________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : સાંખ્યવાદીઓ બુદ્ધિના તત્ત્વને માને છે. કોઈ પ્રશ્ન કરે કે વિષયના જ્ઞાન માટે બુદ્ધિને માનવાની શી જરૂર ? બુદ્ધિ વગર ન ચાલે ? પુરુષ, પ્રકૃતિ, અર્થ અને ઇન્દ્રિયો પોતાની મેળે વિષયનું જ્ઞાન (વિષયાવચ્છેદ) ન મેળવી લે ?
સાંખ્યવાદી કહે છે કે ના, એમ માનવા જતાં નિવૃતિ અર્થાત મોક્ષ, દૃષ્ટાદેષ્ટ વિભાગ અને વ્યાસંગ અનુપપન્ન એટલે કે અર્થ વગરનાં થઈ જશે. તેને યોગ્ય રીતે ઘટાવી નહિ શકાય.
પુરુષ (આત્મા) જો વિષયોનું જ્ઞાન મેળવવા લાગે તો તે એનો સ્વભાવ બની જાય. અને એમ થાય તો પછી એનો ક્યારેય મોક્ષ ન થાય.
પ્રકૃતિને વિષયાવચ્છેદ કરનારી માનીશું તો પછી તે પુરુષથી (આત્માથી) ક્યારેય અલગ નહિ થઈ શકે. પુરુષથી એનો જો વિયોગ ન થાય તો પ્રકૃતિનો પણ ક્યારેય પુરુષથી છૂટા પડવારૂપ મોક્ષ નહિ થાય.
ઘટપટ વગેરે અર્થો પણ વિષયાવદ ન કરી શકે. જો તે ચૈતન્ય સાથે જોડાઈ જાય, તો પછી ચૈતન્યશક્તિને કારણે બધું જ તે જોઈ શકે. “ઘટ મને દેખાય છે માટે દષ્ટ છે, અને પટ મને દેખાતો નથી માટે તે અદેખ છે' એવા દષ્ટ ને અદૃષ્ટ વિભાગ જગતમાં જે છે તે પછી રહે જ નહિ અને બધું જ દૃષ્ટ બની જવાની આપત્તિ આવશે.
ઇન્દ્રિયો પણ વિષયનો અવચ્છેદ કરી ન શકે એટલે કે જ્ઞાન મેળવી ન શકે, કારણ કે જો તેમ થાય તો બધું જ તરત સમજાઈ જવું જોઈએ. પણ આપણા અનુભવની વાત છે કે કેટલીક બાબતો તરત સમજાય છે અને કેટલીક સમજતાં વાર લાગે છે. એમાં વ્યાસંગ એટલે કે વિલંબ થાય છે. વ્યાસંગ શબ્દ અહીં પારિભાષિક છે. વ્યાસંગ એટલે આસક્તિ અને વ્યાસંગ એટલે મોડું થવું, છૂટા પડી જવું. અહીં વિલંબનો અર્થ લેવાનો છે. ઇન્દ્રિયો પોતે જો બુદ્ધિનું કામ કરે તો કશું ગ્રહણ કરવામાં વિલંબ રહેશે જ નહિ. એટલે કે વ્યાસંગ ઘટાવી શકાશે નહિ,
આમ, સાંખ્યવાદીઓ કહે છે કે બુદ્ધિનો સ્વીકાર ન કરીએ અને બુદ્ધિનું કાર્ય કાં તો પુરુષ કરે, કાં પ્રકૃતિ કરે, કાં અર્થ કરે અને કાં તો ઇન્દ્રિયો કરે તો તે વાત બંધબેસતી નહિ થાય. એટલે બુદ્ધિનું તત્ત્વ સ્વીકારવું જ પડશે.
આ સાંખ્યવાદીઓની માન્યતા છે. [૪૩૨] તને વ્યાપ્રાસિંન્યાન્નરત્નાનમિમાનતઃ |
अहंकारश्च नियतव्यापारः परिकल्प्यते ॥४९॥ અનુવાદ : સ્વપ્રમાં વ્યાધ્રાદિના સંકલ્પથી નરત્વનું અભિમાન ન થતું હોવાથી નિયત વ્યાપારવાળા અહંકારની કલ્પના કરાય છે.
વિશેષાર્થ : અહીં સાંખ્ય મતવાળાનું દૃષ્ટિબિંદુ રજૂ કરવામાં આવ્યું છે. માણસ નિદ્રામાં હોય છે ત્યારે એની સ્વપ્રાવસ્થા ચાલુ થાય છે. સ્વપ્રમાં માણસ જે જુએ છે તે વખતે તેને માટે તે સાચું જ હોય છે. જાગૃત થતાં તે માત્ર ભ્રમ કે આભાસ હતો એવી એને પ્રતીતિ થાય છે.
હવે સ્વમમાં વાઘ, સિંહ વગેરેનાં દશ્યો પણ જોવાય-અનુભવાય છે અને તે વખતે તે સાક્ષાત છે
૨૪૦
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org