________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
સિદ્ધ એટલે અમુક સમયે શુદ્ધસ્વભાવના કર્તા એવા સિદ્ધ. અપ્રથમ સિદ્ધ એટલે તે સમયથી અન્ય સમયે (દ્વિતીયાદિ સમયે) શુદ્ધ સ્વભાવના કર્તા એવા સિદ્ધ. પ્રથમ પર્યાય દ્વિતીય પર્યાયને ઉત્પન્ન કરે છે. એટલે આત્મામાં પર્યાયમાં પ્રથમપણું અને અપ્રથમપણું એવો સ્વરૂપભેદ છે.
એટલે સિદ્ધત્વના આ ભેદો તાત્ત્વિક છે, ઔપચારિક નથી. પર્યાયાસ્તિક નયથી જોવામાં આવે તો આત્મા શુદ્ધ પર્યાયસ્વરૂપ છે. જે આત્મા જે સમયે શુદ્ધ સ્વભાવનો કર્તા બને તે સમયે તેનામાં જે સિદ્ધત્વ પ્રગટ્યું છે તે પ્રથમ સમયનું છે. ત્યાર પછી દ્વિતીય સમયે તે જ આત્માની શુદ્ધ પર્યાયમાં રહેલું સિદ્ધત્વ તે દ્વિતીય સમયનું એટલે કે અપ્રથમ સમયનું સિદ્ધત્વ છે. એટલે સિદ્ધત્વના આ ભેદો તાત્ત્વિક જ છે.
[૭૬૪] યે તુ વિપદનેશીયા: શુદ્ધદ્રવ્યતયાઝ્મન: । शुद्धस्वभावकर्तृत्वं जगुस्तेऽपूर्वबुद्धयः ॥८७॥
અનુવાદ : પરંતુ દિગંબરોનો એક વર્ગ (દેશી સંપ્રદાય, મતાનુયાયી) એમ કહે છે કે ‘આત્મા શુદ્ધ દ્રવ્યસ્વરૂપે શુદ્ધ સ્વભાવનો કર્તા છે.' આ એમની અપૂર્વ (!) બુદ્ધિનું પરિણામ છે.
=
:
વિશેષાર્થ : દિક્ એટલે દિશા. પટ એટલે વસ્ત્ર. દિક્પટ એટલે માત્ર દિશાઓને પોતાનું વસ્ત્ર માનીને નગ્નાવસ્થામાં રહેનાર મુનિ. દેશી એટલે એક દેશવાળા, વિભાગ, વર્ગ સંપ્રદાયવાળા. દિક્પટદેશી એટલે દિગંબરોનો એક વર્ગ અથવા અમુક મતાનુયાયી.
દિગંબરોમાં પણ જુદા જુદા નયની અપેક્ષાએ જુદા જુદા મત પ્રવર્તે છે. તેઓમાંનો એક વર્ગ એમ માને છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નય પ્રમાણે આત્મા શુદ્ધ દ્રવ્ય સ્વરૂપે શુદ્ધ સ્વભાવનો કર્તા છે. તે પોતાના શુદ્ધ સ્વભાવને ઉત્પન્ન કરે છે.
પરંતુ ગ્રંથકારશ્રી એમ કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નય પ્રમાણે શુદ્ધ આત્માને શુદ્ધ સ્વભાવનો કર્તા કહી શકાય નહિ. જો તેઓ પોતાનો મત સમજાવવા માટે આ નયનો આશ્રય લેતા હોય તો તેમની સમજણ બરાબર નથી. આ તેમની અપૂર્વ (!) બુદ્ધિનું પરિણામ છે, કારણ કે દ્રવ્ય જો સ્થિર હોય તો એના જનક અથવા કર્તા હોઈ ન શકે, કારણ કે પર્યાય જ પર્યાયને ઉત્પન્ન કરે છે, એટલે કે પર્યાય પર્યાયનો કર્તા છે. પર્યાય દ્રવ્યનો કર્તા ન હોઈ શકે. ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજ પોતાના આ અભિપ્રાયના સમર્થન માટે મહાન તાર્કિક શ્રી સિદ્ધસેન દિવાકરનો આધાર હવે પછીના શ્લોકમાં ટાંકે છે.
[૭૬૫] વ્યાપ્તિસ્ય પ્રવૃત્તિ: શુદ્ધા સંગ્રહોનરા ।
येनोक्ता संमतौ श्रीमत्सिद्धसेन दिवाकरैः ॥८८॥
અનુવાદ : કારણ કે ‘સન્મતિતર્ક'માં શ્રીમદ્ સિદ્ધસેન દિવાકરે દ્રવ્યાસ્તિક(દ્રવ્યાર્થિકનય)ની શુદ્ધ પ્રકૃતિ સંગ્રહગોચર (સંગ્રહનયના વિષયમાં આવી જતી) કહી છે.
વિશેષાર્થ : આત્માનું પોતાના શુદ્ધ સ્વભાવનું કર્તૃત્વ છે એ મતની આલોચના કરતાં ઉપાધ્યાય શ્રી
Jain Education International_2017_05
૪૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org