________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : ઋજુસૂત્રનય પ્રમાણે આત્માના કર્તૃત્વ વિશે અહીં મત દર્શાવવામાં આવ્યો છે. ઋજુસૂત્રનય ફક્ત વર્તમાનકાળનો જ વિચાર કરે છે. તે વર્તમાન પર્યાયને જ સ્વીકારે છે. તે કહે છે કે જે સમયે આત્મા સ્વયં જે ભાવરૂપે પરિણમે તે સમયે આત્મા તે ભાવનો કર્તા ગણાય. શબ્દાદિ નય આત્માને કેવળ શુદ્ધ ભાવના કર્તા તરીકે માને છે. પરંતુ ઋજુસૂત્રનય કહે છે કે જે ક્ષણે આત્મા શુદ્ધ ભાવરૂપે પરિણમે તે ક્ષણે તે શુદ્ધ ભાવનો કર્તા છે અને જે ક્ષણે તે અશુદ્ધ ભાવરૂપે પરિણમે તે ક્ષણે તે અશુદ્ધ ભાવનો કર્તા છે. આમ, ઋજુસૂત્રનય આત્માના શુદ્ધ અને અશુદ્ધ એમ બંને પ્રકારના ભાવોને સ્વીકારે છે. [૭૭પ વર્તુત્વ પરમાવાના સૌ નાગ્યુપાચ્છતિ |
क्रियाद्वयं हि नैकस्य द्रव्यस्याभिमतं जिनैः ॥९८॥ અનુવાદ : આ નિય) પરભાવોનું કર્તૃત્વ સ્વીકારતો નથી, કારણ કે એક દ્રવ્યની બે ક્રિયા જિનેશ્વરોએ માનેલી નથી. ' વિશેષાર્થ ? આત્માના ભાવોના કર્તુત્વ વિશે ઋજુસૂત્રનયનો મત દર્શાવ્યા પછી એ નય પ્રમાણે પરભાવોના કર્તુત્વ વિશે અહીં કહેવાયું છે. ઋજુસૂત્રનય આત્મામાં પોતાનામાં પરિણમતા શુદ્ધ કે અશુદ્ધ ભાવોના કર્તૃત્વમાં માને છે, પરંતુ તે આત્માથી ભિન્ન એવા બાહ્ય પૌગલિક ભાવોનું કર્તૃત્વ સ્વીકારતો નથી, કારણ કે એમ કરવાથી આત્માની પોતાની અને અજીવ દ્રવ્યની એમ બે દ્રવ્યની ક્રિયા એકસાથે સ્વીકારવી પડે એટલે કે આત્માનું પોતાના ભાવોનું કર્તૃત્વ અને બાહ્ય દેહાદિની ક્રિયાઓનું કર્તુત્વ એમ બે સ્વીકારવાની આપત્તિ આવે. પરંતુ જિનેશ્વર ભગવાને કહ્યું છે કે કોઈપણ એક દ્રવ્ય બે દ્રવ્યની ક્રિયા કરી શકે નહિ. એટલે આત્મા દેહાદિની કે ઘટપટાદિ પુદ્ગલદ્રવ્યની ક્રિયાનો કર્તા નથી એમ ઋજુસૂત્રનય કહે છે.
[૭૭] ભૂતિય દિક્ષિા સૈવ ચાલેદ્રવ્યસત્તતા
न साजात्यं विना च स्यात् परद्रव्यगुणेषु सा ॥१९॥ અનુવાદ : એક દ્રવ્યની સંતતિમાં જે હોવાપણું (ભૂતિ) છે તે જ ક્રિયા છે. તે (ક્રિયા) પરદ્રવ્યના ગુણો વિશે સાજાત્ય (સમાન જાતિપણું) વિના થઈ શકે નહિ.
વિશેષાર્થ : ઋજુસૂત્રનયની માન્યતા અહીં દર્શાવવામાં આવી છે. આ નય પર્યાયાર્થિક નય છે, એટલે કે તે આત્માના પર્યાયોની ધારામાં માને છે. વળી તે કહે છે કે જીવ, પુદ્ગલ ઇત્યાદિ દરેક દ્રવ્ય પૃથફ પૃથફ છે અને દરેકની પૃથ; ધારા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યની ધારા સાથે તાદાભ્યભાવે રહી શકતું નથી. જીવ જ્યારે કર્મ બાંધે છે ત્યારે કર્મયુગલો આત્માના પ્રદેશ પ્રદેશે તાણાવાણાની જેમ ચોંટી જાય છે, પરંતુ તેની સાથે એકરૂપ થતાં નથી, કારણ કે બંનેની ભૂતિ અથવા ક્રિયા ભિન્નભિન્ન છે.
દરેક દ્રવ્યની પોતાના ભાવોની સંતતિ હોય છે અર્થાતુ સાતત્ય કે ધારા હોય છે. પોતાના એ ભાવોની સાથે એ દ્રવ્યને તાદાભ્ય હોય છે. દ્રવ્યમાં જે ભૂતિ અથવા થવાપણું કે હોવાપણું છે તે એની ક્રિયા છે. પ્રત્યેક દ્રવ્યમાં નવા નવા ભાવો કે પર્યાયો થવા રૂપે જે સંતતિ હોય છે તેમાં સ્વદ્રવ્યત્વ હોય
૪૪૪
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org