________________
પ્રબંધ ચોથો, અધિકા૨ તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
[૪૩૦] વિદૂષ: પુરુષો યુદ્ધ: સિક્સ્ચેબૈતન્યમાનતઃ । सिद्धिस्तस्याश्च विषयावच्छेदनियमाच्चितः ॥४७॥
અનુવાદ : ચિપ પુરુષ ચેતન(તત્ત્વ)ની માન્યતા બુદ્ધિની સિદ્ધિ માટે છે. અને તેની (ચિત્ની)
સિદ્ધિ વિષયના અવચ્છેદના નિયમથી છે.
વિશેષાર્થ : આ શ્લોકમાં પુરુષ (આત્મા-ચૈતન્ય) તત્ત્વની સિદ્ધિ અને પ્રકૃતિ (બુદ્ધિ) તત્ત્વની સિદ્ધિ શા માટે અને કેવી રીતે થાય છે તે અંગે સાંખ્યવાદીઓનો મત દર્શાવવામાં આવ્યો છે.
સાંખ્યવાદી માને છે કે સમગ્ર સંસાર પુરુષ (ચેતન તત્ત્વ) અને પ્રકૃતિ (જડ તત્ત્વ)ના સંયોગથી છે. પ્રકૃતિનાં ૨૫ તત્ત્વોમાં બુદ્ધિને તેઓ પ્રધાન માને છે. એટલે એમાં બુદ્ધિ જ મહત્ત્વનું કાર્ય કરે છે.
હવે કોઈ પ્રશ્ન કરે કે પુરુષ એટલે કે ચેતન તત્ત્વમાં માનવાની શી જરૂર છે ? ન માનો તો ન ચાલે ? તેવી જ રીતે બુદ્ધિના તત્ત્વમાં માનવાની પણ શી જરૂર છે ? ન માનો તો ન ચાલે ?
આ પ્રશ્નોના ઉત્તર આ શ્લોકમાં આપવામાં આવ્યા છે. એમાં સાંખ્યવાદીઓના મતનું પ્રતિપાદન છે.
જડ પ્રકૃતિ જ બધું કાર્ય કરતી હોય અને પુરુષ ચેતન અક્રિય હોય તો પણ પ્રકૃતિ-બુદ્ધિને ‘હું ચેતન છું, હું જ્ઞાની છું, હું કરું છું' એવો જે ભ્રમ થાય છે તે પુરુષના અસ્તિત્વને કારણે. જો પુરુષ ન હોય તો બુદ્ધિને આવું ભ્રમમૂલક જ્ઞાન ન હોય અને તો સંસાર ન હોય. એટલે પુરુષ ભલે અક્રિય હોય તો પણ એના અસ્તિત્વનો સ્વીકાર કર્યા વગર છૂટકો નથી.
કોઈ એમ કહે કે પુરુષ-ચેતનનો ભલે સ્વીકાર કરો, પણ બુદ્ધિ નામનું જુદું તત્ત્વ માનવાની જરૂર શી છે ? એ ન માનતાં એના બધા ધર્મો-લક્ષણો ચેતનનાં છે એમ માની લો, તો પછી બુદ્ધિના અસ્તિત્વને માનવાની જરૂર નહિ રહે.
પણ સાંખ્યવાદીઓ કહે છે કે એ વાત પણ બરાબર નથી. ચેતન નિત્ય અને અક્રિય છે, તેમ છતાં વિષયનો અવચ્છેદ કર્યાનો, બાહ્ય વિષયોનું જ્ઞાન હોવાનો એને જે ભ્રમ થાય છે તે ‘બુદ્ધિ’ તત્ત્વને કારણે જ થાય છે. પોતે બુદ્ધિથી અભિન્ન છે એવો ચેતનને ભ્રમમૂલક ભાસ થાય છે. એટલે જ સંસાર છે. હવે જો બુદ્ધિનું અસ્તિત્વ જ ન સ્વીકારીએ તો ચેતનને કોઈ ભ્રમ જ નહિ થાય. તો પછી સંસારના બધા જીવો મૃત્યુ પછી સીધા મોક્ષગતિમાં જ હોય. પરંતુ વાસ્તવમાં એમ નથી. એટલે બુદ્ધિનું અસ્તિત્વ સ્વીકારવું જ પડશે.
આમ પુરુષ (ચેતન) અને બુદ્ધિ બંનેનાં અસ્તિત્વ અર્થાત્ વિદ્યમાનતા સિદ્ધ થાય છે. આ સાંખ્યવાદીઓનો મત છે.
[૪૩૧] હેતુત્વે પુત્યર્થન્દ્રિયાળમત્ર નિવૃત્તિ: ।
दृष्टादृष्टविभागश्च व्यासंगश्च न युज्यते ॥४८॥
અનુવાદ : પુરુષ, પ્રકૃતિ, અર્થ અને ઇન્દ્રિયોના હેતુત્વમાં (હેતુરૂપ માનવામાં) નિવૃતિ, દૃષ્ટાદૃષ્ટ, વિભાગ અને વ્યાસંગ ઘટાવી શકાશે નહિ.
Jain Education International_2010_05
૨૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org