________________
અધ્યાત્મસાર
[૮૮૪] ત્રાતિમાથાતિ Uતિ મુરä તુ વત્ત્વર્તિા
तात्पर्यानवलम्बनेन तु भवेद् बोधः स्फुटं लौकिकः ॥ संपूर्णं त्ववभासते कृतधियां कृत्स्नाद्विवक्षाक्रमात् ।
तां लोकोत्तरभंगपद्धतिमयी स्याद्वादमुद्रां स्तुमः ॥११॥ અનુવાદ : જેમાં અનર્પિત વસ્તુ ગૌણપણાને અને અર્પિત વસ્તુ મુખ્યપણાને પામે છે, તાત્પર્યનું અવલંબન કર્યા વિના લૌકિક બોધ સ્ફટ થાય છે, પરંતુ કુશાગ્ર બુદ્ધિવાળાઓને સમગ્ર વિવક્ષાના ક્રમથી સંપૂર્ણ વસ્તુ ભાસે છે તે લોકોત્તર ભંગરચનાવાળી સ્યાદ્વાદ-મુદ્રાને અમે સ્તવીએ છીએ. ' વિશેષાર્થ : આ શ્લોકમાં સ્યાદ્વાદની લાક્ષણિકતા અને એની મહત્તા દર્શાવવામાં આવી છે. જગતના સામાન્ય લોકો કોઈપણ ચીજવસ્તુનો કે પરિસ્થિતિનો બોધ લૌકિક રીતે પામે છે. દરેક પદાર્થનું યથાર્થ સંપૂર્ણ સ્વરૂપ એમને ન સમજાય એ દેખીતું છે. સામાન્ય માણસ ઘડો કે ખાટલો જુએ, કૂતરાને કે માણસને જુએ તો એને સામાન્ય પ્રકારનો બોધ જ થવાનો કે “આ ઘડો છે', “આ ખાટલો છે', “આ કૂતરું છે કે “આ માણસ છે'. સામાન્ય માણસો એકંદરે એક મુખ્ય લક્ષણથી ચીજ કે પદાર્થને વ્યવહારની ગતાનુગતિકતાથી ઓળખે છે. જેમ ચીજવસ્તુ વિશે તેમ સગાંસંબંધીઓ, અમલદાર, નોકરચાકર, વેપારી વગેરે વિશે પણ તેમનો બોધ સામાન્ય પ્રકારનો રહે છે. વ્યવહારમાં એ રીતે જ બનવાનું. પરંતુ જયાં તત્ત્વદૃષ્ટિ આવે છે, દરેકનું તાત્પર્ય સમજવાની ઇચ્છા થાય છે અને એ સમજવા માટેની પાત્રતા એટલે કે કુશાગ્ર બુદ્ધિ પ્રાપ્ત થાય છે
ત્યાં તાત્પર્યબોધ, તત્ત્વબોધ કે રહસ્યબોધ થાય છે. એવો બોધ પામવા માટે સપ્તભંગી, સ્યાદ્વાદ, નયવાદ કે અનેકાન્તવાદ કામ લાગે છે. જેમની સ્યાદ્વાદદષ્ટિ ખીલી હોય છે, જેમનાં અનેકાન્તલોચન ખૂલી ગયાં હોય છે એમને તો પ્રત્યેક વસ્તુ જોતાં એના સમગ્ર સ્વરૂપનો ક્રમથી ખ્યાલ આવી જાય છે. એ વખતે કઈ વસ્તુ ગૌણપણે લેવાની છે અને કઈ વસ્તુ મુખ્યપણે સમજવાની છે એનો પણ એમને તરત બોધ થઈ જાય છે. સ્યાદ્વાદમાં કોઈ નય પોતાને ઇષ્ટ અને અભિમત એવા ભાવને અર્પિત કરે છે એટલે કે ઇચ્છે છે ત્યારે તે વસ્તુ મુખ્ય બને છે અને અનર્પિત કરે છે ત્યારે તે ગૌણ બને છે. આમ સ્યાદ્વાદની પદ્ધતિ લૌકિક વ્યવહારની પદ્ધતિ કરતાં ઘણી ચડિયાતી છે અને તે જીવને ઉચ્ચતર-ઉચ્ચતમ ભૂમિકાએ લઈ જાય છે. સ્યાદ્વાદ વિના જીવનો આધ્યાત્મિક વિકાસ નથી. સ્વાવાદ વિના સમ્યગદર્શન નથી. એટલે જ સ્યાદ્વાદની રચનાવાળી પદ્ધતિની મુદ્રાને લોકોત્તર ગણાવવામાં આવે છે.
જીવને ઉચ્ચ આધ્યાત્મિક વિકાસક્રમના પગથિયે ચડાવનાર આવી સ્યાદ્વાદ-મુદ્રાની ગ્રંથકાર મહર્ષિ સ્તુતિ કરે છે. [૮૮૫] માત્મીયાનુભવાશ્રયર્થવિષયોડથુબૈર્યલીયમો |
म्लेच्छानामिव संस्कृतं तनुधियामाश्चर्यमोहावहः ॥ व्युत्पत्तिप्रतिपत्तिहेतुविततस्याद्वादवाग्गुंफितं ।
तं जैनागममाकलय्य न वयं व्याक्षेपभाजः क्वचित् ॥१२॥ અનુવાદ : સ્વાનુભવનો આશ્રય જ જેના અર્થનો વિષય છે અને જેનો ઉચ્ચ ક્રમ છે,
૫૦૪
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org