________________
પ્રબંધ બીજો, અધિકાર આઠમો : મમત્વ-ત્યાગ અધિકાર
માલમિલકત વગેરે માટેનો મમત્વભાવ છોડવો સરળ નથી. એ જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી હરવાફરવાના કે ખાવાપીવાના કેટલાક કડક નિયમો લેવામાં આવે તો પણ તે નિયમો ક્યારે શિથિલ થઈ જશે કે છૂટી જશે તે કહી શકાય નહિ. હૃદયમાં મમતાને જીવતી રાખીને બાહ્ય વિષયોનો ત્યાગ કરવો એ તો સાપ કાંચળી ઉતારે એના જેવું થયું. કાંચળી ઉતારવાથી સાપ નિર્વિષ થઈ જતો નથી. એટલે જે ઝેર છે તે મમતાનું છે. મમતા નિર્મુળ થઈ જાય તો કાંચળી જેવા વિષયોનો ત્યાગ સહજ બની જાય. [૨૧૧] ઋણેન દિ મુના પ્રમુvીતે મુનિ !
ममताराक्षसी सर्वं भक्षयत्येकहेलया ॥३॥ અનુવાદ : મુનિ કષ્ટ વેઠીને ગુણોના સમૂહની વૃદ્ધિ કરે છે, પરંતુ મમતારૂપી રાક્ષસી તે સર્વનું એક ઝપાટામાં રમત(હેલા)ની જેમ ભક્ષણ કરી જાય છે. ' વિશેષાર્થ : આરાધનાનો માર્ગ ઘણો કઠિન છે. એક પછી એક આત્મિક ગુણો પ્રગટાવવાનું સરળ નથી. દયા, શાંતિ, ક્ષમા, સરળતા, સત્ય, નિર્લોભીપણું વગેરે ગુણો મુનિ ત્યાગ અને તપશ્ચર્યા કરીને તથા ઇન્દ્રિયોનું દમન કરીને પ્રગટાવે છે. તે વ્રતાદિ કષ્ટો સહન કરે છે, પરીષહો પણ સહન કરે છે અને સંયમમાં સ્થિર તથા લીન થવા માટે ભારે પુરુષાર્થ કરે છે, પરંતુ હદયમાં હજુ કંઈક એષણા
નાં વ્રતતા માટે પણ મમતા જન્મી શકે છે. પોતાના સંયમનાં ઉપકરણો માટે પણ મમત્વનો ભાવ પેદા થાય છે. એવી મમતા જ્યારે અચાનક રાક્ષસીનું રૂપ ધારણ કરે છે ત્યારે મુનિએ વર્ષોની તપસ્યાથી પ્રગટાવેલા ગુણોનું એક ઝપાટે હેલાની જેમ એટલે કે રમતની જેમ મોજથી તે ભક્ષણ કરી જાય છે. સંયમનો માર્ગ ગ્રહણ કર્યા પછી પતિત થયેલા મહાત્માઓ દરેક જમાનાને જોવા મળે છે. મમતાનું સ્વરૂપ એવું માયાવી અને કુટિલ છે.
[૨૧૨] ગડુશાન્ત પત્ય દ્રાવિદ્યૌષધનાત્ |
उपायैर्बहुभिः पत्नी ममता क्रीडयत्यहो ॥४॥ અનુવાદ : અહો ! મમતારૂપી પત્ની અવિદ્યારૂપી ઔષધિના બળથી જીવરૂપી સ્વામીને પશુ બનાવીને ઘણા ઉપાયો વડે ક્રીડા કરે છે.
વિશેષાર્થ : અહીં ગ્રંથકારે રૂપક પ્રયોજયું છે. એમાં મમતારૂપી પત્ની, અવિદ્યારૂપી ઔષધિ અને જીવરૂપી સ્વામીનું કથાનક છે. જયાં મમતાનો ભાવ આવે, મારાપણાની વૃત્તિ આવે ત્યાં માણસની સત્યાસત્યના વિવેકની દષ્ટિ હણાવા લાગે છે. પોતાનાં અને પારકાં વચ્ચે માણસ તટસ્થતા કે ન્યાયબુદ્ધિ સાચવી શકતો નથી. તે સમજતો હોવા છતાં પોતાનાં પ્રત્યે પક્ષપાતી બની જાય છે. ક્યારેક તો પોતે પક્ષપાત કરે છે એટલું પણ એને સમજાતું નથી. પક્ષપાતની સાથે ઈર્ષ્યા, અસૂયા, દ્વેષ, ક્રોધ, લોભ વગેરે ભાવો જાણતાં-અજાણતાં આવવા લાગે છે. એનો અર્થ એ થયો કે એની જ્ઞાનદૃષ્ટિ ઉપર આવરણ આવી ગયું છે. આ આવરણ તે અવિદ્યા છે. તે મમતાને કારણે જ આવે છે.
પોતાનો પતિ પોતાને વશ ન રહેતો હોય તો કેટલીક સ્ત્રીઓ મંત્રતંત્ર વગેરેનો આશ્રય લે છે.
Jain Education Interational 2010_05
૧૧૫. For Private & Personal Use Only
www.jainelibrary.org