________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
અહીં સંતાન અને સંતાની એ પારિભાષિક શબ્દો પ્રયોજાયા છે. સંતાન એટલે સાતત્ય. એકમાંથી બીજું ઉત્પન્ન થાય અને એમ ચાલતી પરંપરા તે સંતાન. સંતાની એટલે સંતાનને ઉત્પન્ન કરનાર. (સંતાન એટલે પુત્ર એવો અર્થ લઈએ તો સંતાની એટલે પિતા એવો અર્થ થાય.).
પર્યાયાર્થિક નય આત્મધર્મોની ઉત્પત્તિ સ્વીકારે છે. પ્રત્યેક સમયે વર્તમાન પર્યાય (સંતાની) ઉત્તર પર્યાય (સંતાન)ને ઉત્પન્ન કરે છે. આ રીતે પર્યાયની પરંપરા સતત ચાલે છે. એમાં ઉત્તર પર્યાયની ઉત્પત્તિ અને પૂર્વ પર્યાયનો નાશ એ ક્રિયાનું સાતત્ય રહે છે. જે નવી ઉત્તર પર્યાય ઉત્પન્ન થઈ તે પણ ત્યાર પછી પૂર્વ પર્યાય બની નાશ પામે છે. એટલે સંતાની જ જો નિત્ય અથવા ધ્રુવ ન હોય તો સંતાન ધ્રુવ કેવી રીતે હોઈ શકે ?
વળી અશુદ્ધ, અમુક્ત સંસારી આત્મા અને શુદ્ધ, મુક્ત, સિદ્ધ આત્મા એ બંને ભિન્ન છે. અશુદ્ધ, અમુક્ત, સંસારી આત્માની સંતતિ અન્યમાં એટલે કે શુદ્ધ, મુક્ત, સિદ્ધ આત્મામાં હોઈ ન શકે. એકની પર્યાય બીજાની ન બની શકે. એટલે પણ સંતાન ધ્રુવ નથી.
આત્માના જ્ઞાનાદિ ગુણોની પર્યાયમાં જો આ રીતે ઉત્પત્તિ અને વિનાશની પ્રક્રિયા સતત ચાલતી રહેતી હોય તો તે પર્યાય નિત્ય નથી. એટલે એનામાં નિત્યત્વ સિદ્ધ થતું નથી.
[૭૭૩ વ્યોમાણુત્તિમત્તત્તવવાદીત્મના તતઃ |
नित्यता नात्मधर्माणां तदृष्टान्तबलादपि ॥१६॥ અનુવાદ : તેથી આકાશ (વ્યોમ) દ્રવ્ય પણ અવગાહના સ્વરૂપે ઉત્પત્તિમય છે. એ દષ્ટાન્તના બળથી પણ આત્મધર્મોની નિત્યતા નથી.
વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં અહીં કહેવાયું છે કે વિશેષગ્રાહી નય આત્મધર્મોને ઉત્પત્તિમય માને છે. જો આત્મધર્મો ઉત્પત્તિમય હોય તો એનો અર્થ એ થયો કે તે ધર્મો નિત્ય નથી.
વિશેષગ્રાહી નય પોતાના આ કથનને દઢ કરવા માટે આકાશ દ્રવ્યનું ઉદાહરણ આપે છે. આકાશ દ્રવ્ય એક જ છે અને અખંડ છે. પરંતુ એનો અવગાહનારૂપી ધર્મ ઉત્પત્તિમય છે. આકાશનું કાર્ય અન્ય દ્રવ્યોને અવગાહના આપવાનું છે. અન્ય દ્રવ્યો એના એ જ સ્વરૂપે એક સ્થળે ત્રિકાળ રહેતાં નથી. એટલે આકાશે આપેલી અવગાહના પ્રતિક્ષણ બદલાતી જાય છે. એનો અર્થ એ થયો કે આકાશનો અવગાહના આપવાનો ધર્મ પરિવર્તનશીલ છે, ઉત્પત્તિમય છે.
એટલે આકાશદ્રવ્યના ધર્મોની જેમ આત્મદ્રવ્યના ધર્મો પણ અનિત્ય છે, નિત્ય નથી. [૭૭૪] ઋગુસૂત્રનયતંત્ર વર્તતાં તર્થ મન્યતે |
स्वयं परिणमत्यात्मा यं यं भावं यदा यदा ॥१७॥ અનુવાદ : જે જે ભાવોને આત્મા પોતે જ્યારે જ્યારે પરિણમાવે છે ત્યારે ઋજુસૂત્રનય ત્યાં આત્માને તેનો કર્તા માને છે.
૪૪૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org