર્તૃત્વ નહિ, પણ સાક્ષિત્વ હોય છે. સાક્ષીપણાનો આશ્રય કરવાવાળો આત્મા કેવળ ફૂટસ્થ નિત્ય રહે છે. ફૂટસ્થ નિત્ય એટલે જે ક્યારેય ઉત્પન્ન થયો નથી, જેનો ક્યારેય અંત આવવાનો નથી અને જે હમેશાં સ્થિર સ્વભાવવાળો હોય છે. તે ક્યારેય પોતાના સ્વરૂપનું પરાવર્તન પામતો નથી. જો આવો આત્મા હોય તો તે પોતાના સ્વભાવનો કર્તા છે અથવા પોતાના સ્વભાવને ઉત્પન્ન કરે છે એમ કેવી રીતે કહી શકાય ? ન જ કહી શકાય.
આ પ્રમાણે સંગ્રહનય કહે છે.
[૭૬૭] વસ્તુ વ્યાપ્રિયતે નાયમુદ્દાસીન વ સ્થિતઃ । आकाशमिव पंकेन लिप्यते न च कर्मणां ॥ ९० ॥
Jain Education International2010_05
ભાવોનું સાતત્ય હોય છે. એમ હોય તો પછી એમાં
અનુવાદ : ઉદાસીનની જેમ રહેલો એ (આત્મા) કશું કરવા પ્રવૃત્ત થતો નથી. જેમ આકાશ કાદવથી, તેમ તે (આત્મા) કર્મથી લેપાતો નથી.
વિશેષાર્થ : શુદ્ધ દ્રવ્યાર્થિક નય કહે છે કે આત્મા સદા ઉદાસીન છે. એટલે તેને કોઈ પ્રવૃત્તિ કરવાની હોતી નથી. કશું કરવાનું તેનું પ્રયોજન નથી. જો આ પ્રમાણે હોય તો પછી તે કર્મથી બંધાય કેવી રીતે ?
૪૪૦
For Private & Personal Use Only
www.jainelibrary.org