________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
ઉદાહરણ તરીકે આકાશને કશી પ્રવૃત્તિ કરવાની હોતી નથી. તો પછી તે કાદવથી ખરડાય કેવી રીતે? જે માણસ ઘરની બહાર જ ન જાય, તેના પગ કાદવવાળા કેવી રીતે થાય ? એ જ પ્રમાણે આત્મા કૂટસ્થ, નિત્ય છે. તે કશું કરતો નથી. એટલે તે કર્મથી લપાતો નથી. [૭૬૮] સ્વરૂપ તુ ન વર્તવ્ય જ્ઞાતવ્ય ઢવનં સ્વતા
दीपेन दीप्यते ज्योतिर्न त्वपूर्वं विधीयते ॥९१॥ અનુવાદ : (આત્માને) સ્વરૂપ કર્તવ્ય નથી, કેવળ પોતાને જાણવાનો છે. દીવાથી જ્યોતિ પ્રકાશે છે, પણ અપૂર્વ થતું નથી.
વિશેષાર્થ : આત્મા પોતાના સ્વરૂપનો કર્તા નથી. એટલે તે પોતાનું સ્વરૂપ ઉત્પન્ન કરે છે એમ કહી શકાશે નહિ. આત્માને સ્વરૂપ કર્તવ્ય નથી, એટલે કે સ્વરૂપ ઉત્પન્ન કરવાનું નથી. સ્વરૂપ તો છે જ. તેનો જ્ઞાયક સ્વભાવ છે. એટલે એણે માત્ર જાણવાનું છે. જેમ દીવો જયોતિસ્વરૂપ પ્રકાશ્યા કરે છે, અને એને કશું નવું કે અપૂર્વ (ન હોય તેવું) કરવાનું હોતું નથી, તેમ આત્માને પોતાના સ્વભાવમાં કશું નવું કરવાનું હોતું નથી. એનો સ્વભાવ ત્રિકાલવર્તી છે. એનું સ્વરૂપ ત્રણે ય કાળમાં એકસરખું ધ્રુવ જ છે. [૭૬૯] અન્યથા પ્રાનાત્મા થાત્ સ્વરૂપાનનુવૃત્તિતઃ !
न च हेतुसहस्त्रेणाप्यात्मता स्यादनात्मनः ॥१२॥ અનુવાદ : અન્યથા સ્વરૂપની અનુવૃત્તિ(સાતત્ય)ના અભાવને લીધે આત્મા પૂર્વ (પ્રાગુ) સમયમાં અનાત્મા (જડ) થશે અને તે અનાત્માનું આત્મપણું હજારો હેતુથી પણ થશે નહિ. * વિશેષાર્થ : અનુવૃત્તિ એટલે સાતત્ય. અનનવૃત્તિ એટલે સાતત્યનો અભાવ. આગળના શ્લોકના અનુસંધાનમાં અહીં કહેવામાં આવ્યું છે કે આત્મા અનાદિ-અનંત છે. આત્મા ત્રિકાલવર્તી છે, ત્રિકાળી ધ્રુવ છે. એના ચૈતન્ય પ્રવાહમાં સાતત્ય છે. હવે જો એમ માનવામાં આવે કે આત્મા પોતાના સ્વરૂપનો કર્તા છે, તો પછી એનો અર્થ એ થયો કે એ મુક્ત થયો તે પહેલાં એના સ્વરૂપની અનનવૃત્તિ હતી. અર્થાત્ પહેલાં એના સ્વરૂપનું સાતત્ય (અનુવૃત્તિ) નહોતું. મતલબ કે આત્મા ચેતન તરીકે ઉત્પન્ન થયો હોય તો એની પહેલાં એ જડ-અનાત્મા હોવો જોઈએ. પરંતુ જડ વસ્તુ હજારો પ્રયત્ન કરવા છતાં ક્યારેય ચેતન બની શકતી નથી. અનાત્માનું આત્માપણું સિદ્ધ થઈ શકતું નથી. એટલે એ અર્થમાં આત્મા પોતાના સ્વરૂપનો કર્તા છે એમ કહી શકાશે નહિ. [૭૭૦] નયે તેનેદ નો ઋર્તા વિહત્ત્વાત્મા શુદ્ધભાવમૃતા
उपचारात्तु लोकेषु तत्कर्तृत्वमपीष्यताम् ॥१३॥ અનુવાદ : એટલે આ નય (શુદ્ધ દ્રવ્યાર્થિક નય) પ્રમાણે તો આત્મા કર્તા નથી, પરંતુ શુદ્ધ ભાવને ધારણ કરનારો છે. લોકોમાં ઉપચારથી (વ્યવહારનયથી) ભલે તેનું (આત્માનું) કર્તુત્વ મનાય.
૪૪૧ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org