________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : શુદ્ધ દ્રવ્યાર્થિકનય આત્માના શુદ્ધ સ્વરૂપમાં માને છે. આ નય પર્યાયમાં માનતો નથી. એટલે આ નય પ્રમાણે આત્મા પોતાના શુદ્ધ ભાવનો કર્તા છે એમ માની શકાય નહિ. આત્મા હંમેશાં શુદ્ધ ભાવ ધારણ કરવાવાળો જ છે.
વ્યવહારનયથી આત્માનું કર્તૃત્વ મનાય છે તો તે ભલે મનાય. લોકોમાં અનેક વસ્તુ બનતી દેખાય છે. કુંભાર ઘડો બનાવે છે એ દેખાય છે. એટલે કુંભારને ઘડાનો કર્તા કહેવાય છે. પરંતુ વાસ્તવમાં કુંભાર ઘડાનો કર્તા નથી. ઘડાની માટી પોતાની મેળે પરિણમન પામે છે. પરંતુ કુંભારના સાંનિધ્યને લીધે કુંભારનું કર્તૃત્વ ઉપચારથી મનાય છે, એ રીતે વ્યવહારમાં લોકો આત્માનું કર્તૃત્વ માને તો પણ વસ્તુતઃ
તો તે ઉપચારથી જ છે એમ દ્રવ્યાર્થિકનય કહે છે.
[૭૭૧] ઉત્પત્તિમાત્મધર્માંનાં વિશેષપ્રાહિનો નમુઃ ।
अव्यक्तिरावृतेस्तेषां नाभावादिति का प्रमा ॥९४॥
અનુવાદ : વિશેષનું ગ્રહણ કરનારા નયો (પર્યાયાર્થિક નયો) આત્માના ધર્મો(ગુણો)ની ઉત્પત્તિ કહે છે. તેમને આવરણને લીધે અવ્યક્તિ છે, પણ (આત્મધર્મના) અભાવને લીધે અવ્યક્તિ નથી. તો એમ કહેવામાં પ્રમાણ શું છે ?
વિશેષાર્થ : વિશેષને એટલે કે પર્યાયને ગ્રહણ કરનારા પર્યાયાર્થિકનય માને છે કે પ્રતિક્ષણ પર્યાય ઉત્પન્ન થાય છે. પૂર્વ પર્યાય ઉત્તર પર્યાયને ઉત્પન્ન કરે છે અને એ રીતે ઉત્તરોત્તર પર્યાયપરંપરા ચાલે છે. આ પર્યાયપરંપરામાં પૂર્વ પર્યાય ઉત્તર પર્યાયનો કર્તા છે. એટલે કે પૂર્વના આત્મધર્મો ઉત્તરના આત્મધર્મોને ઉત્પન્ન કરે છે. એ રીતે એનું સાતત્ય અથવા સંતાન ચાલ્યા કરે છે. તેમાં આવરણને લીધે વિદ્યમાન આત્મધર્મોની અવ્યક્તિ—અવ્યક્તપણું છે, એટલે તે દેખાતા કે જણાતા નથી. આત્મધર્મોના અભાવને લીધે અવ્યક્તિ નથી. એટલે આત્મધર્મો નથી જણાતા માટે નથી એમ માની શકાય નહિ.
[૭૭૨] સત્ત્વ = પરમંતાને નોપયુત્ત્ત ચંચન ।
संतानिनामनित्यत्वात् संतानोऽपि न च ध्रुवः ॥९५॥
અનુવાદ : અન્યના સંતાનમાં (આત્મધર્મોનું) અસ્તિત્વ કોઈપણ પ્રકારે યુક્ત નથી. વળી, સંતાનીનું અનિત્યપણું હોવાથી સંતાન પણ ધ્રુવ ન હોઈ શકે.
વિશેષાર્થ : દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય વચ્ચે આત્મધર્મોની ઉત્પત્તિ વિશે જે મતાન્તર છે તેનો નિર્દેશ આગળના શ્લોકમાં કરવામાં આવ્યો છે. તે અંગે અહીં વધુ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
અગાઉ આપણે જોયું તેમ પર્યાયાર્થિકનય પર્યાયની ઉત્પત્તિમાં અને એ અનુસાર આત્મધર્મોની ઉત્પત્તિમાં માને છે. દ્રવ્યાર્થિકનય કહે છે કે આત્મધર્મોની ઉત્પત્તિ થતી નથી. આત્મધર્મો તો ત્યાં છે જ, પરંતુ આવરણને લીધે તે આવિર્ભાવ પામ્યા નથી. પર્યાયાર્થિકનય પૂછે છે કે આત્મધર્મો વિદ્યમાન હોવાનું પ્રમાણ શું ? જો એ ન હોય તો આત્મધર્મોની ઉત્પત્તિ થાય છે ?
Jain Education International2010_05
૪૪૨
For Private & Personal Use Only
www.jainelibrary.org